________________
જૈન યુગ.
ऐ जैन नौजवानों कातिलपना हटा दो। उठा कमरको कसके आगे कदम बढा दो॥ निःकलंककी तरह तुम मजहब मरना सीखो। गैरोंके आक्रमणसें इस धर्मको बचादो॥ सन्तान वीर होकर नामर्द बन रहे हो।। होते हैं वीर कैसे आलमको यह दिखादो ॥
–ાસપુષ્પાંગ.
પુસ્તક ૩
વિરત સં. ર૪૫૪ વિ. સં. ૧૯૮૪ માગશર
અંક ૪
સામાયિક ક્રિયાનાં કેટલાંક સૂત્રો.
નવકાર સૂત્ર-પંચ પરમેષ્ટીને નમસ્કાર.
| દોહરા. નમું પ્રભુ અરિહંતને, નમું સિદ્ધ ભગવંત, નમું આચાર્ય અને નમું, ઉપાધ્યાય ગુણવંત. ૧ નમું લકમાં જે બધા, સાધુ છે વિચરંત, પરમેષ્ટી તે પાંચને, સજજન સહુ નમંત, ૨ નમસ્કાર આ પાંચને, કરે પાપને અંત,
સહુ મંગલમાં તે પ્રથમ, મંગલ કહ્યું મહંત. ૩ ઈરિયાવહિયં-વિરાધનાની આલોચના-પ્રાયશ્ચિત.
| દોહરા. “ આજ્ઞા આપે હે પ્રભુ! પડિકયું છર્યાવહી?' ઈચ્છાએ' આજ્ઞા થતાં, પડિકશું ઇર્યાવહી. ૧ જાવાના માર્ગે જતાં, વિરાધના જે થાય, ગમને આગમને તથા, પાપક્રિયા થઈ જાય. ૨ પ્રાણી ચંપાઈ જતાં, બી ચંપાઈ જાય, વનસ્પતિ ચંપાઈને, પાપક્રિયા થઈ જાય. ૩ ઠાર ભૂમિફાડા અને, પંચવર્ણ શેવાળ, ચપાયાં જલ માટી ને કરોળીયાની જાળ. ૪
કર્યા વિરાધિત મેં કદિ, એકેંદ્રિય ક્રિય. ત્રીદ્રિય ચતુરિંદ્રિય અને, જી પંચેદ્રિય. ૫ કોઈ જીવ સામા હયા, ઢાંક્યા પળની માંહ, ઘસ્યા ધરતીને મસળીને, અથડયા માહોમાંહ. ૬ સ્પર્શ કરીને દૂભવ્યા, ઉપજાબે પરિતાપ, ગ્લાનિ કરી મૃતવત કર્યા, કર્યા ઉપદ્રવ-પાપ. ૭ એકથી લઈ બીજે સ્થલે, મૂક્યા હોય કે, જીવતથી જુદા કર્યા, “દુષ્કત, મિથ્યા છે, ૮ જે જે કરી વિરાધના, દિયા પાપની હે, તે તે મુજ સહુ દુષ્કતો, મિથ્થા મિથ્યા છે. ૯
તસ્યઉતરી --કાયોત્સર્ગને સંક૯પ અને હેતુ.
દોહરા. ઉત્તમ કરવા આતમને, કરવા પ્રાયશ્ચિત્ત, વિશુદ્ધિ કરવા કાજ ને, થવા શલ્યથી મુકત. ૧ કરવા ઉચ્છેદન તથા, મૂળથી પાપ જે કર્મ, શરીર-વ્યાપાર નજી, રહું હું કાયોત્સર્ગ. ૨