________________
જેન યુગ
૩૩
નવેમ્બર ૧૯૫૦
હતો. પણ આજે એનું અંતર આવા કોઈ વિચારને તાબે થવા તૈયાર ન હતું. આંગણે આવેલા અતિથિ તો દેવતા ગણાય. ધર્મશાસ્ત્રોની એ આજ્ઞા : તો પછી એમને જાકારો શી રીતે અપાય? અને તેમાંય આ તો જેવા જ્ઞાની તેવા જ સંયમી.
પછી તો એમણે ખૂબ વિદ્યાવાર્તા અને શાસ્ત્રચર્ચા કરી. બંને આચાર્યોએ પોતાની વાત સમજાવતાં રહ્યું કે: “મૂળ તો અમે વેદધર્મના ઉપાસક. પણ શ્રમણ ધર્મની અહિંસાથી આકર્ષાઈને અમે આ ધર્મનો ભેખ સ્વીકાર્યો છે.”
પુરોહિત પણ ભારે સમજદાર અને ઉદાર. એણે કહ્યું, “ સોનું તો ગમે ત્યાંથી પણ લઈ શકાય. એમાં મારાતારાને સ્થાન ન હોય !”
પછી તો અન્ય વિદ્વાનોને પણ સોમેશ્વર દેવે પોતાને ત્યાં આમંત્ર્યા અને બધાએ આ આચાર્યો સાથે ખૂબ જ્ઞાનગોષ્ઠી કરી. બન્ને શ્રમણોનાં જ્ઞાન, સરળતા, સહેંદયતા અને ધ્યેયનિષ્ઠાએ સૌના અંતર ઉપર ભારે અસર કરી. સૌનાં હૃદય ખૂબ સંતુષ્ટ થયાં, અને એક અનુપમ આહ્વાદ અનુભવી રહ્યાં. બ્રાહ્મણત્વ અને શ્રમણત્વની સરિતાઓનો જાણે ત્યાં સુભગ સંગમ થઈ ગયો. આમાં તો બ્રાહ્મણો ઉદાર કે શ્રમણો ઉદાર, એ કળવું જ મુશ્કેલ બની ગયું. જેના અંતરનાં દ્વાર ઊઘડ્યાં એ સૌ ઉદાર !
પણ એટલામાં તો ત્યવાસીઓને ખબર પડી ગઈ કે બે સુવિહિત આચાર્યો પાટણમાં આવ્યા છે અને કોઈએ એમને ઉતારો નહીં આપવા છતાં, પુરોહિત સોમેશ્વર દેવે પોતાની આજ્ઞા કે અનુમતિ મેળવ્યા વગર એમને પોતાને ત્યાં ઉતારો આપ્યો છે !
એમને થયું આ તો અમારા અબાધિત અધિકારમાં હસ્તક્ષેપની વાત. આ કેવી રીતે ચલાવી લેવાય? અને આમ ચાલવા દેવાય તો તો ડોશી મરે એના ભય કરતાં જમ ઘર દેખી જાય એનો ય એમને વધારે લાગ્યો ! જો આજે આટલી વાત તરફ આંખ આડા કાન કરીએ તો ભવિષ્યમાં એ અનેક, દોષોને ઉત્પન્ન કરે, અને છેવટે અમારી સત્તા જ જોખમમાં મુકાઈ જાય. માટે રોગ અને શત્રુને તો ઊગતો જ ડામો સારો !
અને સત્તાના મદ આગળ સાધુતાનો વિચાર તો એમના અંતરમાંથી ક્યારનોય સરી ગયો હતો, એટલે આવું પગલું ભરતાં અંતરખવાનો તો કોઈ ભય જ ક્યાં હતો ?
તાબડતોબ ચૈત્યવાસીઓના માણસો પુરોહિત સોમેશ્વરને ત્યાં પહોંચી ગયા અને એમને ચેતવી રહ્યા :
પુરોહિતજી, આપ તો જાણો જ છો કે ચૈત્યવાસીઓની અનુમતિ વગર કોઈ પણ સુવિહિત શ્રમણને આશ્રય આપવો એ ગુનો છે. રાજયે અમને આપેલ આ અમારો અબાધિત અધિકાર છે; અને એનું ઉલ્લંઘન કરવાનો કોઈને અખત્યાર નથી.”
સોમેશ્વર દેવ સ્વસ્થપણે સાંભળી રહ્યા. આવી વાતમાં જીભાજોડીમાં ઊતરવું એમને મુનાસીબ ન લાગ્યું.
આવનારાઓએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું : “આપ તો સમજુ અને શાણા છો, એટલે આવો ગુનો કરવો આપને ન શોભે. આપ સત્વર એ શ્રમણોને આપને ત્યાંથી વિદાય કરી દો!”
પુરોહિતજીએ ટૂંકો જ જવાબ વાળ્યો: “આ વાતનો ન્યાય રાજય કરશે. તમારે જે કહેવું હોય તે ત્યાં જઈને કહો.”
ચયવાસીઓને માટે તો આ પ્રાણપ્રશ્ન હતો. જે થોડીક પણ ઢીલાશ દેખાડાય તો એનું પરિણામ ભવિષ્યમાં શુંનું શું આવે! અને બધી સત્તા નામશેષ બની જાય.
એમણે રાજદરબારે ફરિયાદ કરી અને વનરાજ ચાવડાના સમયથી ચાલ્યા આવતા પોતાના અધિકારનું જતન કરવા રાજા દુર્લભરાજ પાસે માગણી કરી.
લોકોનાં મનમાં પણ કુતૂહલ જાગ્યું. બીજે દિવસે ભરચક રાજસભામાં આ વાતનો વિચાર શરૂ થયો. પુરોહિત સોમેશ્વરે પોતાની વાત મુકી; ત્યવાસીઓએ રપૂર્વક પોતાની વાત રજૂ કરી.
સોમેશ્વર દેવે કહ્યું : “આવા સુવિહિત શ્રમણોને આખા નગરમાં ક્યાં સ્થાન ન મળ્યું અને તેઓ મારે આંગણે પધાર્યા. મેં શાસ્ત્રજ્ઞા અને ગુણગ્રાહક દૃષ્ટિએ એમને મારે ત્યાં ઉતારો આપ્યો. એટલામાં ચિત્યવાસીઓના માણસો મારે ત્યાં આવીને બન્ને સુવિહિત શ્રમણોને વિદાય કરી દેવાનું કહેવા લાગ્યા. મેં એમની વાત ન સ્વીકારતા રાજય પાસે ન્યાયની માગણી કરી. આમાં દોષ ક્યાં એ જ સમજવું મુશ્કેલ છે. અને છતાં આમાં કંઈ દોષ થતો ભાસતો હોય તો તે મારા અતિથિનો નહીં, પણ મારો પોતાનો સમજીને એની સજા મને કરવામાં આવે.”