________________
જેનયુગ
કારતક ૧૯૮૪ અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી. આ મહાપુરૂષના સંબંધમાં અમે એક વિસ્તૃત નિબંધ લખ્યો હતો તે આ માસિકના ગતવર્ષમાં 'કટકે કટકે પ્રસિદ્ધ થઈ ગયો છે. તેમાં એમ જણાવ્યું હતું કે “મહાજન (અમદાવાદ) દાહસ્થળે સ્તૂપ કરાવી પાદુકા પ્રતિષ્ઠિત કરી’ ( આ માટે વિશેષ બારીક શોધખોળ કરવાની જરૂર છે)-( જુઓ. વૈશાખ અંક પૃ. ૪૨૯ પારો ૮ ). આ સંબંધમાં ભાઈ બબલદાસ ચકલદાસ C/o. ભોગીલાલ મોહનલાલ ઝવેરી, ઝવેરી બજાર મુંબઈ અમને ૨૮-૯-૨૭ ના પત્રથી જે લખી જણાવે છે તેને સાર અત્રે આપીએ છીએ –
૧ પંડિત દેવચંદ્રજી અમદાવાદમાં પેહલાના ઉપાશ્રયે રહેતા અને તેમણે કાળ પણ તે જગાએ કરેલ છે, ડિહલાનો ઉપાશ્રય તેમના નામથી જ કહેવાય એટલે કે તે વખતે ઉપાશ્રયનું નામ લેકમાં દેવચંદ્રજીની હેલી કહેતા અને તે વખતે તે ઉપાશ્રયની માલિકી ખરતરગચ્છની હતી.
૨ તેમના દાહDલે સ્તૂપ કરાવી તે જગા, હાલમાં અમદાવાદનું એક પરું હરિપુર નામથી ઓળખાય છે અને જે મૂળ આશાપલ્લીને એક ભાગ હતા, ત્યાં દેહરાસરની સામે એક સ્નાત્ર પૂજના ભણવાની જગા છે તેમાં છે અને તેને લેખ ઉતાર્યો નથી પણ મારા વાંચવામાં આવેલો છે. * - ૩ અને ડેહલાના ઉપાશ્રયની ટેલી દીવાસે ધુલેટીના રેજે ત્યાં જઈ જમે છે અને પૂજન ભણાવે છે. ”
પાદરાવાળા વકીલ મોહનલાલ હીમચંદ અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ તરફથી “શ્રીમદ્ દેવચંદ્રજી'ની એટર્સે તેમની સર્વ કૃતિઓની બીજી આવૃત્તિ પ્રકટ કરાવવા માગે છે અને તેને માટે સાંભળ્યા પ્રમાણે સુરતના એક શેઠ તરફથી સારી રકમ મળી છે તેઓ આ સંબંધી જાતે જઈ તપાસ કરી લેખ મળે તે ઉતારી તેને ઉપયોગ ઉકત આવૃત્તિમાં કરશે એવી એમને અમારી વિનતિ છે.
બીજી આવૃત્તિ-ભાષામાં કૃતિઓ સુંદર સારા ટાઈપમાં ભવ્ય મુદ્રણકળા સહિતના એક પુસ્તકાકારે તે કૃતિઓની રયા સાલ પ્રમાણે ગોઠવીને છપાવવામાં આવશે તો વિશેષ ઉપયોગી નિવડશે શંકાસ્થળાનું નિરસન કરવા માટે મૂળ લિખિત પ્રતા વધુ મેળવી પાઠ પાઠાંતર મૂકી કાર્ય લેવાની જરૂર છે. કઠિણ અને પારિભાષિક શબ્દોને કષ, અને વિસ્તૃત અનુક્રમણિકા આપવાનું પણ ભૂલવા જેવું નથી.
તંત્રી,