________________
શ્ર મ ણુ ભ ગ વા ન મ હા વીર પ્રભુ નો અઢા ૨ મો ભવ ત્રિ પૂછવા સુદેવ
પૂ. આચાર્ય શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજ
ગુણની પ્રાપ્તિ, આ બધી સંસારી જીવાત્માના વિકાસને ક્રમની પ્રાથમિક અવસ્થાઓ છે. એકવાર આત્માનો વિકાસ શરૂ થયા બાદ અમુક જીવાત્માઓ એવા પણ હોય છે, કે જેનો ક્રમશઃ ઉત્તરોત્તર વિકાસ ચાલુ રહે છે. વિકાસનો પ્રારંભ થયા બાદ પ્રાયઃ તેમાં અવરોધ આવતો નથી અને એવું પણ બને છે કે જે ભવમાં સમર્શનની પ્રાપ્તિ તે જ ભવમાં ભાવ ચારિત્ર. ક્ષપકશ્રેણિ ઉપર આરોહણ અને કેવળજ્ઞાન સાથે મોક્ષ પણ હાજર થાય છે. પણ આવી ઉત્તમ પરિસ્થિતિવાળા જીવો ઘણી અ૯પ સંખ્યામાં હોય છે. શાસ્ત્ર-સિદ્ધાન્તોમાં બે પ્રકારના સંસારી જીવો વર્ણવ્યા છે. અમુક જીવો ક્ષતિગ્મા વાળા હોય છે. જ્યારે અમુક જીવો ગુણિતÍા વાળા હોય છે.
[ અહીં શ્રમણ ભગવાન મહાવીરનો સોળમો “વિશ્વભૂતિ મુનિ'નો ભવ વર્ણવાયો છે. હવે તે પછીના ભવોનું અને તેમાં પણ મુખ્યત્વે અઢારમા– ‘ત્રિપુર્ણ વાસુદેવ” ના ભવનું આ લેખમાં મુખ્યત્વે આલેખન શરૂ કરવામાં આવે છે.–સંપાદક, “જૈનયુગ'] વિશ્વભક્તિના જીવનમાં અવનવા રંગો
વિશ્વભૂતિનો ભવ ગૃહસ્થાશ્રમ તેમજ સાધુજીવનની અપેક્ષાએ અવનવા રંગથી ભરેલો હતો. રાજકુલમાં રાજકુમાર તરીકે જન્મ, અદ્ભુત શારીરિકબલ, વડીલોના પક્ષપાતી જીવનની જાણ થતાં મનોમંદિરમાં વૈરાગ્યનો ઉદ્ભવ અને ચારિત્રગ્રહણ, સંયમી જીવનમાં જ્ઞાન-ધ્યાન સાથે માસક્ષમણ-માસક્ષમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા, મથુરામાં પારણા પ્રસંગે ગોચરી માટે જતાં ગાયની હડફેટથી ભૂમિ ઉપર પડી જવાના અવસરે વિશાખન-દીએ કરેલો ઉપહાસ, એ ઉપહાસે જન્માવેલ વિશાખનન્દી ઉપર વૈરવૃત્તિ અને ભવાંતરમાં બદલો લેવા માટે કરેલ નિયાણું, છેવટે આલોચના કર્યા સિવાય આયુષ્યની પૂર્ણાહૃતિ તેમ જ સાતમાં શુક્ર દેવલોકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પત્તિ આ પ્રમાણે સોળમો ભવ વિશુદ્ધ અને સંકિલષ્ટ પરિણામો તેવી જ શુભ-અશુભપ્રવૃત્તિના ચિત્રવિચિત્ર ભાવોથી ભરપુર હતો. જીવના બે પ્રકાર-ક્ષપિત કરશે અને ગુણિત કમશ
જે જીવાત્માઓને આજ સુધીમાં એકવાર પણ સમ્મદર્શનજન્ય આત્મજ્ઞાન અને તે પહેલાની ભૂમિકાઓ પ્રાપ્ત થયેલ નથી, તેવા આત્માઓને તો હજી વિકાસક્રમનો પ્રારંભ જ થયો નથી. તે આત્માઓ તો હજુ અજ્ઞાનના ઘોર અંધકારમાં અટવાઈ રહેલા હોય છે. ચમપુદ્ગલ પરાવર્ત ક્રિયાની અભિરુચિ, માર્ગોનુસારિના જિનવાણીનું શ્રવણ કરવા માટે અંતરનો પ્રેમ અને તેના ફળ સ્વરૂપે કથાઓની મંદતા થવા સાથે સમ્મદર્શન
આત્માનો આરોહ-અવરોહ અને ભવ્ય-અભવ્ય જીવો
ગમે તે છવયોનિમાં ઉત્પન્ન થયા બાદ સ્વાભાવિક રીતે જે આત્માઓને અન્ય જીવોની અપેક્ષાએ ઓછામાં ઓછું કર્મબંધન અને વધુ પ્રમાણમાં કર્મનિર્જરાનો પ્રસંગ મળતો હોય એવા આત્માઓને ક્ષતિજ્ઞા કહ્યા છે. અને જે આત્માઓ જે જે જીવાયોનિમાં ઉત્પન્ન થાય ત્યાં વધુ-વધુ કર્મબંધન કરવા સાથે ઓછામાં ઓછી કર્મનિર્જરા કરનારા હોય તેવા આત્માઓને ગુણતwા તરીકે સંબોધ્યા છે. આ બે પ્રકારના સંસારી જીવનમાં જે આત્માઓ ક્ષતિજર્નારા હોય છે તે આત્માઓનો એકવાર ગુણસ્થાનકની ભૂમિકા ઉપર આરોહ થયા બાદ પ્રાયઃ અવરોહ થવાનો સંભવ અલ્પ પ્રમાણમાં હોય છે પરંતુ જે આત્માઓ તિર્મારા હોય છે તેઓને પ્રાથમિક આરોહ પ્રાપ્ત થવો એ જેમ અત્યંત મુશ્કેલ છે, તે પ્રમાણે એકવાર આરોહ થયા બાદ આરોહમાં ને આરોહમાં જ ટકી રહેવું તે તો અત્યન્ત મુશ્કેલ છે. માતા માદેવા સરખા કોઈક જ ભવ્ય આત્માઓ પ્રથમ કક્ષામાં છે જ્યારે ભવ્યાત્માઓનો