________________
શ્રી જૈન શ્વેતા બુર કોન્ફરન્સ
કાર્યાલય પ્રવૃત્તિની ટૂંક નોંધ
(કૉન્ફરન્સ કાર્યાલય દ્વારા)
કૉન્ફરન્સનું આગામી અધિવેશન
શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સનું આગામી અધિવેશન કલકત્તામાં મેળવવા માટે કાર્યાલય પ્રમુખશ્રી અને કાર્યવાહી સમિતિની કલકત્તાના સભ્યોના સંપર્કમાં છે. ટૂંક સમય પૂર્વે સંસ્થાના એક મુખ્ય મંત્રી કલકત્તા ગયા હતા, જે વખતે તેઓએ આ બાબતમાં પ્રમુખશ્રી મોહનલાલ લ. શાહ અને બીજા ભાઈઓ સાથે મંત્રણા કરી હતી.
આ અંગે કલકત્તાથી કોન્ફરન્સની અ. ભા. સમિતિના સભ્ય શ્રી મોહનલાલ ગુલાબચંદ ઝવેરી નીચે મુજબ જણાવે છે :
“શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું ૨૧ મું અધિવેશન કલકત્તામાં બોલાવવા સંબંધમાં વિચાર કરી યોગ્ય કરવા માટે શ્રી મોહનલાલજી પારસન (કે જેઓ તુલાપટ્ટી જૈન દહેરાસરના મેનેજીંગ ટ્રસ્ટી છે) એમણે કલકત્તામાં વસતા બાલુચર સાથ, ઝવેરી સાથ, મારવાડી સાથ અને ગુજરાતીસાથના આગેવાનોની એક સભા રવિવાર, તા. ૨૩ ઑગસ્ટ ૧૯૫૯ ના રોજ બપોરના ૩ વાગે જૈન ભુવનના હૉલમાં બોલાવી હતી.
આ સભાનું પ્રમુખસ્થાન બાબુ રાજેન્દ્રસિંહજી સિંધીને આપવામાં આવ્યું હતું. સભાએ સર્વાનુમતે અધિવેશન કલત્તામાં બોલાવવા અંગે નિર્ણય લીધો હતો અને કાર્યવાહી આગળ ધપાવવા માટે એક એડહોક કમિટિ લગભગ ૬૧ ભાઈઓની બનાવી હતી. આ એડહોક કમિટિના સેક્રેટરી તરીકે શ્રી મોહનલાલજી પારસન અને શ્રી સોહનલાલજી કર્ણાવટની નિમણુક કરવામાં આવી હતી. આ સમિતિની એક બેઠક પર્યુષણ પહેલાં મળશે અને સ્વાગત સમિતિની રચના કરવા ઘટતું કરશે.” મુરબી અને આજીવન સભાસદો
દક્ષિણ પ્રદેશના પ્રવાસ દરમ્યાન નોંધાયેલ નીચેના વધુ સભ્યોની રકમ આભારસહિત સ્વીકારવામાં આવે છે –
મદ્રાસના સભ્યો પેટ્રન સભ્ય “અ” વર્ગ રૂા. ૧૦૦૧
(૧) શ્રી ધ્રા એન્ડ કંપની આજીવન સભ્ય “અ” વર્ગ છે. ૨૫૧
(૧) શ્રી કેશરીચંદજી મગનમલજી (૨) શ્રી દેવરાજજી માણેકચંદજી (૩) શ્રી ચિમનલાલ કોઠારી એન્ડ કંપની (૪) મેસર્સ સી. જે. શેઠ (૫) મેસર્સ જે. એમ. શેઠ (૬) મેસર્સ પોપ્યુલર સાઈકલ ઈમ્પોટિંગ કંપની (૭) શ્રી સુખલાલજી જીવણચંદજી સમદડીઆ (2) મેસર્સ મેટ્રોપોલિટન સાઈકલ હાઉસ (૯) મેસર્સ બૉમ્બ સાઈકલ ઈમ્પોટિંગ કંપની (૧૦) શ્રી પોપટલાલ ગોરધનદાસ, કુલ રૂ. ૨૫૧] આજીવન સભ્ય “બ” વર્ગ રૂા૧૦૧
(૧) શ્રી પારસમલજી નહાર (૨) મેસર્સ મોતી ઍન્ડ કંપની (૩) મેસર્સ મદ્રાસ ગ સ્ટોર્સ (૪) શ્રી ગુલાબચંદજી મિલાપચંદજી કાનુગા (૫) શ્રી પાનમલજી શેઠીઆ (૬) શ્રી હીરાચંદજી રતનચંદજી નહાર (૭) શ્રી નેમીચંદજી ઝાબ (૮) મેસર્સ એફ. સંપત એન્ડ કંપની (૯) શ્રી જેરમલ માણિકલાલ શાહ (૧૦) શ્રી હિંમતમલજી દલીચંદજી શેઠ, કુલ રૂા. ૧૦૧૦]
ઉપરોક્ત રકમ વસુલ લેવાના કાર્ય માટે શ્રી લાલચંદુજી ઠઠ્ઠાએ જે ઉત્સાહ દાખવેલ છે તે બદલ તેઓનો આભાર માનીએ છીએ. શ્રી જેસલમેર જ્ઞાનભંડાર સૂચિપત્ર ફંડ
શ્રી જેસલમેર જ્ઞાનભંડાર સૂચિપત્ર પ્રકાશન ફંડ ખાતે શ્રી મોતીશા જૈન દેરાસર (ભાયખલા) મુંબઈના રૂા.૨૫૧) અને શ્રી આદિનાથ જૈન શ્વેતામ્બર મંદિર-બેંગલોર તરફથી રૂ. ૧૦૦) પ્રાપ્ત થયા છે, તે બદલ ટ્રસ્ટી સાહેબોનો આભાર માનીએ છીએ. •