________________
કર
જેનયુગ
ભાદ્રપદ-આધિન ૧૯૮૩ શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ–સુરત.
તિ અને માનદ મંત્રીએ ઉ૫૧
વિધ પ્રવૃત્તિ તેમાં થતી
મિકા છે તે અને
માણેકઠારી પુનમની શુભ રાત્રિએ આ સંસ્થાની મુલાકાત લેવાને આનંદદાયક પ્રસંગ મને ગૃહપતિ અને માનદ મંત્રીએ ઉપસ્થિત કરી આપ્યો તે માટે તેમને ઉપકાર માનું છું. સંસ્થાની સર્વ હકીક્ત નિવેદન કરવામાં આવી અને અનેકવિધ પ્રવૃત્તિ તેમાં થતી જોઈને મને આનંદ થશે. મને આકર્ષક વાત વિદ્યાર્થીઓ તરફથી નિકળતું “પ્રભાત” નામનું હસ્નલિખિત માસિક છે તે અને સુરત જન સમાજના ઉપસ્થિત થતા મહા પ્રસંગો વખતે વિદ્યાર્થીઓ સ્વયંસેવકોની ગરજ પુરી પાડે છે તે લાગી છે. “પ્રભાત” ના એક સુંદર અને પ્રેરક છે, તેમાં વખત જતાં વિચારપ્રવાહ સુનિયંત્રિત અને સુયોગ્ય માર્ગ વહ્યા જશે, એવી ખાત્રી ભરી આશા છે. સેવાના માર્ગમાં વ્યાવહારિક તાલીમ વિદ્યાર્થી જીવનમાંજ મળે તેનું મહત્વ ઘણું છે. તેથી વિનય, નમ્રતા, આજ્ઞાધારકતા અને સંયમનના આવશ્યક બોધપાઠ મળે છે. તે આખા જીવનને ઓપ આપે છે.
આ સંસ્થાના મુખ્ય સંચાલક મંત્રી શ્રીયુત હરીલાલ શાહ એક તરુણ ગ્રેજ્યુએટ છે. શિક્ષણશાસ્ત્રના અનુભવી છે. તેમનામાં ઉત્સાહ, સેવાભાવ અને જેમ છે તેથી સંસ્થાને સારા પાયા પર લઈ જવામાં એક પ્રબળ નિમિત્તભૂત થયા છે અને થશે એમાં શક નથી. ગૃહપતિ રા. પોપટલાલ પણ સાહિત્યરસિક અને સંસ્કારીયુવક છે. તે બને સજજનોના મિશ્રણથી આ સંસ્થાનું ભવિષ્ય સુંદર છે, એમ લાગે છે.
સંવત ૧૯૮૨ ને આ સંસ્થાને છપાયેલ વૃત્તાંત વાંચ્યો તેમાં આ વિદ્યાલયને જે જે આવશ્યકતાઓ છે તેનું સંક્ષિપ્ત વર્ણન છે. આ જરૂરીયાત સુરતના ભલા શ્રીમંત પુરી પાડશે તે એક આદર્શ છાત્રાલય બનશે. શારિરીક કેળવણી અને અંગબળની તાલીમ વગર જૈન વિદ્યાર્થીઓનાં શરીરો સર્વત્ર જ્યાં જુઓ ત્યાં ક્ષીણ અને કાન્તિહીન લાગે છે. આથી દરેક વિદ્યાલયમાં અખાડો-કસરતશાળા હેયજ અને શારિરીક કેળવણું પણ ફરજ્યાત વિદ્યાર્થીએ લેવી જોઈએ—એમ થવાની પ્રધાન આવશ્યકતા છે. માનસિક કેળવણીની વૃદ્ધિ માટે-પુષ્ટિને માટે સમૃદ્ધ પુસ્તકાલયની પણ જરૂર છે. ધાર્મિક કેળવણી વગરનું તે કઈ જન વિધાલય હોવું ન ઘટે. આ ત્રણે જાતની કેળવણી જ્યાં મળી શકે એવું સાદું વિશાળ ચોગાનવાળું અને તે તે કેળવણીનાં સાધનો પુરાં પાડનારું મકાન પણ સ્થાયી લેવું જોઈએ. પ્રયાસ કરતાં કરતાં તેમજ ઉદયના સમથો આવી મળતાં આ બધું ભવિષ્યમાં આવી મળશે.
આ સમયે છેવટમાં એમ પણ કહ્યા વગર ચાલતું નથી કે સુરતના જનોને આ સંસ્થા તેમજ બીજી સંસ્થાઓ પૂરી પાડી-નિભાવી પોતાની ઉદારવૃત્તિ બતાવી છે. તે માટે તેમને ધન્યવાદ છે અને તેઓ તેને હવે જેમ બને તેમ વધુને વધુ સંપૂર્ણ અને આદર્શમય બનાવવા જરૂર કંઈ ને કંઈ કરતાજ રહેશે એવી તેમને મારી વિનંતી છે. આ સંસ્થાને ઉત્તરોત્તર અભ્યદય ઇચ્છી.
મેહનલાલ દલીચંદ દેસાઈ સુરત, સં. ૧૯૮૩ ના આશ્વિન સુ. ૧૫ }
B. A. LL. B. વકીલ હાઈક, મુંબઈ