________________
મૂર્તિનાં ચિહ્નોનો પરિચય શું ટેકાવાળી મૂર્તિ, સંપતિની હોય જ ખરી?
પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજ
પરમહંત રાજર્ષિ કુમારપાલે ભરાવેલી મૂર્તિમાં પણ આવું જ ચિહ્ન છે, એવું મૂર્તિકલા વિષયજ્ઞોનું માનવું છે.
પ્રશ્ન – જે એ વાત યથાર્થ હોય તો પછી, સંપ્રતિની
મૂર્તિ નિશ્ચિત કરવા માટે અન્ય સાધનો ખરાં ?
આ અંકમાં શિલ્પચિત્રો દ્વારા એક નવી વિગત જે જૈન અખબારોનાં પાને પ્રાયઃ ચઢી નથી તેને રજૂ કર્યું છું. જેથી જૈનમૂર્તિશિ૯૫માં કોણીની નીચેના ભાગમાં કેવાં કેવાં ચિહ્નો ઉપસાવવામાં આવ્યાં હતાં? શા માટે કરવામાં આવ્યા હતાં? અને એ ચિહ્નો શેનાં સૂચક હતાં? તેનો કંઈક ખ્યાલ શ્રીસંઘને મળી શકે.
આપણુ શ્રીસંઘમાં વરસો જૂનો એક અત્યન્ત જોરદાર પ્રઘોષ ચાલ્યો આવે છે કે, “શ્રીતીર્થંકરની મૂતિની બંને કોણી નીચે પથ્થરનો જે [ નં. ૧ માં ગોળ કિનારી દોરીને બતાવ્યો છે તે] ટેકો કે ઢેકો હોય, તો તે મૂર્તિઓને મહારાજા સંપ્રતિની જ ભરાવેલી સમજવી, આનો અર્થ એ જ થાય કે સંપ્રતિએ સ્વનિર્માપિત મૂર્તિઓને શીધ્ર ઓળખવા માટે પ્રસ્તુત ચિહ્ન [ symbol–
સીલ ] નિશ્ચિત રાખ્યું હતું, અને આજે ય કોઈ પણ જાણકાર મુનિવરો કે શ્રાવકોને પૂછશો તો આવું ચિહ્ન જોઈને તુરત જ કહી દેશે કે આ મૂર્તિ સંપ્રતિની છે.
ઉત્તર-“હા”
આ માટે મૂર્તિનું શીર્ષ, મુખાકૃતિ, અંગરચના, ને ગાદીનું કોતરકામ અને છેવટે મૂર્તિનું સમગ્રશિલ્પ, આ બધુંય નજરમાં લઈને જે પ્રઘોષ ચાલ્યો આવે છે, તેના આધારે નિશ્ચિત નિર્ણય આપી શકાય. અને મૂર્તિ સંપ્રતિની છે” એવું કહી શકાય.
પ્રશ્ન-શું પ્રસ્તુત ચિહ્ન, મૂર્તિ સંપ્રતિની જ છે' એમ
સમજી શકાય, એવા ઉદ્દેશથી જ સંપ્રતિએ કરાવ્યું હશે એવું ખરું?
ઉત્તર- આનો ચોક્કસ જવાબ આપવાનું સાધન કોઈ
નથી. પરંતુ એક અનુમાન કરી શકાય કે–સંપ્રતિની મૂતિઓ ઉપર શિલાલેખો હોતા નથી,
એટલે સંભવ છે કે તેના બદલામાં આવું કોઈ ચિહ્ન જ નિર્માણ કર્યું હોય.
પ્રશ્ન - આવું ચિહ્ન સંપ્રતિસ્થાપિત છે, તેમાં પ્રમાણ શું? ઉત્તર- વર્ષોથી ચાલ્યો આવતો પ્રઘોષ એ જ પ્રમાણ.
બાકી કોઈ પ્રાચીન લિખિત પ્રમાણ મારા જાણવામાં આવ્યું નથી. એમ છતાં પ્રસ્તુત ચિહ્ન સંપ્રતિનું ન સ્વીકારવા માટે આપણી પાસે કોઈ વિરોધી પ્રમાણ ઉપલબ્ધ નથી એટલે તેને સાદર સ્વીકારી લઈએ તો શું ખોટું ?
૧
કુમારપાલ નિમિત મૂર્તિનું ચિહ્ન પ્રતિકૃતિના અભાવે આપી શકાયું નથી. મારા ધર્મ નેહી મિત્ર ડૉ. ઉમાકાન્ત છે. શાહે પણ આ વાતને ટેકો આપ્યો છે.
પ્રશ્ન- “ટેકાવાળી મૂર્તિ સંપ્રતિની જ છે,” એવું નિશ્ચિત
વિધાન કરાય ખરું?
ઉત્તર : “ના”
માત્ર ટેકા ઉપરથી જ નિર્ણય આપી દેવામાં આવે -અને આવે છે જ–તો ભૂલ થવાનો સંભવ છે. કેમકે
કોઈને જોવામાં આવ્યા હોય તો તે ખુલાસાવાર જરૂર જણાવે, એક વાત એ પણ ધ્યાનમાં રાખવી કે પ્રાચીન મૂર્તિ જે જાતની હોય તેવી જ, તેના અનુકરણ રૂપે ભરાવાની ચાલ અદ્યાવધિ જોવા મળે છે. માટે સમયનિર્ણય કરતી વખતે ભૂલાવો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું ઘટે.
૨૧