________________
જૈન યુગ
૨૭
સપ્ટેમ્બર ૧૯૫૯
આ રીતે લલ્લિગની ભાવના ઊંચી ને ઊચી વધતી જતી હતી. એક બાજુ ધનની વૃદ્ધિ થતી તો બીજી બાજુ નવાં નવાં સત્કાર્યો કરવા તરફ એનું મન દોડવા લાગતું.
એક વેળા એને ખબર પડીઃ શાસ્ત્રસર્જનના કાર્યમાં આચાર્ય મહારાજને દિવસનો સમય ઓછો પડે છે. અને એ માટે રાત્રિનો ઉપયોગ કર્યા વગર ધાર્યું કામ પાર પાડવું શક્ય નથી. પણ પંચમહાવ્રતના ધારી સુરિજી રાત્રિના વખતે પ્રકાશનો ઉપયોગ પણ કેવી રીતે કરી શકે?
આ વાત લલિગના મનમાં રાતદિવસ ચિંતાનો વિષય બનીને બેઠી. એને થયું કે કોઈક એવો ઉપાય મળી આવે, અને સૂરિજીને માટે ઉપાશ્રયમાં નિર્દોષ પ્રકાશની વ્યવસ્થા હું કરી શકું ! ભલે ને એમાં ગમે તેટલું ખર્ચ થાય.
એકવાર લલિગના જાણવામાં આવ્યું કે અમુક પ્રકારનું રત્ન રાત્રે દીપકની જેમ પ્રકાશ આપી શકે છે.
પછી તો વાર જ શી હતી ? અને વિચાર પણ વધારે ક્યાં કરવાનો હતો? કામ થતું હોય તો પૈસા તો માંગ્યા તૈયાર હતા.
અને એક દિવસ લલિગે એ મહામૂલું રત્ન લાવીને ગુરુ મહારાજની સેવામાં ધરી દીધું. એથી ઉપાશ્રયનો ખૂણો, દીપકના પ્રકાશની જેમ, ઝળહળી ઊઠ્યો અને એ પ્રકાશમાં હરિભદ્રસૂરિજીનું શાસ્ત્રરચનાનું કામ વેગપૂર્વક ચાલવા લાગ્યું.
લલિગને પોતાનું જીવન કૃતાર્થ થયું લાગ્યું.
બહુમૂલા રત્નના પ્રકાશની જેમ લલિગની ભાવનાનો પ્રકાશ સર્વત્ર પ્રસરી રહ્યો.
લલિગની ભાવનાને લોકો પ્રશંસી રહ્યા.
સાંભળ્યો, અને એનું મન એ માર્ગે દોડવા લાગ્યું.
ધીરે ધીરે એનું રસોડું પહોળું થતું ગયું. એને તો જેટલા વધુ અતિથિ આવે એટલો વધુ આનંદ થવા લાગ્યો. સંપત્તિ તો હતી જ, એમાં ભાવનાનો વેગ ભળ્યો. પછી તો શી ખામી રહે?
પણ હવે તો આટલા અતિથિથી પણ લલિગને સંતોષ ન થતો. એનું મન તો વધુ ને વધુ માટે ઝંખ્યા કરતું.
એક વેળા એને થયુંઃ ભોજનવેળાએ આપણે જમીએ અને ગામનું કોઈ પણ માનવી ભોજન વગર રહે તો એનો દોષ આપણે શિરે આવે. ગુરુમહારાજે સમજાવ્યા પ્રમાણે તો છતી શક્તિએ કામ ન કરવાથી, આપણને વર્યાતિચાર જ લાગે ને?
અને એણે ભોજન વેળાએ ગામના અને પરગામથી આવતા સૌ કોઈ અતિથિઓ, અભ્યાગતો અને સાધુસંતો માટે પોતાના ઘરના દરવાજા ઉઘાડા મૂકી દીધા.
પણ પછી તો આ પણ એને ઓછું લાગ્યું હોય એમ ભોજનવેળાએ દાંડી પીટવામાં આવતી અને સૌ કોઈને ભોજનને માટે આમંત્રવામાં આવતા. ગામને પાદરથી કોઈ પણ માનવી ભૂખ્યો ન જાય, એ જાણે શ્રમણોપાસક લલિગનું જીવનવ્રત બની ગયું. પોતાના ગુરુ ગોચરી પાસે અને બીજા કોઈ ભૂખ્યા રહે તો એ બરાબર ન લેખાય.
લલિગના મકાને ભોજનવેળાએ દરરોજ સેંકડો માનવીઓ ભેગાં થવા લાગ્યાં. લલિગનું આંગણું જાણે અતિથિગૃહ જ બની ગયું. સૌને ત્યાં સમાનભાવે, આદરમાન સાથે, ભોજન મળતું.
ભોજન કરીને તૃપ્ત થયેલા માણસો લલિગને દુવા દેતા કે એને આશીર્વાદ દેતા તો લલ્લિગ નમ્રતાપૂર્વક કહેતો કે આ બધો પ્રતાપ ગુરુની કૃપાનો અને એમના ધર્મબોધનો છે.
અને જમનારા ગુરુ હરિભદ્રની પાસે જઈને “ઘણું જીવો ભવવિરરિ ” એવો જયજયકાર ઉચ્ચરતા. જવાબમાં સૂરિજી પણ “તમને ભવવિરહનો લાભ થાઓ !” એવા આશીર્વાદ આપતા.
ભાવિક લલિગનાં નેત્રો આ દશ્ય જોઈને આંસુભીનાં બનતાં.
સૌ કોઈ લલિગના આ આદર્શ આતિથ્યને પ્રાંસી રહેતાં, નમન કરતાં.
આચાર્ય હરિભદ્રસૂરિની ધર્મદેશના જાણે સૂતેલા આત્માઓને ઢંઢોળીને જાગૃત કરતી હતી. એમની શાસ્ત્રવાણી કઈક સંતપ્ત આત્માને શાંતિનો માર્ગ બતાવતી; સમભાવને માર્ગે પ્રેરતી.
લલિગની ભાવનામાં તો ઉત્તરોત્તર ભરતી જ આવતી રહી. એ તો એટલું જ વિચારતો : આ સંજોગો અને આ સંપત્તિ મળી છે, તો એનો જેટલો લહાવો લેવાય એટલો લઈ લેવો. આવા ધર્મ અને આવા સદગુરનો સંજોગ વારેવારે મળતો નથી.
એક વેળા મૂરિજી પાસેથી એણે આતિથ્યનો મહિમા