SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ૧૦ ફેબ્રુઆરી ૧૯૬૦ પ્રથાનું જન્મસ્થાન આપણાં શહેરો કે નગરો છે. શહેરોમાં જ્ઞાતિ-પ્રથાની પકડ ઢીલી પડી છે. પશ્ચિમી સત્તાનો પ્રભાવ, વિવિધ નાતજાતનો સંપર્ક અને આધુનિક શહેરી જીવનને કારણે જ્ઞાતિઓ તૂટતાં વર્ગો અસ્તિત્વમાં આવ્યા અને ઇગ્લાંડ તેમજ અમેરિકામાં જે વર્ગ-પ્રથાની સમસ્યાઓ છે તે સમસ્યાઓની ભારતમાં આયાત થઈ. હવે ભારતમાં સામાજિક વર્ગોની અને તેમાંય ખાસ કરીને મધ્યમવર્ગની સમસ્યાઓની ખાસિયતો જાણવા માટે એનું અસ્તિત્વ અને અસ્તિત્વ પછીનો ટુંક ઈતિહાસ આપણે જાણવો રહેશે. વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો.ડી. આર. ગાડગીલ માને છે કે ભારતમાં મધ્યમવર્ગની સમસ્યાઓ બ્રિટિશ સત્તાના આવ્યા પછી જે ઔદ્યોગિક ઉત્ક્રાંતિ શરૂ થઈ તેના લીધે ઊભી થઈ. લગભગ ઈ. સ. ૧૮૭૦-૮૦ પછી ખેતીવાડીની પડતી શરૂ થઈ. વેપારધિંધાને ઉદ્યોગીકરણ થવા માંડયું દુષ્કાળ પડ્યા. અને ગૃહઉદ્યોગો તેમજ હસ્તઉદ્યોગો પડી ભાંગતાં ગામડાં ખાલી થઈ શહેરો ભરાવા લાગ્યાં. વળી બ્રિટિશોના આવ્યા પછી આપણા દેશમાં વાહનવ્યવહાર, રેલવે, તાર-ટપાલછાપખાનાં અને યાંત્રિક ઉત્પાદનો શરૂ થયાં. આ બધાંનું પરિણામ એ આવ્યું કે શહેરી જીવનનો ચાહક એક વર્ગ ઊભો થયો અને મોટામોટા વેપારીઓ તેમજ ધંધાદારીઓ શહેરમાં ઠલવાવા માંડ્યા. આ વર્ગે પશ્ચિમી સત્તા સાથે હાથ મિલાવી વેપારધંધા શરૂ કર્યા અને એ લોકો એમનો બધો ય સમય દ્રવ્ય–ઉત્પાદન પાછળ જ ખર્ચવા લાગ્યા. આ કહેવાતો ઉચ્ચ વર્ગ માત્ર પશ્ચિમના આંધળા અનુકરણમાં જ માનતો થયો. જેને આપણે સાચા અર્થમાં પશ્ચિમીકરણ કહીએ તે એમણે અપનાવ્યું નહોતું; એમણે તો એમની કેટલીક બાહ્ય અને ઉપરછલ્લી રીતભાતોમાં માત્ર આધુનિકકરણ આપ્યું હતું. આ સત્તાધારી વર્ગ કે જે પૈસેટકે પણ ઉચ્ચ સ્થાન ધરાવતો હતો અને રાજ્યસત્તા સાથે પણ સારો સંબંધ ધરાવતો હતો તેમણે ગામડાંઓમાંથી ચાલ્યા આવતા મજૂરો, કારીગરો અને કામદારોનું શોષણ શરૂ કર્યું અને આમ દલિત વર્ગ અસ્તિત્વમાં આવ્યો. આ બે વર્ગોની વચ્ચે સત્તાધારી વર્ગની સેવા કરનારો એક ત્રીજો વર્ગ અસ્તિત્વમાં આવ્યો. એને આપણે મધ્યમવર્ગ તરીકે ઓળખીએ છીએ. આ વર્ગમાં ખાસ કરીને નાના દુકાનદારો, નાના વેપારીઓ, સ્વતંત્ર કારીગરો, શિક્ષકો, કારકુનો અને અમલદારો સમાવેશ થયો. પરંતુ ખૂબીની વાત એ છે કે જે વખતે એક વર્ગ સત્તા અને ધનમાં મહાલતો હતો, બીજો વર્ગ કચડાયેલો હતો ત્યારે આ જ મધ્યમવર્ગે આપણામાં રાષ્ટ્રીય ચળવળ શરૂ કરી હતી. શ્રી અક્ષય દેસાઈ “Social background of Indian Nationalism 'માં નોંધે છે તેમ ઈ. સ. ૧૯૧૮ પછી ઇન્ડીયન નેશનલ કોંગ્રેસની આગેવાની બુદ્ધિશાળી શિક્ષિત મધ્યમવર્ગે લીધી. તેમાં ગોખલે, નવરોજી, રાનડે, તિલક, લાલા લજપતરાય વગેરેનો સમાવેશ થતો હતો. આ વર્ગ ત્યારે સ્વયંપ્રકાશિત વર્ગ કહેવાતો. અહીંથી જ કેટલીક મધ્યમવર્ગની સમસ્યાઓનો આરંભ થયો. ભારતમાં આધુનિક શિક્ષણ લેનારો એક નવો વર્ગ પેદા થયો, પણ સાથે સાથે આપણા દેશના એટલો જ ઝડપી આર્થિક વિકાસ ન થયો. આપણા દેશમાં સુખ-સમૃદ્ધિ લાવનાર ઔદ્યોગિક વિકાસ, જે આર્થિક ઉન્નતિની ખાતરી આપી નોકરીધંધાની શક્યતાઓ અને આવકનાં સાધનો વધારે છે, તે સાવ મંદ પડી ગયો. બ્રિટિશ સત્તાએ અપનાવેલી આર્થિક નીતિ પણ આ રૂંધાયેલા વિકાસનું મોટું કારણ હતું. પરિણામે શિક્ષિત મધ્યમવર્ગમાં બેકારીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. આમાંથી જે આર્થિક સંકડામણ જન્મી, તેણે જ રાજકીય અસંતોષ પ્રગટાવ્યો. આ શિક્ષિત મધ્યમવર્ગની સંખ્યા અને સમસ્યાઓ વધતી જતી હોવાથી એ વર્ગ પોતાનાં સ્થાપિત હિતો માટે વધુને વધુ સભાન થવા લાગ્યો. પોતાનો અસંતોષ પ્રગટ કરવા તેમજ માગણીઓ રજૂ કરવા આ વર્ગ જૂથો રચવા લાગ્યો. જે સમસ્યાઓનાં મૂળ ભારતમાં બ્રિટિશ રાજ્ય વખતે નંખાયેલાં, એ જ સમસ્યાઓ હજુ આઝાદ ભારતમાં ચાલુ રહી છે. ભારત આઝાદ થયા પછી, હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા થયા અને સેંકડો શ્રીમંત કુટુંબો પણ મધ્યમ વર્ગમાં ધકેલાયાં. પાકિસ્તાનમાંથી હિજરત કરીને ભારતમાં આવી વસેલાં કુટુંબોની એક જુદી સમસ્યા ઊભી થઈ. વધુમાં ભારતે બે પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી; તેમાં મધ્યમવર્ગના ઉત્થાન માટે કોઈ પૂર્વવિચારણા કરીને ખાસ યોજના અમલમાં મૂકી હોય એવું ધ્યાનમાં નથી. હા, ભારતે સમાજવાદી ધોરણની સમાજરચનાની જાહેરાત કરી છે અને મજૂરો, કારી સમસ્યા ઊભી
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy