________________
જેન યુગ
૧૫
ડિસેમ્બર ૧૯૫૯
કાપડ્યિાએ લખ્યો છે (વડોદરા, ૧૯૫૬) અને એના પહેલા ભાગમાં વ્યાકરણ, કોશ, છંદ શાસ્ત્ર, અલંકારશાસ્ત્ર નાટ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, સંગીત, કામશાસ્ત્ર, ગણિત,
જ્યોતિષ, શિલ્પસ્થાપત્ય, આયુર્વેદ, પાકશાસ્ત્ર, આદિ વિષયોને લગતા સાહિત્યનો પરિચય આ૫વામાં આવ્યો છે. આ ગ્રન્થના બીજા ભાગમાં ધાર્મિક સાહિત્યનો પરિચય અપાશે. “લિટરરી સર્કલ ઑફ મહામાત્ય વસ્તુપાલ એન્ડ ઈટ્સ કોન્ટિન્યૂશન ટુ સંસ્કૃત લિટરેચર
એ મારા અંગ્રેજી પુસ્તકનું ભારતીય વિદ્યાભવન, મુંબઈ ૧૯૫૩) ગુજરાતી ભાષાન્તર તાજેતરમાં ગુજરાત વિદ્યાસભાએ પ્રસિદ્ધ કર્યું છે (અમદાવાદ, ૧૯૫૭) અને
એ જ પુસ્તકનું હિન્દી ભાષાન્તર જૈન સંસ્કૃતિ સંશોધક મંડળ, બનારસ તરફથી ટૂંક સમયમાં બહાર પડશે.
બૌદ્ધ નહિ, જૈન ગ્રન્થોના અનુવાદ પણ તિબેટન ભાષામાં થયા હતા. “જ્ઞાનસાર ગ્રન્થાવલિ ”ના પુરોવચન (પૃ. ૧)માં પં. રાહુલ સાંકૃત્યાયને નોંધ્યું છે કે સો કરતાં વધારે અપભ્રંશ કૃતિઓ તિબેટન “તારમાં અનુ દિત થયેલી મળી છે. એમાંની ભાગ્યે જ કોઈ રચના ભારતમાં ઉપલબ્ધ હશે.
મલધાર ગચ્છીય રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશે રચેલો એકાક્ષરી શબ્દોનો કોશ “એકાક્ષરનામમાલા” મુનિ શ્રીરમણિકવિજયજીએ સંપાદિત કર્યો છે, અને રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા માટે તેઓએ તૈયાર કરેલ
એકાક્ષરનામમાલા સંગ્રહમાં તે છપાય છે. કલકત્તાની જૈન તેરાપંથી સભા બીજો એક કોશ–ધનંજ્યકૃત નિઘંટુ સમુચ્ચય' છપાવે છે. એનું સંપાદન ડો. અજિતરંજન ભટ્ટાચાર્યું કર્યું છે.
જયોતિષના વિષયમાં, વ્યુત્પન્ન જ્યોતિર્વિદ મુનિશ્રી વિકાસવિજયજી નરચન્દ્ર ઉપાધ્યાયકૃત “જન્મસમુદ્ર'નું (ઈ. સ. ૧૧૭૮) તે ઉપરની સ્વોપજ્ઞ ટીકા “બેડા” (અર્થાત “હોડી') સમેત સંપાદન કરી રહ્યા છે. અહીં નોંધવું પ્રસ્તુત થશે કે આ નરચન્દ્રસિંહસૂરિના શિષ્ય છે, અને દેશપ્રભસૂરિના શિવ તથા “ન્યાયકન્ડલીટિપશુના કર્તા નરચંદ્રથી તેઓ ભિન્ન છે.
જન યતિઓએ માત્ર જ્યોતિષમાં જ નહિ, આયુર્વેદમાં પણ ભારે પ્રવીણતા મેળવી હતી અને આ બન્ને વિષયો ઉપર ઘણું સાહિત્ય આપણને મળે છે. પરંતુ કેટલાક યતિઓએ સંગીતમાં પણ પ્રવીણતા પ્રાપ્ત કરી હતી એ નોંધપાત્ર છે. ઉપર્યુક્ત સુધાકલશે ઈ. સ. ૧૩૨૪માં “સંગીતોપનિષદ્' ગ્રંથ રચ્યો હતો, અને
સંગીતોપનિષતસાર' એ નામથી તેનો જ સંક્ષેપ ઈ. સ. ૧૭૫૦ માં કર્યો હતો. મૂલ ગ્રંથ તો અત્યારે ઉપલબ્ધ નથી, પણ તેના આ સંક્ષેપનું સંપાદન ગાયકવાઝ ઓરિયેન્ટલ સિરીઝ માટે ડો. ઉમાકાંત શાહ કરી રહ્યા છે. સંગીત વિષેના બીજા કેટલાક જૈન ગ્રન્થો પણ છે. મધ્યકાલીન ભારતમાં રાજદરબારોના સંપર્કને કારણે જૈન યતિઓ આ કલા પ્રત્યે આકર્ષાયા હોય એ તદ્દન સંભવિત છે.
સંસ્કૃત સાહિત્ય વિષેનાં એક બે અભ્યાસ પુસ્તકોનો હું ઉલ્લેખ કરીશ. “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” એ માહિતીપૂર્ણ ગુજરાતી પ્રખ્ય પ્રો. હીરાલાલ
જૈનોના સંસ્કૃત સાહિત્યને લગતા કેટલાક નોંધપાત્ર નિબંધોનો હવે ઉલ્લેખ કર્યું. સિદ્ધર્ષિકૃત “ઉપમિતિભવપ્રપંચ કથા માં પ્રયોજાયેલી કેટલીક વહીવટી પરિભાષાની ચર્ચા ડૉ. દશરથ શર્માએ કરી છે. (“મરુ ભારતી', પૃ. ૭, અંક ૨, જુલાઈ ૧૯૫૯). પ્રો. હીરાલાલ કાપડિયાએ સંસ્કૃત અને પ્રાકૃત કવિતામાં ગૂઢ ચિત્ર વિષે લખ્યું છે (વિદ્યા, ગુજરાત યુનિવર્સિટીનું સંશોધન-સામયિક, પુ. ૨, અંક ૧, ૧૯૫૭) તેમ જ કવિકલ્પિત વસ્તુઓ પરત્વે જૈન લેખકોના ઉલ્લેખો એકત્ર કર્યા છે (૧ જર્નલ ઓફ ધી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ', પૃ. ૮, અંક ૧, સપ્ટેમ્બર ૧૯૫૮). સોમદેવસરિત “યશસ્તિલચંપૂમાંથી નોંધપાત્ર શબ્દોની સૂચિ છે. ઈ. ડી. કુલકર્ણીએ આપી છે. (બુલેટિન ઑફ ધી ડેક્કન કૉલેજ રિચર્સ ઈન્સ્ટિટયૂટ', પુ. ૧૮, જાન્યુઆરી ૧૯૫૭). “ વ્યક્તિવિવેક”ના કર્તા મહિમભટ્ટનું “કાવ્યાનુશાસનકાર આચાર્ય શ્રી હેમચન્દ્ર ઉપરનું અણુ દર્શાવવાનો પ્રયાસ શ્રી. ત્રિલોકનાથ ઝાએ કર્યો છે (જર્નલ ઓફ ધી બિહાર રિસર્ચ સોસાયટી, પુ. ૪૩, અંક ૧-૨, માર્ચ-જુન ૧૯૫૭). ડૉ. વી. એમ. કુલકર્ણીએ આચાર્ય શ્રી હેમચન્દ્ર વર્ણવેલ સીતારાવણ કથાનક વિષે લેખ આપ્યો છે. (જર્નલ ઓફ ધી
ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ, પૃ. ૭, અંક ૩, માર્ચ ૧૯૫૮) અને શ્રી. જયંત ઠાકરે અચાર્ય શ્રી હેમચન્દ્રના “યાશ્રય” મહાકાવ્યનું ઐતિહાસિક મહત્ત્વ દર્શાવ્યું છે (“આચાર્ય શ્રીવિજયવલભસૂરિ મારક ગ્રન્થ'). ભરૂચના રાજા શંખ ઉપર મહામાત્ય વસ્તુપાલનો વિજય વર્ણવતા,