________________
જૈન યુગ
ઑક્ટોબર ૧૯૫૯
૧૬
પહેલાં જ ભારતીય વિદ્યાનાં જુદાં જુદાં અંગોના સંશોધન માટે ત્રણ સંસ્થાઓ સ્થાપી છે–સંરક્ત વિદ્યાના પરંપરાગત કેન્દ્ર મિથિલ પ્રદેશમાં દરભંગા ખાતે સંસ્કૃતના સંશોધન માટેની સંસ્થા, પ્રાચીન બૌદ્ધ વિદ્યાપીઠ માટે વિખ્યાત નાલંદા ખાતે પાલિ અને બૌદ્ધ અધ્યયન માટેની સંસ્થા; અને ત્રીજી પ્રાકૃત, જૈન શાસ્ત્રો અને અહિંસા વિષયક સંશોધન માટેની સંસ્થા, જે અત્યારે મુઝફ્ફરપુર ખાતે કામ કરે છે, પણ મહાવીરના જન્મસ્થાન વૈશાલીમાં (બાસુકુંડ અથવા બસાઢ ગામમાં) યોગ્ય સમયે કામ કરતી થશે. આ ત્રીજી સંસ્થા, જે સામાન્ય રીતે વૈશાલી ઇન્સ્ટિટયૂટ નામે ઓળખાય છે તે સને ૧૯૫૫ માં સ્થપાઈ હતી, અને ડૉ. હીરાલાલ જૈન જેવા શક્તિશાળી અને પ્રસિદ્ધ વિદ્વાનની નિમણુક એના ડિરેકટર તરીકે થઈ છે. તેમણે પોતાનું કામ ઉત્સાહપૂર્વક શરૂ કર્યું છે, અને આપણે વાજબી રીતે આશા રાખીએ કે જૈન ફિલસૂફી, પ્રાકૃત ભાષા અને સાહિત્ય તથા અહિંસા વિષયક અભ્યાસ અને અર્થવિમર્શનમાં આ સંસ્થા સારો ફાળો આપશે.
ઉપયોગ, અત્યાર સુધી લગભગ નહિવત થયો છે. અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વિભાગમાં (પાછળથી શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ વિદ્યાભવન) સને ૧૯૪૩ થી ૧૯૫૧ સુધીના આઠેક વર્ષ હું અર્ધમાગધી અને ગુજરાતીના પ્રોફેસર હતો ત્યારે આ જ યોજના પાછળ મેં ઘણો સમય આપ્યો હતો, અને એને પરિણામે સેંકડો કાર્ડ તૈયાર કર્યાં હતાં. પણ સમય જતાં લાગ્યું કે આ કામ એક વ્યક્તિ દ્વારા એક જીવનમાં તૈયાર થઈ શકે એના કરતાં ઘણું મોટું છે. આવી કાર્યયોજનાનાં તમામ અંગોને અગાઉથી પૂરતો વિચાર કર્યા બાદ નિશ્ચિત સમયક્રમ પ્રમાણે તે પાર પાડવા માટે એક વિદ્યા વિભાગમાં સંખ્યાબંધ નિષ્ણાતો કામ કરતા હોવા જોઈએ. મારે મારા કામની યોજનામાં ફેરફાર કરવો પડ્યો, અને થયેલા કામના એક મર્યાદિત ભાગનો ઉપયોગ કરીને રચાયેલો મારો ગ્રન્થ જૈન આગમ સાહિત્યમાં ગુજરાત વિદ્યાસભાએ સને ૧૯૫૨માં પ્રકટ કર્યો. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની એક શાખા મુખ્યત્વે આ કામ પાછળ રોકાયેલી રહેશે અને મેં એકત્ર કરેલી સામગ્રી તેને ઉપયોગી થશે, એથી મને ખૂબ આનંદ થાય છે. જૈન અને બૌદ્ધ શાસ્ત્રો તેમ જ ભારતીય દર્શનમાં નિપુણ શ્રી. દલસુખ માલવણિયા જેવા યુવાન પણ પકવ વિદ્વાનની નિમણુક આ સંસ્થાના ડિરેક્ટર તરીકે થઈ છે; અને આ વિશિષ્ટ સંશોધન કાર્યમાં સંસ્થાની ઝડપી પ્રગતિ થાય અને તેને પરિણામે ભારતીય વિદ્યાનાં અનેક પાસાં ઉપર નવીન પ્રકાશ પડે એવી આશા આપણે રાખીએ.
શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ પોતાના પિતાના મરણમાં આપેલા ઉદાર દાનથી સને ૧૯૫૭માં અમદાવાદ ખાતે ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના એ પણ એક અગત્યની ઘટના છે. આ નવી સંસ્થા મુનિશ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી સ્થપાઈ છે. સમસ્ત પશ્ચિમ ભારતનાં ગ્રામનગરોમાં વેરાયેલા પ્રાચીન જ્ઞાન ભંડારો સહિત જુદે જુદે સ્થળેથી હસ્તપ્રતો એકત્ર કરવાનો તથા વિદ્વાનોને તે સુલભ બનાવવાનો આ સંસ્થાનો એક ઉદ્દેશ છે. વિશેષતઃ પ્રાપ્ત અને જૈન ધર્મ સહિત ભારતીય વિદ્યાનાં વિવિધ અંગો પર સંશોધનની આ યોજના કરવાનો પણ તેનો આશય છે. એની પ્રમુખ યોજનાઓ પૈકીની એક, મેકડોનલ અને કથની “વેદિક ઇન્ડેકસ' તથા મલાલસેકરકૃત “પાલિ પ્રોપર નેઈમ્સ” જેવા કંઈક ધોરણે તમામ ટીકાચૂર્ણિ સમેત સમગ્ર જૈન આગમ સાહિત્યની સાંસ્કૃતિક સુચિ (“કલ્ચરલ ઇન્ડેકસ') તૈયાર કરાવવાની છે. આ ઘણું મોટું કામ છે, પણ સાંસ્કૃતિક તેમ જ ભાષાકીય દષ્ટિએ એકસરખા મહત્ત્વનું છે. નિર્યુક્તિઓ, ભાગો, ચૂર્ણિ અને ટીકાઓ સહિત સમસ્ત આગમ સાહિત્યનું ગ્રન્થમાન સાત લાખ શ્લોક કરતાં ઓછું નથી, અને ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિનાં આ સાધનોનો
!
ભગવાન મહાવીરની જન્મભૂમિમાં બિહાર સરકારે જૈન અધ્યયન માટેનું કેન્દ્ર સ્થાયું એ સમુચિત છે. જૈન ધર્મનો ઉદ્દભવ બિહારમાં થયો હતો પણ સમય જતાં અને સૌથી વધારે પ્રભાવ પશ્ચિમ ભારતમાં ફેલાયો. જૈન આગમની સંકલન માટેની બીજી પરિષદ વીરનિર્વાણ પછી નવમી સદીમાં સૌરાષ્ટ્રમાં વલભીમાં આર્ય નાગાર્જુનની અધ્યક્ષતામાં મળી હતી, અને લગભગ એ જ સમયે એ પ્રકારની પરિષદ આર્ય ઋન્ટિલની અધ્યક્ષતામાં મથુરામાં મળી હતી. એ પછી વીર નિર્વાણ સંવત ૧૮૦ (અથવા ૯૯૩) માં અર્થાત ઈ. સ. ૪૫૪ (અથવા ૪૬૭) માં વળી એક પરિષદ “નંદિસૂત્રના કર્તા ગણાતા દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં વલભીમાં મળી હતી, અને સર્વ આગમો એ પરિષદના ઉપક્રમે