________________
જૈન યુગ
નવેમ્બર ૧૯૫૯
ગુજરાત જ નહિ, હિતુ દેશ-પરદેશના વિદ્વાનો આવી સંશોધન અને અધ્યયન કરી શકે તેવી સામગ્રી એકત્ર કરવાનો સંકલ્પ છે. આ સંકલ્પના અનુસંધાનમાં આ વિદ્યામંદિરને આ વ્યાખ્યાતા તેમ જ આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી, ૫. શ્રી કીર્તિમુનિજી, ખેડા જૈન શ્રીસંઘ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી-અમદાવાદ આદિ તરફથી નાના-મોટા કીમતી સંગ્રહો ભેટ મળ્યા છે. તેમ જ એ ઉપરાંત વિદ્યામંદિરની કાર્યવાહક સમિતિની અનુમતિથી અને વિદ્યામંદિરને ખર્ચ લગભગ ત્રણ હજાર નવા કીમતી ગ્રંથો ખરીદ્યા છે, જેમાં ક૯પસૂત્રો, સંગ્રહણી, શ્રીચંદ્રનરિત્ર, કુણારર્સમવન , નરસિંહ મહેતાનું મામેરું, સ્તરોન વિધિસી, ઢોલામારુ, ગીતા, બાદશાહી-ચિત્રાવલી અને વિજ્ઞપ્તિપત્ર આદિ
વત્ર ગ્રંથો પણ છે. સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય ઉપરાંત રાજસ્થાની, વ્રજભાષા, સંતવાણી અને ભક્તિસાહિત્ય પણ આમાં સમાય છે. જિનેન્દ્રબુદ્ધિન્યાસ, માધવીયધાતુવૃત્તિ, અણુભાષ્ય, દિગંબર આચાર્યકૃત માગધીસંસ્કૃત, અપભ્રંશ ભાષાના મહત્વના ગ્રંથો, દાર્શનિક સાહિત્ય, આદિની પ્રાચીન નકલો ખરીદવામાં આવી છે. વેદ, ઉપનિષદો, ભાગવત, રામાયણ અવતારચરિત, આદિ જેવા મહા કાવ્યગ્રંથો અને એ ઉપરાંત આયુર્વેદ, જ્યોતિષ, રત્નપરીક્ષા, વ્યાકરણ કોષ, અલંકાર, છંદ, કાવ્ય, નાટક, આદિ ગ્રંથોનો સંગ્રહ પણુ છે. આમાંના કેટલાક ગ્રંથો એવા પણ છે, કે જે તદ્દન અપૂર્વ જ છે. રમલ વિશે ગુરુમુખી લિપિમાં લખાયેલ ગ્રંથોનો મોટો સંગ્રહ પણ આમાં છે. વહીવંચાનાં ઓળિયાં અને કચ્છના રાવોના ઇતિહાસનો ચોપડો તેમ
• પા. ૧૩ ઉપર યાદીના ઉલ્લેખ છે તે અત્રે પ્રગટ કરેલ નથી.
– સંપાદક જૈનયુગ'
જ જફરનામા જેવી સામગ્રી પણ છે. સમયસુંદરપાધ્યાયુના હસ્તાક્ષરમાં લખાયેલી એમની પોતાની કૃતિઓ,
સ્ત્રી કવિઓ કૃત અધિકમાસમાહા... જેવી રચનાઓ પણ છે. ગીતગોવિંદના અનુકરણરૂપ રામજીતશોવિંદ્ર,
રે વગંધ, આદિની પ્રતિઓ પણ છે. આ ઉપરાંત કૃષ્ણ ભગવાનનાં દર્શન કરવા માટેની કાવડ, જ્યોતિષ માટે ઉપયોગી ચૂડીઓ, વગેરે સાધનો પણ છે.
આ વ્યાખ્યાતા તરફથી અને પાલણપુરના જૈન શ્રી સંઘ તરફથી મહત્ત્વની પ્રાચીન મૂર્તિઓનો એક સંગ્રહ પણ આ વિદ્યામંદિરને પ્રાપ્ત થયો છે.
આ વિદ્યામંદિરે સંશોધનને લગતી વિવિધ સામગ્રી, વિશાળ હસ્તલિખિત અને મુદ્રિત ગ્રન્થસંગ્રહ એકત્ર કરવાનું કામ અત્યારે હાથ ધરેલું છે. એ સાથે ડિસેમ્બર મહિનામાં આવનાર મુખ્ય સંચાલક ભાઈ શ્રી દલસુખ માલવણિયા અને અત્યારે વિદ્યામંદિરનું સંચાલન કરતા ઉપસંચાલકોએ મળીને જૈન આગમોના ઈન્ડેકસ ”નું કાર્ય કરવાનું છે. શેઠ શ્રી કસ્તૂરભાઈએ
જ્યાં સુધી વિદ્યામંદિરનું પોતાનું મકાન તૈયાર ન થાય ત્યાં સુધી એને વાપરવા માટે પાનકોર નાકાનું પોતાનું મકાન ઉછીનું આપ્યું છે. ત્યાં રહીને સંસ્કૃતિ વિદ્યામંદિરને લગતું દરેક કાર્ય કરવામાં આવે છે.
આ પ્રમાણે આજે ગુજરાતમાં જુદી જુદી સંસ્થાઓ વિશિષ્ટ રીતે કાર્ય કર્યું જાય છે. આ સંસ્થાઓ પોતપોતાની યોજનાઓ ઘડી, એક બીજી સંસ્થામાં કામ બેવડાય નહિ એ રીતે કામ કર્યું જાય અને એ રીતે ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની વિવિધ શાખાઓને ઉત્તરોત્તર વધુ ઉન્નતિ તરફ લઈ જાય એ ભાવના સાથે આપે મને આપેલા ભાન માટે આભારની લાગણી વ્યકત કરી આ વ્યાખ્યાન પૂર્ણ કરું છું.
ગુજરાત નહિ એ રીતે પડી, એ આ સંસાર