SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ફેબ્રુઆરી ૧૯૬૦ પારસ્પરિક સમજણથી વ્યર્થ સ્પર્ધા, તિરસ્કાર, ઈર્ષા, આંધળું અનુકરણ અને ખોટા ખ્યાલો દૂર થશે. મધ્યમવર્ગને એ પણ સારી રીતે સમજાવવાની જરૂર છે કે વધારે આવકવાળા માણસો કંઈ બધીય રીતે ઉચ્ચ હોતા નથી. એમને પણ એમના આગવા પ્રશ્નો હોય છે અને સાવ ઓછી આવકવાળા માણસો એમનાથી અનેકગણી રીતે ચડિયાતા હોય છે. આ કારણસર એમનાં કપડાં, ફેશન, ઢબછબ કે આધુનિક રહેણીકરણીનું અનુકરણ માત્ર દેખાદેખી, દંભ અને માનસિક તંગદિલી જ ઊભાં કરે છે. આવી માનસિક તંગદિલી કેટલીકવાર મધ્યમવર્ગના માણસને કુટુમ્બમાં લડાઈઝગડા, તમાચો મારીને મોં લાલ રાખવાની વૃત્તિ, દેવું કરવાની વૃત્તિ અને છેવટે આત્મ-હત્યા સુધી પણ દોરી જાય છે. એટલે આ વસ્તુનો સત્વરે ત્યાગ કરવાની જરૂર છે. આવી માનસિક તંગદિલીઓ અને માનસશાસ્ત્રીય સમસ્યાઓના ઉકેલ માટે આપણું સામાજિક ઉત્કર્ષ મંડળ, તાલીમ પામેલા સામાજિક કાર્યકરો તેમજ ફિલ્મ, રેડિયો અને માસિકપત્રો પ્રચાર દ્વારા સારો ફાળો આપી શકે તેમ છે. [૩] મધ્યમવર્ગના આર્થિક ઉત્થાન માટે લંબાણમાં ઊતરવું પડશે. મધ્યમવર્ગ મોટે ભાગે નોકરિયાત વર્ગ હોવાથી એની આવક હંમેશાં ઓછી હોય છે. આવક વધારવા માટે મધ્યમવર્ગના લોકોએ તેમજ સરકારે પ્રયત્નો કરવા જરૂરી છે. મધ્યમવર્ગના નોકરિયાત પુરુષ લગભગ બાવીસ કે ચોવીસ વર્ષની ઉમ્મર સુધી અમુક શિક્ષણ લે છે અને પછી માત્ર થોડા વધારા સાથે એમને જિંદગીભર એકધારો પગાર મળ્યા કરે છે. મોટી ઉમ્મર સુધી બેસી રહેવા કરતાં અભ્યાસની સાથે સાથે તેમજ વેકેશનોમાં મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ કંઈક નાનું મોટું કામ કરે અને એ રીતે આવક વધારે, અવનવું શીખી અને કુટુમ્બમાં ઉપયોગી થાય એ ઇચ્છવા યોગ્ય છે. આ માટે બહાર ક્યાંય નોકરી કે કામ ન મળે તો કોઈક ગૃહઉદ્યોગો શીખી લેવાની જરૂર છે. આ ગૃહઉદ્યોગ દ્વારા બનાવેલી ચીજો જેવી કે સાબુ, તેલ, વગેરે વેપારીઓને વેચી પૈસા મેળવી શકાય છે. વળી વિદ્યાર્થીઓ અનુસ્નાતકો થઈ વિદ્યાપીઠોની બહાર નીકળે છે ત્યારે તેમની માત્ર બી. એ., એમ. એ. કે બી. એસસી. જેવી ડિગ્રીઓ હોવાથી એમને તરત ક્યાંય નોકરી મળતી નથી. આ કારણસર મધ્યમવર્ગે વધુ પડતું ધ્યાન પોતાના દેશને તેમજ કુટુમ્બને ઉપયોગી થઈ પડે એવું શિક્ષણ લેવા પ્રત્યે આપવું જોઈએ. આપણી સરકાર પણ અત્યારે ટેકનીકલ વિષયો પરત્વે ખૂબ ધ્યાન આપે છે. અમુક કારણોસર એજીનિયરીંગ વગેરે કોલેજોમાં વિદ્યાર્થીઓને દાખલ થવાની મુશ્કેલી પડતી હોય તો ડિપ્લોમામાં કે બીજી કોઈપણ કસબવૈજ્ઞાનિક શાળામાં દાખલ થઈ જવું. માનસિક શ્રમ કરનારો આ વર્ગ એવો છે કે એની પાસે કોઈ ઉપયોગી જ્ઞાન નહીં હોય તો ય એક બાજુથી જીવનજરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત પણ મોજશોખનાં સાધનો ઓછાં નહીં કરે, મામૂલી કારકૂનીમાં સબા કરશે અને સદાય નિરાધાર પરિસ્થિતિમાં આખા ય કુટુમ્બને દુઃખી કર્યા કરશે. ખરી રીતે આવા માણસોએ શારીરિક શ્રમની સુગ કાઢી નાખવી જોઈએ; સાહસ અને વેપાર-ખેડાણની વૃત્તિ કેળવવી જોઈએ, પાસે થોડી મૂડી હોય તો ય નાની મૂડીથી થતા વેપાર, ઉદ્યોગ, ધંધા તરફ એમણે લક્ષ્મ ખેંચવું જોઈએ. મધ્યમવર્ગની કામ વગર બેસી રહેતી સ્ત્રીઓએ ઘરમાં નોકર ન રાખતાં ઘરનાં બધાં જ કામ જાતે જ સંભાળી લેવાં જોઈએ. તદુપરાંત ફાલતુ સમયમાં નકામા બેસી રહેવું કે પાડોશમાં જઈ ગપાટા મારવા તેને પોસાય તેમ નથી. તેણે તો શીવણ વગેરે ઘર-ઉપયોગી કામ શીખી લેવાં જોઈએ. જરૂર પથે બહાર નોકરી કરીને પતિને પડખે ઊભા રહેવામાં શરમ ન રાખવી જોઈએ. સમાનતાનો હક્ક માગતાં પહેલાં આ સ્ત્રીઓએ શીખી લેવું જોઈએ કે કુટુમ્બના આર્થિક કે સામાજિક વિકાસમાં પણ તેમણે સરખો હિસ્સો નોંધાવવાનો છે. | મધ્યમવર્ગના વેપારીઓએ પોતાના ધંધા વધુ નીતિથી તેમજ સ્વતંત્રતાથી ખેડવાની જરૂર છે. વળી આવા નાના વેપારીઓએ મંડળો રચી એના ધારાધોરણો ઘડવાં જરૂરી છે જેથી અંદરોઅંદર હરીફાઈમાં કે ખોટી ચડસાચડસીમાં એકબીજાને નુકસાન ન જાય. આ જ રીતે ખાનગી સંસ્થાના નોકરો, કારકુનો, શાળા
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy