SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ઓગસ્ટ ૧૯૫૯ મન જેમ વેરવિખેર થઈ જાય-લાંબા વખતથી આવી નકલી રીતે જીવવા તરફ વળી ગયેલી મધ્યમવર્ગની આ તાસીરને હવે તરત જ ફેરવવી જોઈએ. આ માટેનો ઉત્તમ ઉપાય ઉદ્યોગગૃહો, પરિશ્રમાલય જેવી નવરાઓ પાસેથી કામ લઈને એમને દામ આપી શકે એવી સંસ્થાઓ સ્થાપવી એ છે. સદભાગ્યે આ દિશા તરફ આપણું ધ્યાન તો ઠીકઠીક ગયું છે, પણ એ માટેના આપણા પ્રયત્નો “પાશેરામાં પહેલી પૂણી” જેવા પણ ભાગ્યે જ છે. સમાજમાં આને અનુરૂપ વાતાવરણ સરજાતું જાય છે, એ સારું છે; પણ એની ગતિ કીડી જેવી એવી તો ધીમી છે કે ફરી કયારે એ અટકી પડે અને ફરી પાછી હતી એવી ને એવી સ્થિતિ ક્યારે સર્જાઈ જાય એવો ભય સતત રહ્યા કરે છે. આ માટે જેટલી પૈસાની અને અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની જરૂર છે, તેટલી જ ઊંડી સૂઝ અને એ કાર્યમાં શક્તિને કેન્દ્રિત કરવાની જરૂર છે. આ માટે લાગણીથી કે શોખ તરીકે ફુરસદના વખતે અમુક કામ કરી છે. એવા કાર્યકરોથી હવે કામ નહીં ચાલે, એ માટે તો હવે એ કામમાં પૂરેપૂરા ખેંચી જાય એવા ભેખધારી કાર્યકરો જ જોઈશે. વળી, જેઓ ઉંમરને કારણે તદ્દન અશક્ત હોય, બિમારીને કારણે કંઈ કરી શકે એવા ન હોય તેમ જ જેઓ કામ કરી ન શકે એટલા અપંગ હોય એમના જીવનનિર્વાહનો સવાલ પણ સમાજરક્ષાનો જ સવાલ લેખાવો જોઈએ, અને એ માટે પણ કંઈક નક્કર અને કાયમી જોગવાઈ થવી જોઈએ. તેમ જ અત્યારે જે સાચા અર્થમાં સમાજનું રક્ષણ કરવું હશે તો રાજદ્વારી ક્ષેત્રે પણ આપણે આપણી તેજસ્વિતા અને ઉપયોગિતા સાબિત કરવી પડશે; અને આનો મુખ્ય ઉપાય પણ એવા બાહોશ કાર્યકરોને તૈયાર કરવા એ જ છે અને એ કાર્ય પણ ઉચ્ચ કોટીના શિક્ષણ વગર સાધ્ય બની શકે એમ નથી. આ રીતે અત્યારે સમાજની રક્ષા માટે ઉપર જણાવ્યા તે તેમ જ એવા જ બીજા અનેક ઉપાયો આપણે સત્વર હાથ ધરવા પડશે; પણ આવાં કાર્યો વ્યક્તિઓ દ્વારા નહીં પણ શક્તિશાળી સંસ્થાઓ દ્વારા જ યોગ્ય રીતે થઈ શકે એ કહેવાની જરૂર ન હોય. આનો અર્થ એ થયો કે જે આપણે સમાજની રક્ષા કરવી હોય તો આપણી કોન્ફરન્સને અને બીજી સંસ્થાઓને વધારે કાર્યક્ષમ અને વધારે શક્તિશાળી બનાવવી જોઈએ. આપણે એ દિશામાં દત્તચિત્ત બનીએ એ જ અભ્યર્થના. - રકરણ કરી RAI W It ili ll HD. BETHilliant Elifili[ltilitiefપHBji[ Avinas- liful Links મથુરા શ૯૫
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy