________________
ઘર્મ શુદ્ધિ નો પ્રયોગ
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
દેવમંદિર કે શું રાજપ્રાસાદ, શું હવેલી કે શું ઝૂંપડું અને શું ઘર કે શું આંગણું, ગમે તે સ્થાન હોય, પણ એને સાફ રાખવા રોજે રોજ સફાઈ કરવી જ પડે. એક દિવસ પણ સંઝવારી ન કાઢો તો તેટલો કચરો ભેગો થઈ જ જવાનો.
એ જ રીતે શું ધર્મમાર્ગ કે શું વ્યવહાર માર્ગ, શું વિદ્યાક્ષેત્ર કે શું વ્યાપારક્ષેત્ર અને શું સેવાવૃત્તિ કે શું ત્યાગવૃત્તિ. જીવનનું ગમે તે ક્ષેત્ર લ્યો, એમાં વિચાર અને આચારની શુદ્ધિ માટે હમેશાં ખબરદારી રાખવી જ પડેનહીં તો અજ્ઞાન, અંધશ્રદ્ધા, અહંકાર અને વહેમને કારણે કંઈક એવાં જાળાં-ઝાંખરાં જામી જવાનાં કે એ સાચનો માર્ગ ચૂકવી દેવાનાં; અને માનવી કંઈકને બદલે કંઈક મેળવવામાં લાગી જવાનો ! જરાક ચૂક્યા કે સુવર્ણને બદલે પિત્તળ અને શિષ્ય ને બદલે કથીર આવી જ ગયું સમજો.
લોકજીવનમાં ધર્મને નામે હિંસાએ, ઊંચનીચપણાએ હુંસાતૂસીએ, મારાતારાપણુએ કે વાડાબંધીએ જે ઘર કર્યું હતું એની સામે ભગવાન મહાવીરે સજજડ જેહાદ જગાવી હતી, અને જાણે આત્મસાધનાના ધર્મમાર્ગને બંધનમુક્ત કર્યો હતો. ભગવાન બુદ્ધે પણ આ દિશામાં પુરુષાર્થ કરવામાં કશી કમીના નહોતી રહેવા દીધી. સમગ્ર માનવજાતના ઉદ્ધારનો એ સુવર્ણયુગ હતો.
પણ સૌરભ પ્રસરાવતું પુષ્પ પણ જો એમ ને એમ રાખી મુકાય તો ગંધાઈ ઊઠયા વગર ન રહે. ધર્મમાર્ગમાં પણ આવા તબક્કા સમયે સમયે આવતા જ રહ્યા છે; અને એને વખતે કોઈક પુરુષાર્થી પુણ્ય પુરુષે એ માટે કમર કસવી પડે છે. , નવ-દસ સૈકા પહેલાંના આવા જ એક શિથિલાચારના યુગમાં આ કથાનો આરંભ થાય છે.
ગુર્જર રાષ્ટ્રમાં ચાવડા વંશનો અંત આવ્યો હતો અને ચૌલુક્ય વંશ (સોલંકી વંશના પ્રથમ રાજવી તરીકે મૂલરાજ દેવે ગુર્જરદેશનું અધિનાયકપદ સંભાળ્યું હતું, એ
વાતને પણ સાઠ ઉપરાંત વર્ષ વીતી ગયાં હતાં. અને પાટણની ગાદી ત્યારે, મૂળરાજદેવની ચોથી પેઢીએ, દુર્લભરાજ સંભાળતા હતા. વિ. સં. ૧૦૬૬ પછીનો એ સમય.
છેક વીર વનરાજથી આરંભીને જૈન શ્રમણો ગૂર્જરરાષ્ટ્રના ઘડતરમાં અને યોગક્ષેત્રમાં પોતાનો સાથ અને સહકાર આપતા રહ્યા હતા. શ્રમણોના આ રાષ્ટ્રસેવાના કાર્ય રાજ્યો અને રાજાઓને એમના પ્રત્યે ભક્તિશીલ બનાવ્યાં હતાં. અને સમય જતાં સિંહણના દૂધસમી આ ભક્તિને જીરવવામાં કેટલાક શ્રમણ કાચા સાબિત થયા; અને એમાંથી ચૈત્યવાસે જોર પકડયું.
આત્મશુદ્ધિ અને આત્મસાધના માટે રચવામાં આવેલાં વીતરાગનાં જિનમંદિરો શ્રમણોનાં વાસસ્થાનો બની ગયાં હતાં; અને એ માર્ગ ભૂલ્યા શ્રમણો રાજસિક વૃત્તિના ફંદામાં ફસાઈને ઠાઠમાઠ, દેહની આળપંપાળ અને વાસનાપૂતિના માર્ગે વળી ગયા હતા. એમનું મન રાજા-મહારાજા જેવા વૈભવોમાં રાચતું થયું હતું.
અહિંસા, સંયમ, તપ, ત્યાગ અને તિતિક્ષાનો માર્ગ ભુલાઈ ગયો હતો, ભુલાતો થતો હતો, અને છતાં ધર્મના નાયકપણાનો ભારે આડંબર રચાતો હતો. ધર્મ ભુલાઈ ગયો હતો, છતાં ધર્મની જ દુહાઈ આપવામાં આવતી હતી.
જેમ પાટણમાં ચૈત્યવાસે આ સ્થિતિ સર્જી હતી, તેમ બીજાં બીજાં સ્થળોએ પણ એનો ચેપ લગાવ્યો હતો. ભારવાડમાં કુર્યપુર (કચેરા)માં પણ આવી જ એક ચિત્યવાસીઓની ગાદી હતી, અને તેના તે સમયના ગાદીપતિ શ્રી વર્ધમાનસૂરિ હતા. ચોર્યાશી જિનમંદિરો એમની નિશ્રામાં હતાં.
પણ વર્ધમાનસૂરિ તો આત્માથી પુરુષ. આ ઠાઠમાઠ, આ પરિગ્રહ અને આ ભોગ-વૈભવ સાથે એમના મનનો મેળ ન બેઠો. ત્યાગીજીવનમાં આ બધું
એમને કેવળ આળપંપાળરૂપ જ લાગ્યું. ૩૦