________________
મુક્તિ ના પંથે
શ્રી કેશરીચંદ સેટિયા અનુ: શ્રી ગુલાબચંદ જૈન
તેમ તમને પણ રાજી કરીશું.” નિરાશ સોદાગરોએ પરાણે હસતાં હસતાં કહ્યું.
સોદાગરો દાસીઓની પછવાડે ચાલી નીકળ્યા.
રાજગૃહી નગરીના પનઘટ ઉપર પાણી ભરનારી નારીઓએ કેટલાક સોદાગરોને ઉદાસ મને બેઠેલા જોયા. તેઓ મગધના રહેવાસી હોય એવું જણાતું ન હતું. નગરની શેઠાણી ભદ્રાદેવીની દાસીઓ પણ ત્યાં પાણી ભરવા આવી હતી. તેમણે પણ એ સોદાગરોને જોયા. દાસીઓએ પરસ્પરમાં વાત કરી અને નક્કી કર્યું કે, “જાણીએ તો ખરાં કે એ ક્યાંના છે અને આમ શા માટે ઉદાસ બેઠા છે ?”
એકે પૂછ્યું: “મગધના જણાતા નથી.” “હા...!” એટલો જ ટૂંકો જવાબ મળ્યો. “પરદેશથી આવો છો ? ક્યાંના છો...?”
હં..નેપાળ અમારો દેશ!” સોદાગરોએ કહ્યું. “અહીં આવીને કંઈક નિરાશ થઈ લાગે છે. ઉદાસ શા માટે જણાઓ છો ?”
નિરાશાપૂર્ણ શબ્દોમાં એક સોદાગરે કહ્યું: “શું થાય! મોટી આશા લઈને નેપાળથી અહીં આવ્યા હતા! પણ ફેરો ફોગટનો પડ્યો !”
“કેમ વળી શું માલ લઈને આવ્યા હતા?” “રત્નકંબલ! મહારાજા શ્રેણિકે પણ એકેય ન ખરીદું, પછી કોની આશા રાખીએ? આ તો દૂરથી ડુંગર રળિયામણા..એના જેવી વાત થઈ! ”
દાસીઓએ કહ્યું; “બસ એટલી જ વાત છે? ચાલો અમારી સાથે. અમારાં શેઠાણીને પસંદ પડ્યા તો એક શું પણ તમારાં બધાંય રત્નકંબલો ખરીદી લેશે!”
હં..! ” આશ્ચર્યથી ડોળા ફાટી જતાં હોય એમ સોદાગરે કહ્યું.
“હા...પણ અમારી બક્ષિસ શું ? ” દાસીઓએ આંખો મચકાવતાં કહ્યું.
સોદો થઈ જવા દો. અમે જેમ રાજી થઈશું
કંબલો તો સારાં છે, પણ તમારી પાસે ફક્ત સોળ જ છે !” ભદ્રા શેઠાણીએ રત્નકંબલો જોતાં જોતાં કહ્યું.
કેમ...?” સોદાગરોએ પૂછ્યું. તેમને થયું કે કદાચ ન લેવા માટેનું કોઈ બહાનું શેઠાણી કરે છે.
મારે તો બત્રીશ વહુઓ છે...સોળને દઉં અને સોળને ન દઉં તો તેઓ રિસાઈ જાય ને! ” ભદ્રા શેઠાણીએ કહ્યું.
સોદાગરોના ચહેરા ઉપર આશ્ચર્ય અને પછી નિરાશાની લહેરો પથરાઈ ગઈ. તેમને થયું કે કાં તો આ શેઠાણીને ખરીદવું નથી, કાં તેમની પાસે કંબલો ઓછાં થતાં હોવાથી આ સોદો નહીં પતે, એટલે વીલે મોટે પાછા વળવું પડશે.
તેમણે તદ્દન નિરાશ સ્વરે કહ્યું : “શેઠાણી ! અમારી પાસે તો વધારે નથી તેમ જ ફરી ફરીને આવાં રત્નકંબલો મળશે પણ નહીં. અમારું કમભાગ્ય કે આપને પસંદ પડ્યાં છે તો અમારી પાસે પૂરાં નથી !”
તમારે નિરાશ થવાની જરૂર નથી. આ રાખ્યાં સોળ રત્નકંબલો, અને બોલો એનો શું ભાવ થાય
સોદાગરોએ ભાવ નકકી કર્યો અને ભદ્રા શેઠાણીએ ખજાનામાંથી સોનૈયા મંગાવીને ચૂકવી દીધા.
સોદાગરોનાં વદન ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ. દાસીઓએ કહ્યું: “અમારું ઈનામ?”
“તમે જે માંગો તે! “જે તમને મળ્યું છે તે બધું આપી દેશો?”