________________
जैन युग
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र
વર્ષ : જૂનું ૨૦, નવું ૨ ક વીરાત સં. ૨૪૮૬, વિક્રમાર્ક ૨૦૧૫ 4 તા૧ સપ્ટેમ્બર ૧૯૫૯ ૫ અંક ૧૧
वंदे वीरं तपोवीरं तपसा दुस्तपेन यः।
शुद्धं स्वं विदधे स्वर्ण स्वर्णकार इवग्निना ॥ જેમ સોની અગ્નિ વડે સુવર્ણને શુદ્ધ બનાવે છે, તેમ જેમણે બહુ કઠિન એવાં તપ વડે પોતાના આત્માને શુદ્ધ બનાવ્યો એવા તપોવીર ભગવાન મહાવીરને હું નમું છું.
-તિલકાચાર્યઃ છતક૯પવૃત્તિ
ધર્મ મં ગ લ धम्मो मंगलमुक्किटं, अहिंसा संजमो तवो।
આ પણ પિસ્તાલીસ આગમોમાંના ચાર મૂળસૂત્રોમાં
આ દશવૈકાલિક સત્રનો સમાવેશ કરવામાં આવે છે. દશવૈકાલિકસૂત્રના રચયિતા આચાર્ય શ્રી શય્યભવસૂરિજીએ એ ધર્મગ્રંથની પહેલી ગાથાના ઉપર આપેલ પૂર્વાર્ધમાં ધર્મની મહત્તા અને ધર્મનો માર્ગ, એ બન્નેનું સરળ છતાં ગંભીર અને મૂળગામી દર્શન કરાવ્યું છે: ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલરૂપ છે, એ થઈ ધર્મની મહત્તા; અને અહિંસા, સંયમ અને તપ, એ થયો ધર્મનો માર્ગ. મતલબ કે ધર્મના આ માર્ગે ચાલીને માનવી ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મની જીવનમાં સ્થાપના–પ્રતિષ્ઠા કરી શકે છે.
માનવીની બધી પ્રવૃત્તિનો હેતુ કોઈ પણ રીતે પોતાનું ભલું, પોતાનું કલ્યાણ કે પોતાનું મંગલ કરવાનો જ હોય છે. અને એ માટે એ અનેક પ્રયત્નો કર્યા કરે છે. ક્યારેક એ પ્રયત્નો સાચી દિશાના હોય છે તો એનું પરિણામ ધાર્યા પ્રમાણે સારું આવે છે, અને કયારેક એમાં કંઈક એવી દિશાચૂક થયેલી હોય છે કે એનું પરિણામ ધાર્યા કરતાં જુદું અને કોઈક વાર તો ઊંધું સુદ્ધાં આવી જાય છે. એટલા જ માટે કોઈ પણ સારા કાર્યની સિદ્ધિનો
ઉપાય, એ કાર્ય કેવી રીતે પાર પડે એની પૂરી પ્રક્રિયા જાણી લેવી, અને એ જાણ્યા પછી એનો અણીશુદ્ધ અમલ કરવો, એ જ છે. આપણું પારદર્શી શાસ્ત્રકારોએ આ જ વાત નત્રિયજ્યાં મોક્ષ એ સૂત્ર દ્વારા પ્રતિપાદિત કરી છે.
આ રીતે જ્યારે ધર્મનો અને માનવજીવનનો વિચાર કરીએ છીએ ત્યારે, ધર્મ એ માનવજીવનનો અવિભાજય અંશ તો લાગે જ છે; ઉપરાંત, માનવજીવનનો સાર પણ એ જ હોય એમ સ્વીકારવું પડે છે, અથવા તો ધર્મ એ જ સાચું માનવજીવન છે એમ માનવું પડે છે. આનો અર્થ એ થયો કે ધર્મ વગરનું માનવજીવન, એ પ્રાણ વગરના કલેવરની જેમ, અર્થ વગરનું બની જાય છે.
માનવજીવનને ઇતર જીવનથી જુદી પાડતી કે વિશિષ્ટ બનાવતી જે કેટલીક ભેદક રેખાઓ છે, એમાં ધર્મ મુખ્ય છે. જે પળે માનવીના જીવનમાંથી એ ભેદક રેખા ભૂસાઈ જાય ત્યારે માનવ પ્રાણી અને ઈતર પ્રાણી વચ્ચેનો ભેદ પણ ભૂંસાઈ જાય; અને માનવીનું જીવન