SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ૨૨ ફેબ્રુઆરી ૧૯૬૦ યા માર્ગ નક્કી કરવા તે વૈજ્ઞાનિક પદ્ધતિએ સમજી શકીશું. અંતમાં, મધ્યમવર્ગના ભાવિ પ્રત્યે અંગુલિનિર્દેશ કરી એના નિયંત્રણનો ઉલ્લેખ ઉચિત થઈ પડશે. [૧] મધ્યમવર્ગના સામાજિક પુનરુત્થાન માટે આપણે આ નિબંધના પહેલા ભાગમાં પૃથક્કરણ કર્યું તદનુસાર આપણે વર્ગોની તીવ્ર સ્પર્ધા અને સ્પૃહાની ભાવના તોડી નાખવી જોઈએ. વધુ ને વધુ ઉચ્ચ વર્ગ ભણી મુખ ઊંચું રાખવાને બદલે આપણા જ વર્ગ પ્રત્યે સભાવ અને અન્ય વર્ગો પ્રત્યે સમભાવ કેળવવો જોઈએ. આપણે આપણા જ વર્ગના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો સમજવાં જોઈએ અને આપણે ન ભૂલવું જોઈએ કે ધનદોલત એ જ આ વિશ્વમાં સર્વ કંઈ નથી. ઇતિહાસમાં એક આ જ વર્ગે દેશના ઉત્કર્ષ માટે ફાળો આપ્યો છે અને આ જ વર્ગે સ્વયં પ્રકાશિત બની અનેક પ્રશ્નો ઉકેલ્યા છે. મધ્યમવર્ગ દેશનું સાંસ્કૃતિક ધોરણ ઊંચું લાવવામાં અગત્યનો ફાળો આપી શકે તેમ છે. અત્યારે પણ ઉચ્ચ તેમ જ મજુર વર્ગ શિક્ષણની બહુ દરકાર રાખતો નથી. મધ્યમવર્ગના પુરુષો તેમજ સ્ત્રીઓએ ઉચ્ચ શિક્ષણ લઈને સમાજમાં નવાં મૂલ્યોનું સ્થાપન કરવું જોઈએ. વાતચીત, કપડાં, વિચારો તેમ જ સામાજિક મેળાવડાઓ દ્વારા એમણે એમના વર્ગનું સંરકૃતીકરણ કરવું જોઈએ. ઉચ્ચ વર્ગની નકલ ન કરતાં પશ્ચિમીકરણનો ત્યાગ કરીને એમણે મિલકત સિવાય બીજી બધી બાબતોમાં ઉચ્ચ વર્ગની આગળ થઈ જવું જોઈએ અને સૌથી મોખરે નીકળી જઈ ઉચ્ચ વર્ગ પણ એમનું દષ્ટાંત લે એ રીતે લોકોને આકર્ષવા જોઈએ. સામાજિક ચડસાચડસીમાં આપણે આપણું મૂલ્યો ભૂલી જઈ ઉચ્ચ વર્ગ ભણી દૃષ્ટિ રાખીને જ ચાલીએ છીએ. લગ્નવ્યવહારમાં પણ મધ્યમવર્ગની કન્યાઓને ઉચ્ચ વર્ગમાં પરણાવવાની ભાવના હોય છે. કેટલાંક માતા-પિતાને આમ કરવાથી સારા પૈસા મળવાની અને છોકરીને સુખી કરવાની આશા બંધાય છે. ખરી રીતે પરિસ્થિતિ એનાથી ઊલટી જ હોય છે. છોકરીને કાયમ દબાયેલી રહેવું પડે છે અને વળી કરિયાવર પણ સારો કરવો પડે છે. આમાં કેટલાક મધ્યમવર્ગનાં કુટુઓ દેવાં પણ કરે છે અને પછી કદી ઊંચાં આવતાં જ નથી. ખરી રીતે મધ્યમ વર્ગ છોકરા-છોકરીઓની આપલે પોતાના જ વર્ગમાં કરવાની જરૂર છે. કરિયાવરની પ્રથા વિશે આપણી સરકાર હમણુ જે નિયામક ખરડો લાવી રહી છે તેને અનુસરવું જરૂરી છે. વળી, મધ્યમ વર્ગમાં સામાજિક જાગૃતિ લાવવાની જરૂર છે. સુવિખ્યાત સમાજશાસ્ત્રી ડરખીમે એના “કાર્ય- વિભાજન' નામના પુસ્તકમાં જણાવ્યું છે કે આધુનિક સમાજમાં દરેક વ્યક્તિ એના ખાસ કામને લીધે અગત્યનું સ્થાન ધરાવે છે. ઉચ્ચ વર્ગ પણ ઘણાંખરાં કામો માટે મધ્યમવર્ગ પર આધાર રાખે છે. આ સામાજિક સત્ય સમજ્યા પછી મધ્યમવર્ગે નિરાશાની ભાવના દૂર કરવી ઘટે અને પોતે પણ સમાજની સંગીનતા અને હિત માટે અગત્યનો ફાળો આપી રહેલ છે એમ માનવું જોઈએ. સમાજશાસ્ત્રના સંશોધન ઉપરથી એ સાબિત થઈ ચૂક્યું છે કે હજુ સુધી વર્ગવિહીન સમાજની સ્થાપના થઈ શકી નથી. મધ્યમવર્ગ વર્ગ-વિગ્રહથી કંટાળી જઈ માસવાદીઓના ટોળામાં ભળી જવું એ મૂર્ખાઈભર્યું જ ગણાશે. મા તો કહ્યું હતું કે આ મધ્યમવર્ગ માત્ર અસ્થાયી જ છે. થોડા જ વખતમાં એ મજૂરવર્ગમાં ભળી જશે અને પછી મૂડીવાદીઓ સામેના વિગ્રહમાં સામેલ થશે! ઊલટું મધ્યમવર્ગ તો હજુ એવો ને એવો જ રહ્યો છે એટલે માર્કસવાદીઓની વિગ્રહખોર સલાહ સાંભળી ઊંધા રવાડે ચડી જઈ મૂડીવાદીઓ અને મજૂરોના સનાતન ઝગડામાં મધ્યમવર્ગે સામેલ થવાની જરૂર નથી. આમ સામાજિક ઉત્થાન માટે મધ્યમવર્ગે સારી રીતે સમજી લેવાની જરૂર છે કે એની “મધ્યમ” સ્થિતિ પાછળ કોઈ ઈશ્વરી સંકેત નથી; એ તો એક સર્વ સામાન્ય સામાજિક ક્રિયા છે અને એના નિરાકરણ માટે હરહંમેશ સ્વપ્રયત્નોની જરૂર છે. ૨] હવે મધ્યમવર્ગના માનસિક ઉત્થાન વિષે વિચાર કરીએ. સુવિખ્યાત સામાજિક માનસશાસ્ત્રી ઓટો ફ્રીડમને (Otto Friedman) કહ્યું છે કે મધ્યમવર્ગની વિકટ પરિસ્થિતિ દૂર કરવા માટે વર્ગ-ભાવનાને રાષ્ટ્રીય ભાવના અથવા કોમભાવનામાં પલટી નાખવાની જરૂર છે. આના માટે પોતાની જ કોમના બધા વર્ગો વચ્ચે સમૂહભોજન તેમ જ અન્ય સામાજિક મેળાવડાઓ યોજવા જોઈએ. આના લીધે બધા વર્ગો વચ્ચે સામાજિક સહચાર વધશે અને એકબીજાની
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy