________________
જેન યુગ
સપ્ટેમ્બર ૧૯૫૯
“એટલું જ નહીં, એકવાર લૂછ્યા બાદ તે કંબલો નકામાં થયાં એટલે આપના મહેલની મહેતરાણીને ભેટ સ્વરૂપ મળ્યાં છે...એક નહીં બત્રીશ ટુકડાઓ !”
મહારાજા શ્રેણિકના આશ્ચર્યનો અવધિ ન રહ્યો. તેમણે ગંભીરતાથી કહ્યું : “રાણી...તમે કોઈ સ્વન તો જોયું નથી ને...!”
ના...સગી આંખે જોયું! અને ભદ્રા શેઠાણી રત્નકંબલો આપે તો મગધની રાણીએ મુકતાહાર તો આપવો જોઈએ. એટલે મેં તેને તે ભેટ આપી છે! ”
મગધરાજને વિશ્વાસ ન બેઠો. પણ મહારાણીની વાત ઉપર અવિશ્વાસ પણ કઈ રીતે કરી શકાય! તેમણે કહ્યું: “મહારાણી, મારા રાજયમાં આવા શ્રીમંતો પણ પડ્યાં છે તે હું જાણતો ન હતો. આ ઘટના અંગે હું જાતે તપાસ કરવા અબઘડી જાઉં છું.”
મગધરાજ શ્રેણિકે બહાર જઈને પોતાના પ્રહરીઓને આજ્ઞા આપતાં કહ્યું : “જલદી બહાર જવાની સવારી તૈયાર કરાવો !”
જેવી દેવની આજ્ઞા !” પ્રહરી નમન કરીને ગયો. થોડીવાર પછી શ્રેણિક રાજાની સવારી રાજમાર્ગ ઉપરથી પસાર થતી થતી ભદ્રા શેઠાણીના ઘર આગળ આવીને ઉભી રહી.
રાજા શ્રેણિક પોતાના..આંગણે પધાર્યા છે એ જાણીને ભદ્રા શેઠાણીના આનંદનો પાર ન રહ્યો. તે સામે પગલે શ્રેણિક રાજાને મળવા ગઈ અને લળી લળીને પ્રણામ કરતાં કહ્યું : “મહારાજે આજે આ ગરીબની ઝૂંપડીને પાવન કરી છે, તે મારાં અહોભાગ્ય છે !”
શ્રેણિક રાજાએ કહ્યું : “મારે કુમાર શાલિભદ્રને મળવું છે...!”
ભદ્રાએ નમી નમીને પ્રણામ કરતાં કહ્યું : “ તો એમાં મહારાજે શા માટે કષ્ટ વહોર્યું! આપની આજ્ઞા મળતાં હું જાતે જ કુમારને આપના દરબારમાં મોકલી આપત ! આપ અહીં વિરાજે...હું કુમારને તેડી આવું છું.” ભદ્રા શેઠાણીએ રાજાને સિંહાસન ઉપર બેસવાનો આગ્રહ કર્યો.
કુમારને કષ્ટ આપવાની જરૂર નથી. હું જાતે જ આવું છું. ક્યાં છે ? ” શ્રેણિક રાજાને ભવન જેવાની ઈચ્છા હતી.
ઉપર છે...!” ભદ્રા શેઠાણીએ કહ્યું : “આમ... આ તરફ મહારાજ પધારો...!”
ભર શેઠાણી સાથે શ્રેણિકરાજ પહેલી ભોંયે આવ્યા. ભવનની કારીગરી જોઈને રાજાને આશ્ચર્ય થયું. પહેલી ભોંયે આવ્યા બાદ તેણે પૂછયું : “કેમ, કુમાર કઈ તરફ છે?”
“મહારાજ ! આ ભોંય તો નોકર-ચાકરો માટે છે!” ભદ્રા શેઠાણીએ કહ્યું.
મગધરાજને આશ્ચર્ય થયું કે જેના નોકર-ચાકરો આવા કિંમતી અને આલિશાન ભવનમાં રહેતા હોય તો તે પોતે કેવા ભવનમાં રહેતો હશે? એટલામાં બીજી ભય આવી અને રાજાએ પૂછ્યું: “અહીં કુમાર રહે છે ને?”
નહીં મહારાજ! આ તો દાસીઓનું ભવન છે!” ભદ્રાએ કહ્યું. રાજાને સહેજ ભોંઠપ લાગી. ત્રીજી ભોંય આવી અને રાજાએ જાણ્યું કે એ તો મુનિઓ માટેની છે.
ચોથી ભોંય આવતાં મહારાજા શ્રેણિકનું મગજ ચક્કર ખાવા લાગ્યું. સામે જમીન છે કે પાણી, એ નકકી ન કરી શક્યા ! રાજા દ્વિધામાં પડી ગયા. કોઈને પૂછે તો નાનમ લાગે. આગળ વધવું કે કેમ.રાજાથી આગળ તો કોઈ જઈ શકે નહીં ! તરત તેમણે પોતાની તર્જનીમાંથી વીંટી સરકાવીને જમીન ઉપર નાંખી. તે ખણખણી ઊઠી...આગળ વધવામાં વાંધો નથી, જમીન છે...એમ કહેતી ન હોય!
મહારાજાએ નીચા નમીને વીંટી ઉપાડવાનો ઉપક્રમ કર્યો. પણ તે ન મળી શકી...! આસપાસ દષ્ટિ ફેરવી પણ વીંટી ન દેખાઈ
તરત ભદ્રા શેઠાણીએ પોતાના ભંડારીને ઈશારો કર્યો. એક ક્ષણ બાદ થાળ ભરીને વીંટીઓ આવી ગઈ
ભંડારીએ નમ્રતાપૂર્વક કહ્યું : “મહારાજ ! આ બધી વીંટીઓ આપની જ છે !”
શ્રેણિકે કહ્યું: “અરે... હું તો આંગણુની પરીક્ષા કરતો હતો. ખરેખર સુંદર છે.”
ખરેખર તો શ્રેણિક રાજા શરમાઈ ગયા હતા. તેમણે કહ્યું: “હું હવે વધારે ઉપર નહીં ચઢી શકું ! વાંધો ન હોય તો કુમારને અહીં બોલાવી લો !”
ભદ્રાએ કહ્યું : “જેવી આપની ઈચ્છા! તેણે નીચેથી બૂમ પાડી : “દીકરા...નીચે આવ . તો ! તારા આંગણે નાથ આવ્યા છે !”