________________
જૈન યુગ
અને ઘર કરી ગયેલી વર્તઓ જલાપ બની ગઈ હોવા છતાં એની સામે થવાનું કામ મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું આકરું થઈ પડે છે. પરિણામે સમાજ રક્ષાનો પ્રશ્ન જે રીતે મક્કમતાપૂર્વક હાય ધરાવો જોઈ એ એ રીતે હાથ ધરી શકાતો નથી, અને સમાજની સ્થિતિ દિનપ્રતિદિન વધુને વધુ ગયા ગાડા જેવી ગળિયા બળદ જેવી થતી જાય છે !
અમને પોતાને તો ચોક્કસ લાગે છે કે જૈન સમાજની રક્ષાનો પ્રશ્ન ત્યારે એવા નાજુક તબકકે પહોંચ્યો છે કે હવે સમાજસેવાની વાતો કર્યો, સમાજસેવાની દષ્ટિએ થોડી ઘણી દોડધામકે પ્રવૃત્તિ કર્યું, મોટમોટા દાવો કે પ્રવચન કર્યું, અથવા તો લાંબીલાંબી અને ત ચર્ચાવિચારણા કર્યું આપણું કામ સરવાનું નથી. ઠરાવો, ચર્ચાઓ અને પ્રવચનો આપણે પેટ ભરીને કરી ચૂકયા છીએ; ભાવનાથી, શોખથી ૬ સાચી સેવાવૃત્તિથી સેવાપ્રવૃત્તિને પણ આપણે દીદીક આરી ચૂક્યા છીએ. સખાવતો અને બીજી પ્રવૃત્તિઓ કરવામાં પણ આપણે કશી ખામી રહેવા દીધી નથી; અને છતાં અત્યારે આપણો સમાજ હતી-નાબૂદીના કે જીવસટોસટના સવાલમાં અટવાઈ ગયો છે, એ એક હકીકત છે. કોનો વ્યવહાર સચવારો અને કીની આબર ટકી શહેરો એ જ મોટો કોયડો થઈ ગયો છે અને આમ થવાનાં બીજાં ગમે
તે અનેક કારણો હોય, પણ એનું મુખ્ય કારણ તો અસાર વધી ગયેલી. અાર્થિક સંકડામણું જ છે, એમાં જરાય શક નથી.
એટલે સમાજરક્ષાના ઉપાય તરીકે સૌથી પહેલી વાત તો આ આર્થિક સંકડામણુમાંથી સમાજને બી રીતે બચાવી લેવો અને એ સંકડામણુ છતાં આપણા વ્યવહારો અને સંબંધોને કેવી રીતે જાળવી રાખવા, એનો માર્ગ શોધી કાઢવો એ જ છે.
આ માટે પહેલું સત્ય તો એ ધ્યાનમાં લેવાની જરૂર છે કે નિયમો, રીત-રિવાજો અને દિચ્યો એ સમાજને માટે છે; નહીં કે સમાજ એ બધાને માટે. એટલે જે જે રૂટિઓ કે રિયાને સમાજને માટે ખારીરૂપ બનવાને બદલે હવે શાપરૂપ બની ગયા હોય એને શોધી શોધીને વિના વિલંબે દૂર કરવા જોઈ એ. સમાજ એ પણ એક જાતનું શરીર છે; અને તેથી શરીર ઉપર લદાયેલો બિનજરૂરી બોજો ઓછો થાય તો જ શરીર નિરાકુળપણે ગતિ કરી શકે, એ કહેવાની જરૂર ન હોય.
૩
ગેંગસ્ટ ૧૯૫૯
આ તો થઈ અનાવશ્યક બોજો દૂર કરવાની વાત. પણ કેવળ આવા નકારાત્મક પગલાથી સમાજની રક્ષા થઈ જશે એમ રખે આપણે માની લઈએ ! એ માટે તો નકારાત્મકની સાથોસાથ વિધાયક પગલાં ભરવાની પણ એટલી જ જરૂર છે. કદાચ એમ પણ કહી શકાય કે જે વિધાયક એટલે કે રચનાત્મક પગલાં મમતાપર્વક ભરવામાં આવે તો નિષેધાત્મક પગલાં ભરવા માટે અર્થાત્ જે વસ્તુઓને દૂર કરવાની જરૂર હોય તે દૂર કરવા માટે વિશેષ મથામણુ ભાગ્યે જ કરવી પડે.
આ વિધાયક પગલો સંબંધી થોડોક વિચાર કરીએ. આ વાતનો વિચાર કરતાં સૌથી પહેલું ધ્યાન વ્યાવહારિક શિક્ષણ તરફ જાય છે. જેમને જન્મથી સહજ રીતે બાઉલનની શક્તિ મળી હોય કે ઓ આપમેળે કોઈ પણ ામાં પાવરધા બની જવાની કુદરતી શિન ધરાવતા હોય અથવા તો જેમને વેપાર, ઉદ્યોગ કે સંપત્તિની પત્રિક વારસો મળ્યો હોય એમને અવશ્ય લેખીને બાકીના લગભગ ખાખા સમાજે આવવા ક શિક્ષણની કોઈક ને કોઇક શાખામાં એવી નિપુના મેળવવી જ જોઈએ કે જેથી એ પોતાનું અને પોતાના કુટુંબનું ભરણ-પોષણૢ કરી શકે અને પોતાનાં સંતાનોને સારી રીતે શિક્ષણ આપી શકે.
સમાજના છોકરા-છોકરીઓને આવા શિક્ષણ માટેની જરૂરી આર્થિક જોગવાઈ કરી આપવા પ્રયત્ન કરતી ટલીક સંસ્થાઓ આપણે ત્યાં છે, અને એમાં સમયે સમયે વધારો પણ થતો રહે છે, એ માનંદ અને સંતોષની વાત છે. આમ છતાં અત્યારની ખૂબ વધી ગયેલી જરૂરિયાતોના પ્રમાણમાં આ જોગવાઈ બહુ જ અપૂરતી છે અને ઘણાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને અભ્યાસ માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે, એ પણ એટલું જ સાચું છે. એટલે અમે ઇચ્છીએ છીએ કે સમાજના આગેવાનો, શ્રીમંતો અને આપણી મુખ્ય મુખ્ય સંસ્થાઓનું ધ્યાન આ અતિ મહત્ત્વની બાબત તરફ જાય, અને આપણો દાનનો પ્રવાહ આ પ્રદેશ તરફ સાથોસાથ વધારે વેગથી વહેતો થાય.
બીજી વાત છે, સમાજમાં લાંબા વખતથી ઘર કરી ગયેલી કામ કે મહેનત પ્રત્યેની સૂગનું નિવારણ થાય એવું પ્રેરક વાતાવરણ ઊભું કરીને જાતમહેનત અને શ્રમની પ્રતિષ્ઠા વધારવાની. એક રળે અને પાંચ ખાય, અને એ એકના ચાલ્યા જવાથી આખું કુટુંબ, એકડિયા મહેલની