SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ સામગ્રી પ્રાપ્ત છે, જેનું અધ્યયન અને પૃથક્કરણ અનેક રીતે ઉપયોગી છે. ીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, કે કરનાચાએ રચેલા અને લખાવેલા અંષોની પ્રાપ્તિો અને પુષ્પિકાઓમાં એમણે ઘણી પણી ભાખતોના ઉલ્લેખો કરી. ઐતિહાસિક સામગ્રીનો ખૂબ જ સંવ કર્યાં છે. પ્રાચીન કાળથી જ જૈનાચાર્યોની આ એક દૃષ્ટિ હતી. એ જ કારણ છે કે સાંપ્રદાયિક દૃષ્ટિ રાખવા છતાં એમનાં લખાણોમાં અનેક રીતે ઉપયોગી બને તેવી સામગ્રીઓ અનાયાસે જ આવી છે. પા ગુજરાતના ઇતિહાસની સાધનસામગ્રીમાંથી પણ જો જૈન ગ્રંથો, પ્રબંધો, શિલાલેખો, રાસાઓ આદિ બહુમૂલ્ય સાધનોને બાદ કરવામાં આવે તો ગુજરાતના ઇતિહાસની કડીઓ સાંધવાનું કામ દુર્ઘટ જ નહિ, અશકય જ અની જાય. ઇતિહાસની સામગ્રીમાં ગ્રંથસ્થ સાહિત્ય મોટી સામગ્રી પૂરી પાડે છે, તેમ છતાં ઉત્કીર્ણ લેખો અર્થાત્ શિલાલેખ, તામ્રપત્ર, સિક્કાઓ આદિમાંથી મળતી માહિતી પણ ઇતિહાસ માટે ઘણી ઉપયોગી છે, જે દ્વારા કેટલીકવાર ઉપલબ્ધ સાહિત્યિક વિગતોની તુલના અને ચકાસણી કરવાનો અવસર પણ મળે છે. આ ઉપરાંત પાટણ અમરેલી, કામરેજ, ભાકોટા, વડનગર આદિ સ્થાનોમાંથી અન્વેષણ અને ઉત્ખનન દ્વારા પ્રાપ્ત થતા મારતો, શિલ્પકૃતિઓ, વાસણો, આયુધો, સિક્કાઓ, દેહાવશેષો આદિ પુરાતન અવશેષો દ્વારા ઐતિહાસિક કાળના સાંસ્કૃતિક પ્રતિહાસને પરીક્ષક અને પૂરક એવી સામગ્રી મળી છે. ખાસ કરી લોથલ, રોડી, સોમનાથ. ખાદિમાંથી પ્રાગૈતિહાસિક અને આદ્ય ઐતિહાસિક કાળની સંસ્કૃતિ વિશે ઘણી ઉપયોગી માહિતી મળી છે. આજ સુધીમાં આપણા ગુજરાતના આશિક નિવાસ વિશે ફાર્બસ, હૈં. ભગવાનલાલ છે, શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી, શ્રી. રસિકલાલ છો. પરીખ, પ્રૉ. કોમિસરિયેટ, શ્રી. રત્નમણિરાવ, ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી આદિએ ધણા જ મહત્ત્વના પ્રયત્નો કર્યાં છે. ગુજરાત વિદ્યાસભાએ * પુરાણોમાં ગુજરાત' (ભૌગોલિક ખા) અને જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' જેવા આકરગ્રન્થ તૈયાર કરાવી આ દિશામાં કેટલીક ઉમતી સામગ્રી પૂરી પાડી છે. વળી કે વસ્તુપાલ અને મૅનું સાહિત્યનાળ તૈયા : ૧ટ નવેમ્બર ૧૯૫૯ કેટલાક મહાનિબંધો દ્વારા પશુ કેટલીક અભ્યાસનું સામગ્રી તૈયાર થતી જાય છે. વડોદરાની સ્થળનામસંસદે પણ એક મહત્ત્વનું કાર્ય હાથ ધર્યું છે, તે પણ આપણા પ્રતિાસની પૂર્તિનું મહત્વનું અંગ છે. આમ છતાં ઉપર જણાવેલાં સાધનસામગ્રી તેમ જ પ્રસહઅપ્રસિદ સાિિત્યક કૃતિઓનો વિશે અભ્યાસ કરી એમાંથી ગુજરાતના સામાન્યતઃ રાજકીય અને વિશેષતઃ સાંસ્કૃતિક ઇતિહાસની માહિતી તારવવા પૂર્વક ગુજરાતનો સળંગ ઇતિહાસ તૈયાર થાય છે. આાના ગુજરાત માટે જરનું છે. આપણી ભાષામાં મુદ્રા-સિક્કા, શિલ્પકળા, ચિત્રકળા, ભાષાઓ, કવિઓ, આદિ વિશેનું સાહિત્ય લગભગ નહિ જેવું છે. ચિત્રકળાના વિષયમાં ભાઈશ્રી. સારાભાઈ નવાબે આપણા ગુજરાતને મહત્ત્વના ગ્રન્થોનો સંપન્ન પૂરો પાછો છે એ આપણે વીસરી જતા નથી. ડૉ. મંજુલાલ મજમુદાર આદિએ પણ આ દિશામાં ગ્રીક ઠીક પ્રજાન કર્યાં છે. એમ છતાં આ ક્ષેત્રમાં હજુ પણ કામ કરવાને ધણો અવકાશ છે. આપ સૌને લાગશે કે મારા ભાષણમાં આપણી ગુજરાતી તેમ જ બીજી અલભ્ય કૃતિઓ વિશે કેમ કાંઈ નિર્દેશ નથી કર્યો. શ્રાપ સૌને આ વિશે જણાવવાનું કે સદ્ગત ભાઈશ્રી મોહનલાલ દલીચંદ દેશના ગુર્જર કાષ્ઠસંચય ના ભાગો પ્રાંસ થયા પછી એ જ દિશામાં આગળ સપ્તિ પ્રયત્ન કરી બીકાનેરનિવાસી શ્રીયુત અગરચંદ્રજી નાહટાએ શ્રીયુત દેશાઈના સંગ્રહમાં નહિ આવેલ નવીન કૃતિઓના સંપ્રતનો એક માટો ભાગ તૈયાર કર્યો છે. અને જેને કોઈ પ્રસિદ્ધ કરનાર નિહ મજાવાથી એ એમ ને એમ પો છે, આપણે આશા રાખીએ કે એ સંપત વહેલામાં વહેલો પ્રસિદ્ધ થાય. આ ભાગ ઉપરાંત પણ આપણા જ્ઞાનકોશોમાં હજુ પણ અજ્ઞાત શૃંગારમંજરી રાસ, આભાણુરત્નાકર, આદિ જેવી ઢગલાબંધ કૃતિઓ છે, જેનો સંમત થવો આવશ્યક છે. અનમાં પ્રાસંગિક હતાં. ગુજરાતી પ્રન માટે જ નહિ, દરેક વિદ્વાન માટે ઉપયોગી અને મહત્ત્વની હોવાથી એક વાત રજૂ કરવી ઉચિત માનું છું કે આપણા શહેરમાં શેઠ બી.કસ્તૂરભાઈ લાલભાઈ અને એમના કુટુંબીજનોના આંતર ઉત્સાહથી ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર' નામની સંસ્થા આથી લગભગ બે વર્ન પૂર્વે સ્થાપવામાં આવી છે. જેમાં માત્ર
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy