SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૦ મોટો સમુદાય બીજા નંબરની કક્ષામાં હોય છે. અભવ્ય આત્માઓ માટે તો આરોહ કિંવા વિકાસનું સ્થાન જ નથી. એ અભવ્ય જીવો ભલે એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, મનુષ્ય થાય કે તિર્યંચ થાય. દેવનો અવતાર પામે કે નારક તરીકે ઉત્પન્ન થાય પરંતુ અંતરંગ દૃષ્ટિએ તે આત્માનો કોઈપણ કાળે વિકાસ થયો નથી અને ભાવિ કાળે થવાનો પણ નથી. અને એ કારણે જ તેમને અભવ્ય ગણવામાં આવ્યા છે. જીવ અને અજીવ જેમ અનાદિ પરિણામિક ભાવો છે તે પ્રમાણે ભવ્યત્વ અને અભવ્યત્વ એ પણ અનાદિ પારિણામિક ભાવ છે. જીવ તે ત્રણેય કાળમાં જીવ જ છે, અજીવ એ ત્રણેય કાળમાં જેમ અજીવ જ છે તેમ ભવ્ય કોઈપણ કાળે અભવ્ય ન થાય અને અભવ્ય કોઈ કાળે ભવ્ય ન થાય. જૈન દર્શનનો આ સનાતન સિદ્ધાંત છે. ગુણસ્થાનકોમાં આરોહ-અવરોહ નયસારના ભવમાં ભગવાન મહાવીર દેવના આત્માને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી મરિચ્છિો ભવ વિશ્વભૂતિ મુનિનો ભવ વગેરે ભવોમાં આત્માના વિકાસક્રમની અપેક્ષાએ આરોહ-અવરોહની પરિસ્થિતિ ચાલુ રહેલ છે. એક બાજુથી રાજયભવનો પરિત્યાગ કરવા સાથે સંયમનો સ્વીકાર અને ઉગ્રતોમય જીવનમાં કેવો ઉચ કક્ષાનો આત્માનો વિકાસ, એ જ સંયમી જીવનમાં જરા પોતાના ઉપહાસનો પ્રસંગ પ્રાપ્ત થતાં અહંભાવના કારણે નિયાણું બાંધવા જેવી કયાં એકદમ અધોગામી આત્માના અવરોહની દશા ! જરથર ગટિયં ૪૬, ૫રથ૬ વરિત્રો માયા. “કોઈવાર કર્મસત્તા બલવાન બને છે, અને કોઈવાર આત્મસત્તા બલવાન બને છે? એ શાસ્ત્રીય વાક્યોનો આવા આરોહ-અવરોહ ભર્યા જીવનપ્રસંગથી સ્પષ્ટ ખ્યાલ આવે છે. સાતમા ગુણસ્થાનથી ઉપરના સર્વ ગુણસ્થાનોમાં ક્ષપકશ્રેણિની અપેક્ષાએ આત્મા માટે કેવળ આરોટની જ અવસ્થા હોય છે. અભવ્ય અને દુર્ભવ્ય તેમ જ જતિભવ્યો માટે સદાય અવરોહની પ્રાયઃ અવસ્થા હોય છે. અને આસન્નભવ્યને પ્રથમ ગુણસ્થાનથી છઠ્ઠ ગુણસ્થાન સુધી-અપેક્ષાએ સાતમાં ગુણસ્થાન સુધી આરોહ-અવરોહ એમ ઉભય પ્રકારની પ્રાયઃ અવસ્થા હોય છે. થયા અને દેવલોકમાં દેવભવનું આયુષ્ય પૂર્ણ થયા બાદ જંબુંદીપના ભરતક્ષેત્રમાં પોતનપુર નગરના પ્રજાપતિ રાજાની મૃગાવતી રાણીની કુક્ષિથી, ત્રિપુટ વાસુદેવ તરીક તેમનો જન્મ થયો. વિશ્વભૂતિ મુનિના ભવમાં ભગવાન મહાવીર પ્રભુના આત્માએ જે નિયાણું કરેલ હતું, કે “મારા ચારિત્રપર્યાયમાં મેં જે કાંઈ તપશ્ચર્યા વગેરે ધર્મારાધન કરેલ છે તેના ફલ તરીકે મારા દિલમાં એક જ અભિલાષા છે, કે હવે પછી પ્રાપ્ત થનારા મનુષ્યભવમાં હું અત્યન્ત બલવાન બનું અને એ બલવડે વિશાખનન્દીના ઉપહાસનો બદલો લઈ શકું. ” ધર્મ જે ધર્મબુદ્ધિથી થાય તો તો એ ધર્મ અનન્તરપણે કે પરંપરાપણે આત્માને મોક્ષે પહોંચાડે છે. પરંતુ એ જ ધર્મ, ધર્મબુદ્ધિને બદલે ધન-દોલત-શારીરિક બલ, વગેરે ભૌતિક સુખની બુદ્ધિથી જ થાય, અથવા ધર્મપ્રવૃત્તિ કર્યા બાદ તેના ફલ તરીકે એકાંતે ભેતિક સુખની જ ભાવના જે પ્રગટે તો અમુક સમય સુધી એકવાર ભૌતિક સુખની પ્રાપ્તિ તો આરાધેલા ધર્મના પ્રભાવે અવશ્ય થઈ જાય છે પરંતુ પરિણામે એ ભૌતિક સુખની પાછળ આત્માનું ઉભય પ્રકારે અધઃપતન થાય છે. વિશ્વભૂતિ મુનિના ભવમાં કરેલી સંયમ અને તપોધર્મની જે આરાધના આત્માને અ૯૫ સમયમાં અનન્તનું પ્રભુત્વ પ્રાપ્ત કરાવનારી હતી તે આરાધનાની પાછળ તેવા પ્રકારની ભવિતવ્યતાના યોગે એકાન્ત ભૌતિક સુખની અભિલાષાથી ભરપુર નિયાણાની વૃત્તિ પ્રગટ થતા મોહનું પ્રાબલ્ય ખૂબ વૃદ્ધિ પામ્યું, અઢાર પાપસ્થાનકો પૈકી પ્રથમના હિસા, અસત્ય, ચોરી, મૈથુન, વગેરે પાંચ દ્રવ્યો પાપો છે. પણ ત્યાર પછીના ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, વગેરે પાપસ્થાનકોમાં ભાવપાપની પ્રધાનતા છે-જીવનમાં જેટલું દ્રવ્યપાપનું જોર તેટલા પ્રમાણમાં અઘાતી કર્મની અશુભ પ્રવૃતિઓ (પાપ-પ્રકૃતિઓ ) નો આત્માને બંધ થાય. અને જેટલું રાગ દ્વેષ-વૈરવૃત્તિ, વગેરે ભાવપાપનું પ્રાબલ્ય તેટલા પ્રમાણમાં મોહનીય, વગેરે ઘાતકર્મનો તીવ્ર બંધ થાય અને તેના ફળ સ્વરૂપે ભાવિકાળે આત્માનું અધ:પતન થતું જાય. જીવનમાં નિયાણાની વૃત્તિ પ્રગટ થવી એ પણ એક પ્રકારનું પ્રબલ ભાવપા૫ છે. નિયાણું કરવા પહેલા અને નિયાણું કર્યા બાદ વિશ્વભૂતિમુનિ પંચમહાવ્રતધારી હોવાથી હિંસા-અસત્ય-વગેરે દ્રવ્યપાપનો તેમના જીવનમાં લગભગ અભાવ છે, અને તેના કારણે દ્રવ્યપુ નું જોર હોવાથી સત્તરમા ભવે પાપ અને ભાવપાપના વિચારણા વિશ્વભૂતિમુનિ આયુષ્યપૂર્ણ થયે, વૈમાનિક નિકાયના બાર દેવલોક પૈકી સાતમા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy