________________
આદર્શ આ તિથ્ય
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
ભગવાન મહાવીરના શ્રમણુસંધનાં એક વૃદ્ધ ભિક્ષુણીઃ યાકિની એમનું નામ.
અરિહંતના ધર્મની પરમ ઉપાસિકા એ સાધ્વી ભારે ધર્મપરાયણ: રાતદિવસ અપ્રમત્તભાવે રહે અને જ્ઞાનધ્યાન અને ધર્મપાલનમાં એ પોતાની સંયમયાત્રાને આગળ વધારે. આળસ કે ઇન્દ્રિયોની લાલસાને એ પાસે પણ ટૂકવા ન દે.
ભિક્ષુણી સંઘની એ નાયિકા. જેમ એ પોતે સદા જાગ્રત રહે અને સૌ સાધ્વીઓને પણ અપ્રમત્ત રહેવા પ્રેરે. સૌ એમની આજ્ઞામાં રહે; અને ધર્મધ્યાનમાં નિરત રહે. મહત્તરા એમનું બિરુદ.
આ સાધ્વીનાં તપ, ત્યાગ, સંયમ, તિતિક્ષા અને ધર્મબોધે એક દિવસ ભારે કામ કર્યું : ચિત્રકૂટના સર્વવિદ્યામાં પારંગત મહાપંડિત અને રાજપુરોહિત બ્રાહ્મણ હરિભદ્ર કૃતજ્ઞભાવે સાધ્વી યાકિનીના ધર્મપુત્ર બનવામાં આનંદ અને ગૌરવ અનુભવ્યાં. અને એમણે જ્ઞાન અને ચારિત્રની સાધના માટે ત્યાગનો માર્ગ સ્વીકારવાનો નિશ્ચય કર્યો.
ત્યાગનો સંકલ્પ કરીને હરિભદ્ર જાણે પોતાની વિદ્યાનો બધો ગર્વ ગાળી નાખ્યો. એક ઉત્સુક જિજ્ઞાસુ બની એ, સાધ્વી યાકિનીના પ્રેર્યા, આચાર્ય જિનદત્તસુરિની પાસે આવીને, બાળકની જેમ ઉભા રહ્યા.
અને એક બાળકને જેવી જ સરળતાથી એમણે ગુરુને પ્રશ્ન કર્યોઃ “સૂરિવર! ધર્મ એટલે શું? અને એનું ફળ શું? ”
ગુરુએ કહ્યું: “મહાનુભાવ, ધર્મ બે પ્રકારનો છે: સલામધર્મ અને નિષ્કામધર્મ, અને એનું ફળ પણ બે પ્રકારનું થાય છે. સકામધર્મનું ફળ ભોગવિલાસની સામગ્રી, સ્વર્ગની પ્રાપ્તિ, સંપત્તિનો લાભ વગેરે. આનાથી સંસારનાં સુખો તો મળે, પણ સંસાર ટૂંકો ન થાયઃ મોક્ષ એટલો દૂર જાય ! અને નિષ્કામધર્મ (અનાસક્તિ) નું ફળ એક જ, અને તે ભવવિરહ !
ભવવિરહ એટલે સંસારનો વિરહ, મોક્ષની પ્રાપ્તિ મહાનુભાવ, યથારુચિ યથાશક્તિ ધર્મમાર્ગનું ગ્રહણ કરો !”
હરિભદ્ર વિનમ્રભાવે કહ્યું: “ગુરુવર્ય, મને તો ભવવિરહ જ ખપે ! મને એવા ધર્મનું દાન કરો !”
ગુરુ પણ આવા સુયોગ્ય પંડિત શિષ્યને મેળવીને અતિ આદ્યાદિત થયા. આ શિષ્યમાં એમને શાસનપ્રભાવકનાં, શાસનની પ્રભાવનાનાં અને ધર્મના ગૌરવનાં દર્શન થયાં.
અને આંગણે આવેલા હત–પ્રીતભર્યા અતિથિને માનવી જે આનંદ અને ઉલ્લાસથી ભોજન પીરસે એવા જ આફ્લાદપૂર્વક ગુરુજીએ પંડિત હરિભદ્રને શ્રમણધર્મની દીક્ષા આપી.
તે દિવસે દ્વિજ હરિભદ્રનો જાણે બીજો અપૂર્વ દ્વિજસંસ્કાર થયો; અને ચિત્રકૂટના નગરજનોએ જોયું કે જન્મે બ્રાહ્મણ હરિભદ્ર સંસારનો ત્યાગ કરીને જીવનની સાધના માટે શ્રમણપણું અંગીકાર કરી ભિક્ષક બનીને ઘરથી સદાને માટે ચાલી નીકળ્યા.
સૌ લોકો એમના આ વિરલ ત્યાગને અભિનંદી રહ્યા, અભિનંદી રહ્યા!
ઇતિહાસ સાખ પૂરે છે કે એક ભિક્ષુણીના આ ધર્મપુત્રે અનેક શાસ્ત્રોની રચના કરીને પોતાની આ ધર્મમાતાને અમર બનાવી દીધી. હરિભદ્ર થોડાં વર્ષોમાં આચાર્ય બનીને ભિક્ષુસંઘના નાયક બની ગયા.
સમય વહ્યો જાય છે.
હરિભદ્રસૂરિજીની જ્ઞાનસાધના અને જીવનસાધના ઉત્તરોત્તર વિકાસ સાધી રહી છે.
ભલભલા જ્ઞાનીનું દિલ ડોલાવે એવા ધર્મગ્રંથો રચાતા જાય છે. એ ધર્મગ્રન્થોમાં શ્રમ જીવનનાં સાર સમાં સમતા અને ગુણગ્રાહકતાનાં અમી ઊભરાય છે. જે સારું તે મારું; જે સાચું તે મારું એ સિવાય મારે બીજું કશું જ ન ખપે એ એમનો ધર્મબોધ, એ એમનો આત્મબોધ
૨૫