________________
ી જેને શ્વેતામ્બ૨ કૉન્ફર
કાર્યાલય પ્રવૃતિની ટૂંક નોંધ (કૉન્ફરન્સ કાર્યાલય દ્વારા)
“ મધ્યમવર્ગ ઉત્થાનના માર્ગો ’
અને
। જૈનયુગ 1 ઈનામી નિબંધ
“ જૈનયુગ ” વ્યવસ્થાપક મંડળ તરફથી મધ્યમવર્ગ ઉત્થાનના માર્ગો ’~એ વિષય ઉપર ચોક્કસ નિયમાધીન હિંદી, ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં ઈનામી નિબંધ માંગવામાં આવ્યા હતા. પરિણામે ૨૫ વ્યક્તિઓ તરફથી આવેલા નિબંધો તપાસી નીચે પ્રમાણે પરિણામ જાહેર કરવામાં આવેલ છેઃ~~~
પ્રથમ ઇનામ રૂ. ૧૫૩
શ્રી રજનીકાંત સુરેશ ગાંધી, વડોદરા
દ્વિતીય ઇનામ રૂ।. ૧૦૦)
શ્રી રતિલાલ મકાભાઈ શાહ, માંડલ
તૃતીય ઇનામ રૂટ. યુનુ
શ્રી ફુલચંદ હરિચંદ દોશી, પાલીતાણા
ભાગ લેનાર પૂજ્ય મુનિવર્ય અને ભાઈ ખહેનોનો આભાર માનીએ છીએ, વિજેતાઓને ઈનામની રકમ મોકલી આપવામાં આવી છે.
શ્રી ડાહ્યાભાઈ બાલાભાઈ કોરા સ્મારક નિબંધ
શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ તરફથી સ્વ. શ્રી ડાહ્યાભાઈ બાલાભાઈ કોરા સ્મારકની યોજનાનુસાર “ પ્રભાવિક પુરુષો ” (તીર્થંકર અને કેવળી સિવાય) એ વિષય ઉપર નિબંધો માંગવામાં આવ્યા હતા. કુલ ચાર નિબંધો ખોર્ડને મળ્યા હતા જે (૧) શ્રી પ્રાણજીવનદાસ હ. ગાંધી (ર) શ્રી ફત્તેચંદ ઝવેરભાઈ શાહ (૩) શ્રી પ્રસન્નમુખભાઈ સુરચંદ્ર બદામી (૪) શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી અને (૫) શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરાની નિયુક્ત કરેલી સમિતિએ તપાસ્યા હતા. આ સમિતિના અભિપ્રાયાનુસાર આવેલા નિબંધો
૪
પ્રાયઃ નિયત કરેલા વિષય કે તેના નિયમોને ન્યાય આપનાર જણાયા નથી. અભ્યાસ કે વિષયવિવરણની દૃષ્ટિએ લેખકોએ કરેલ માત્ર પ્રયાસ સ્તુત્ય લેખી શકાય. સમગ્ર દષ્ટિએ વિચારણા પછી શ્રી હિમાચલાતેવાસી મુમુક્ષુ શ્રી ભવ્યાનંદવિજયજી મહારાજ (વ્યા. સાહિત્યરત્ન) તરફથી પ્રાપ્ત થયેલ નિબંધ પ્રથમ કક્ષાનો લેખી પુસ્તકો વહોરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રી શ્રાવક શ્રા, ઉ કુંડ અને કેન્દ્ર સહાય
કૉન્ફરન્સની શ્રી શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ ફંડની યોજનાનુસાર સંવત્ ૨૦૧૫ના વર્ષની સહાયઅર્થે આવેલી માંગણીઓ વિચારી નીચે પ્રમાણેની રકમો કેન્દ્રોને મોકલવામાં આવી છે :-~~
(૧) વડોદરા રૂા. ૫૦૦) (૨) ઊંઝા રૂા. ૨૦૦J-બન્નેને આખા વર્ષના પૂરા.
(૩) ખોરસદ રૂા. ૩૦૦૩ (૪) જંડિયાલાગુરૂ શ. ૫૦૦]–બન્નેને પ્રથમ હપ્તાના.
(૫) દહેગામ રૂા. ૪૦૦૩ (૬) જુનાગઢ રૂા. ૩૫૦Jબન્નેને બીજા હપ્તાના પૂરા.
બીજી સમિતિઓ પાસેથી અપૂર્ણ વિગત કે હિસાબ વગેરેના અભાવે બીજા હપ્તા વગેરેની રકમો મોકલી શકાઈ નથી. તેઓનું પત્રદ્વારા કૉન્ફરન્સે તે તરફ ખાસ લક્ષ ખેંચેલ છે.
સામાન્ય સભાસદો
શ્રી પર્યુષણુપર્વ પ્રસંગેની વિજ્ઞપ્તિના જવાબમાં નીચે પ્રમાણેના સભ્યો નોંધાયા છે તે બદલ સંસ્થા આભારી છે.
અગાઉ નોંધાયેલા ૩૬૨ (૧) શ્રી અચુભાઈ દલપતભાઈ પરી, રાધનપુર દ્વારા ૬૦, (૨) ડૉ. વલ્લભદાસ નેણુશીભાઈ, મોરખી દ્વારા ૬૧, અને (૩) શ્રી ભીમજી દામજી શાહ, લાકડીઆ દ્વારા ૨૫, કુલ સભ્યો ૫૦૮.