________________
स म य नो संदेश
મધુકર”
ગામેગામ જાગૃતિના પૂર રેલાવી મહાપરિવર્તનનો ઘોષ જગાવી રચનાત્મક કાર્યની ભેરી બજાવી લાખોને સમર્પણ કરી જીવનને ધન્ય બનાવી સમાજને નવચેતના આપો. કાયાપલટ કરવા કમર કસો, મહાપ્રસ્થાન કરો જ કરો.
જાગો યુવાન હૃદયો, જગાડો સૌ સૂતેલાને, ક્યાં સુધી ગાઢ નિદ્રા? ક્યાં સુધી ઉદાસીન મુદ્રા ? ક્યાં સુધી નિષ્ક્રિયતા? ક્યાં સુધી નિશ્ચિતતા? જાગો જાગો મહારથીઓ, જાગો જાગો ઘડવૈયા, જાગો જાગો શ્રીમાનો, જાગો જાગો ધીમાનો, સમાજ શીર્ણ વિશીર્ણ દુઃખના દરિયામાં ડૂબતો મૃત્યુ સમીપે ધસમસી રહ્યો સદા બળબળતો ઊભો.
સમયના સંદેશ સુણો, નવનિર્માણના ડગ ભરો, શિક્ષણસંસ્થાઓ પલ્લવિત કરો, યુવકમંડળોને અપનાવો, સેવામંડળોની સેવા સ્વીકારો, બહેનોને બહાદૂર બનાવો, સાહિત્યની પ્રભાવના કરો, ઉદ્યોગ કેન્દ્રો ને સેવાસમાજે, બાલમંદિરો-કન્યાવિદ્યાલયો, ગુરુકુળો–મહિલા મંડળો સાચાં સમાજ ભૂષણ બને.
મંદિરો ને ઉપાશ્રયો, ભંડારો ને તીર્થધામો, સંસ્કૃતિના રક્ષકો
જ્યોતિધરોની મહામૂલી ભેટ આજે પણ ધર્મોપ જગાવે છે.
પણ જ્યારે લાખો બેકારો નાગચૂડમાં ભીંસાતા આત્મઘાતને પંથે પડતા-વિચરતા હોય ત્યારે શો ધર્મ સૌનો? સ્વામીવાત્સલ્યને નાતે સંગઠનની સાધના કરી યુવાન હૃદયોને ઢંઢોળી
બહુજનસુખાય, બહુજનહિતાય, ઉત્થાન-જાગૃતિ સેવા સમર્પણ કરી સમાજને પ્રાણવાન શક્તિ આપી બળવાન ચેતનાના પુંજ સમો આજે જ આજ ઘડીએ સાચો ઉદ્યોત સઈએ.