________________
ડિસેમ્બર ૧૯૫૯
જૈન યુગ
અભિલાષા આ રીતે પૂરી થતી જોઈને અમને એક પ્રકારનો આત્મસંતોષ થાય છે.
આજે પોતાની આ અભિલાષાને સફળ થતી જેવાને પૂજ્ય આચાર્ય મહારાજ પોતે આપણી વચ્ચે હયાત નથી એનું અમને ખરેખર ઊંડું દુઃખ થાય છે. તેઓશ્રી તો જિંદગીની છેલ્લી પળ સુધી સમાજસેવાની અને જૈનોની એકતાની ભાવના સેવીને અને એ દિશામાં પોતાથી બનતો પ્રયત્ન કરીને પોતાની જાતને કૃતકૃત્ય કરી ગયા છે; એટલે એમના જેવા મહાપુરુષને ઝાઝી આશા-અપેક્ષા જેવું ન હોય એ સ્વાભાવિક છે; પણ જે અત્યારે તેઓ હયાત હોત તો એમનો આત્મા અવશ્ય ખૂબખૂબ રાજી થાત અને સંતોષ અનુભવત; એટલું જ નહીં, પણ આ અધિવેશનને સફળ બનાવવામાં એમની ઉપસ્થિતિ સાચેસાચ એક અદ્ભુત મંત્રશક્તિ જેવી પ્રેરક અને કાર્યકર સાબિત થાત.
આમ છતાં આપણે એટલી આશા જરૂર રાખી શકીએ કે એમણે લાંબા સમય સુધી આપણને સમાજસેવાની જે પ્રેરણા આપ્યા કરી છે એ પ્રેરણા આપણને એમની પુણ્યસ્મૃતિમાંથી નિરંતર, અને આ અધિવેશન મળી રહ્યું છે તે પ્રસંગે, વિશેષ કરીને અવશ્ય મળતી રહેશે.
કોન્ફરન્સને પ્રગતિશીલ બનાવવાનો જ્યારે પણ વિચાર આવે છે ત્યારે સદગત આચાર્ય મહારાજની
મૃતિ આપણને થઈ આવ્યા વગર રહેતી નથી. કોન્ફરન્સના જીવન સાથે તેઓશ્રીનું જીવન એવી રીતે ખૂબ સંકળાયેલું હતું. તેમાંય જ્યારે એકવીસમું અધિવેશન તેના વિશેષ કર્તવ્યક્ષેત્રરૂપ વીરભૂમિ પંજાબમાં મળી રહ્યું છે ત્યારે તો એમનું આપણને સવિશેષ
સ્મરણ થઈ આવે એ સ્વાભાવિક છે. અમે આ પ્રસંગે તેઓશ્રીના પવિત્ર આત્માને ભાવપૂર્વક વંદન કરીએ છીએ. ( કોન્ફરન્સનું આ અધિવેશન પંજાબમાં ભરવાના નિર્ણયથી પંજાબના જૈન સંઘમાં કેટલો આનંદ અને ઉત્સાહ વ્યાપી રહ્યો છે તે નીચેનાં લખાણ ઉપરથી સહેજે સમજી શકાશે.
આ સમાચારની પહેલવહેલી જાહેરાત દિવાળી પહેલાં, પંજાબની શ્રી આત્માનંદ જૈન મહાસભાના મુખપત્ર “વિજ્યાનંદ” માસિકના તા. ૧૬-૧૦-૧૯૫૯ના અંકમાં, મહાસભાના મંત્રી શ્રી પૃથ્વીરાજજી જૈન, એમ. એ. ના લેખથી કરવામાં આવી હતી. આ લેખમાં
પંજાબના શ્રી સંધને હર્ષના સમાચાર આપતાં ભાઈશ્રી પૃથ્વીરાજજી કહે છે કે –
* * વિજયાનંદ’ના વાચકો અને પંજાબ શ્રી સંઘને એ જાણીને ભારે હર્ષ અને સંતોષ થશે કે અખિલ ભારતીય જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું આવતું અધિવેશન અને ૧૯૬૦ના માર્ચ-એપ્રિલમાં ભરવાનું નકકી થઈ ગયું છે.
સ્વ. ગુરુદેવ શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજીની અંતિમ ઉત્કટ અભિલાષા એ હતી કે કૉન્ફરન્સનું અધિવેશન પંજાબમાં ભરાય......તેથી કોન્ફરન્સની કાર્યવાહક સમિતિએ એમની એ ભાવના ઉપર ફૂલ ચડાવીને પંજાબ શ્રી સંઘનું બહુમાન કર્યું છે; અમે એ માટે એમના આભારી છીએ......નિમંત્રણનો સ્વીકાર થવાથી આપણું ઉપર જે કર્તવ્યનો ભાર આવી પડ્યો છે, એને પૂર્ણ કરવામાં આપણે ત્યારે જ સફળ થઈ શકીએ, જયારે પંજાબ શ્રી સંઘ સાથે જોડાયેલ ચતુવિધ શ્રી સંઘનો એકે એક સભ્ય “ફૂલ નહીં તો ફૂલની પાંખડી” એ ન્યાયે પોતાનો સહકાર આપવાનો અત્યારથી જ નિશ્ચય કરે... તેથી અમે શ્રી સંઘનાં આબાલવૃદ્ધ બધાં ભાઈ-બહેનોને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેઓ અત્યારથી જ પોતાની બુદ્ધિ અને શક્તિને આ અધિવેશનને સફળ બનાવવાના કામમાં લગાવી દે.”
આ પછી આના જ અનુસંધાનમાં “વિજ્યાનંદના તાજેતરમાં પ્રગટ થયેલ તા. ૧૬-૧૧-૧૯૫૯ ના અંકમાં ભાઈશ્રી પૃથ્વીરાજજી લખે છે કે
(કોન્ફરન્સના અધિવેશનને સફળ બનાવવાની પ્રાથમિક વિચારણા કરવા માટે) શ્રી આત્માનંદ જૈન મહાસભાની કાર્યવાહક સમિતિની એક સભા તા. ૨૫-૧૦-૧૯૫૯ના રોજ પટ્ટીમાં પૂજ્ય મુનિશ્રી પ્રકાશવિજયજીની હાજરીમાં લાલા શ્રી મેંઘરાજજીના પ્રમુખપદે મળી હતી. આમાં વિચારવિનિમય કરવામાં સાથ આપવા માટે જરા, અમૃતસર, અંડિયાલા, લુધિયાણા, હોશિયારપુર વગેરે સ્થાનોના કેટલાક ભાઈઓને પણ બોલાવવામાં આવ્યા હતા. પટ્ટીના આગેવાન કાર્યકરો પણ હાજર હતા. બધાના મનમાં આ અધિવેશનને સફળ બનાવવાનો ઘણો ઉત્સાહ છે. આમાં પ્રારંભિક કાર્યો અંગે કેટલાય મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા; અને સાથોસાથ આચાર્ય શ્રીવિયસમુદ્રસૂરીશ્વરજીને વિનંતી કરવાનું નકકી કરવામાં આવ્યું કે તેઓ સાધુ-સાધ્વીઓને પંજાબ તરફ વિહાર કરવાની પ્રેરણા આપે. સ્વાગત સમિતિએ