________________
જૈન યુગ
ફેબ્રુઆરી ૧૯૬૦
પંજાબના ગુરુભક્ત પ્રેમીજનો, કોન્ફરન્સ માતાને જગાડવા શ્રીમંતો-કાર્યકરો, સેવકો-યુવકો બધાને ચીમકી આપીને સમાજ ઉત્થાનના યજ્ઞ માટે ઢંઢોળી ઢંઢોળીને જગાડવા-સત્કર્મ માટે હજારો બહેન ભાઈઓ જાગી ઊઠયા છે.
શ્રીમંતો-દાનવીરો, સમાજના કર્ણધારો આજે આપદુ ધર્મમાં પોતાની સદ્ કમાઈ આપે, સમાજની જાગૃતિ–ઉત્થાન નવરચના કાયાપલટ માટે સંઘને ચરણે દાનઝરણાં વહાવે.
ગુરુદેવનો સંદેશ સુણી સુણી, એ સંદેશને ગામેગામ શહેરે શહેર–મંદિરે મંદિરે પહોંચાડવા-જગવવા, વિનમ્રભાવે વિનવી રહ્યા છે.
આજથી-આજની ઘડીથી સમાજશાસન કલ્યાણની પ્રતિજ્ઞા કરી કરી, પંજાબમાં રચનાકાર્યના શ્રીગણેશ માંડી, પ્રાંતે પ્રાંતે છેલ્લે છેલ્લે શહેરે શહેરે ગામે ગામ કાર્ય-કાર્ય ને કાર્યની ભેરી બજાવો બજાવો.
ગાઓ પ્રેમગાનની ગાથા, સમાજ ઉત્થાનની યશગાથા, કૉન્ફરન્સ મિયા જગાવે, જાગો, નવનિર્માણ માટે જાગો, સમાજના સંગઠન માટે જાગો, મધ્યમવર્ગના ઉત્કર્ષ માટે જાગો, આચાર્યપ્રવરો સૌને જગાડે, ગૃહસ્થો પણ સાથ આપે મુનિર્વાદો આંદોલન જગાવે સાધ્વીજીઓ તો ઘરધરને જગાડે, યુવાનો-સેવકો ઘૂમી વળે.
નવલોહિયા યુવાન હૃદયો, સ્વતંત્રતાના યુગમાં પ્રજા-પ્રજાની મિત્રી જામે છે ત્યારે જૈન સમાજના ત્રણેય ફીરકા સંગઠનની ભેરી બજાવી સમાજની કલ્યાણ યાત્રામાં જોડાઈ ખપી જવા શાસનનો જયજયકાર કરે.