________________
जैन યુગ
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र
વર્ષ : જૂનું ર૦, નવું ૨ વીરાત્ સં. ૨૪૮૫, વિક્રમાર્ક ૨૦૧૫ ૬ તા. ૧ ફેબ્રુઆરી ૧૯૫૯ ૬ અંક ૪
गुणभवण गहण सुयरयण, भरियं दंसण विसुद्धरत्थाग्गा । संधनयर भदं ते, अखंड चरित्तपागारा ॥
E
- नंदी सूत्र
અર્થ—ગુણરૂપ ભવનોથી ગહન, શાસ્ત્રરૂપ રત્નોથી ભરપૂર, દર્શનરૂપ શુદ્ધ શેરીવાળા અને અખંડ ચારિત્રરૂપ કિલ્લાવાળા હે સંધરૂપ નગર ! તમારું કલ્યાણ હો.
આ પ ણી ક લા સંપત્તિ
મહાકવિ નાનાલાલે ‘ સજાવ્યા જેને રસશણગાર,
લતામંડપ સમ ધર્માંગાર ' એમ કહીને જૈનોની કલાપ્રીતિ, કલાભક્તિ અને કલાસંપત્તિને બિરુદાવી છે.
કોઈ પણ ધર્મપરંપરા જ્યારે લોકસમૂહમાં વિસ્તરવા માંડે છે, ત્યારે એ કેવળ આત્મસાધનાનો વિષમ, દુર્ગમ અને કઠોર માર્ગ બની રહેવાને બદલે એમાં બીજાં બીજાં તત્ત્વોનો પણ પ્રવેશ થવા પામે છે; અને એ રીતે જીવનને લગતી અનેક પ્રવૃત્તિઓની અસર એ ધર્મપરંપરાના કલેવર ઉપર થાય છે, અને એ ધર્મપરંપરાની અસર જીવનની લગભગ બધી પ્રવૃત્તિઓ ઉપર થવા લાગે છે. આ રીતે ધર્મ અને જીવનની ફૂલગૂંથણી થતાં થતાં જે નૂતન માર્ગનું નિર્માણ થાય છે, એ સંસ્કૃતિના નામે ઓળખાય છે.
અને સંસ્કૃતિમાં તો અમુક જનસમૂહની જીવન જીવવાની અને વ્યવહાર સાચવવાની પદ્ધતિનો જેમ સમાવેશ થાય છે, તેમ એમાં તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, સાહિત્ય,
'
ઇતિહાસ અને અનેકવિધ કળાઓ જેવા વિષયોને પણ સ્થાન મળે છે. અને માનવીના જીવનને ધર્મભાવના અને ભક્તિરસનો જ્યારે સંપર્ક થાય છે, ત્યારે પોતાનું સારસર્વસ્વ ધર્મને ચરણે, પોતાના આરાધ્ય ષ્ટિ દેવને ચરણે સમર્પણ કરવાની ઉદાત્ત વૃત્તિ એનામાં જન્મે છે. કળા પણ આ રીતે પોતાનું સમર્પણ કરીને પોતાની જાતને કૃતકૃત્ય કરવા ઝંખી રહે છે. અને એ રીતે કળાનું મુખ માનવીના વૈભવવિલાસના બદલે ધર્મભાવના તરફ વળે છે; અને ધર્મ કે ઈષ્ટ દેવને નામે કળાનાં વિવિધ અને અવનવાં સર્જનોની વિશ્વને ભેટ મળવા લાગે છે.
આવાં કલા-સર્જનો આખી દુનિયામાં મળી આવે છે; અને ધર્મભૂમિ લેખાતા ભારતવર્ષમાં તો એ, જ્યાં જાઓ ત્યાં, ઠેરઠેર વેરાયેલાં મળે છે. ધર્મપરંપરાને અનુલક્ષીને પ્રચલિત થયેલી ભારતની મુખ્ય ત્રણ સંસ્કૃતિઓઃ બ્રાહ્મણુ, જૈન અને બૌદ્ધ ઃ એ ત્રણે સંસ્કૃતિનાં કંઈ કેટલાં અસંખ્ય લેખી શકાય એટલાં, કલાસર્જનો