________________
જૈન યુગ
જાન્યુઆરી ૧૯૫૯
ઐતિહાસિક અભિવ્યક્તિઓમાંની કોઈ ને કોઈ અભિવ્યક્તિના જ્ઞાન પ્રત્યેનું પ્રદાન છે. *
વિદ્વાનો હંમેશા જેન સિદ્ધાન્તોની છેલ્લામાં છેલ્લી વિગતો સુધી અને એની ધાર્મિક લાગણીના સ્મતમ ભેદો સુધી જૈનવિદ્યાની ખૂબીઓ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. છતાં આનો અર્થ એમ નથી કે જેનવિદ્યા એ એક જુદી પાડેલી બાબત છે. ઉલટું બીજા પશ્ચાત્કાલીન સુવિકસિત ધમૅની માફક જૈન ધર્મ પણ ભારતીય જીવન અને વિચારોની સામાન્ય પાર્શ્વભૂમિમાંથી ક્રમશઃ કેવી રીતે વિકસ્યો અને મૂળને સમ્બન્ધ પાછળથી બીજા સમ્પ્રદાયોના વિચાર ના વિનિમયથી કેવી રીતે સુદઢ થયો તના અભ્યાસ કરવા જરૂર જણાવ્યા હતા. આ અથમા જૈન ધર્મના જ્ઞાન માટેનું દરેક પ્રદાન ભારતીય પ્રતિભાની
* The Voice of Ahinsa (Aliganj (Etah) Uttar Pradesh] Vol. VI, No. 10, October 1956 માં પ્રસિદ્ધ થયેલા લેખનું સુધારા વધારા સહિત ભાષાન્તર,
- સદર ભાષાન્તરની અનુમતિ માટે તથા તેના અંગેની અનેકવિધ સાહાસ્ય અને સૂચનો માટે મળલેખક ડૉ. બ્રુનનો અને ભાષાન્તરને “ જેનયુગ 'માં પ્રગટ કરવાની તમન્ના દશાવી વારંવાર પ્રોત્સાહન આપવા માટે શ્રી કાન્તિલાલ કોરાનો અનુવાદક આભાર માને છે
સિદ્ધસેન દિવાકર મૃત્યુલોકની મહાનગરી, સરસ્વતીના નિવાસસ્થાન-ઉજજૈન નગરીમાં મહાકાલેશ્વર મહાદેવના મંદિરમાં એક અવધૂતે ધામા નાખ્યા. પગ ઉપર પગ ચઢાવી, સાધારણ પાગલની જેમ એ સાધુ બેઠા.
અરે બાવાજી, પગ પર પગ ચઢાવ્યા છે તે ઉતારો અને મહાદેવને નમન કરો” પુજારીઓએ કહ્યું. પણ સાધુ બોલે શાના? સિપાઈઓએ ચાબખા મારવાનું શરૂ કર્યું પણ તે તો રાજમહેલની રાણીઓના શરીર પર લાગવા માંડ્યા.
“મહારાજ, કોઈ બાવો મહાદેવના મંદિરમાં આવ્યો છે, બોલતો નથી કે ચાલતો નથી. પગ ઉપર પગ ચઢાવી દેવને પૂંઠ કરી દેવનું અપમાન કરે છે” પુજારીએ રાજાને ફરિયાદ કરી.
“બાવાજી, મહાદેવનું અપમાન કરતાં જરા વિચાર કરો ! ઇવનું જોખમ છે. તેની સ્તુતિ કરો.” વિક્રમ રાજાએ ત્યાં આવી સાધુને કહ્યું.
“હે રાજા! આ દેવ મારી સ્તુતિ સહન કરી શકે તેટલો શક્તિમાન નથી.” જરા ક્રોધથી સાધુએ કહ્યું. રાજાએ કહ્યું. “તમારે પરયો તો બતાવો.”
પુણ્ય-પાપ રહિત એવા દેવને મારા નમસ્કાર હો એમ પ્રભુ મહાવીરની બત્રીસ કલોક વડે સ્તુતિ કરી સાધુએ પ્રભુ પાર્શ્વનાથની સ્તુતિ એક પછી એક ગાથાઓ દ્વારા કરવા માંડી. એકેક ગાથાએ શિવલિંગમાં અવાજ સાથે ફાટ પડતી અને અગિયાર ગાથા પૂરી થઈ ત્યાં તો એક ભયજનક અવાજ સાથે શિવલિંગ ફાટયું અને અવંતિ પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. સૌ આશ્ચર્ય પામ્યા,
રાજાએ વિસ્મયથી કારણ પૂછતાં સાધુએ જણાવ્યું, “રાજા ! આ સ્થાન જૈનોનું છે. અવંતિપાર્શ્વનાથની મૂર્તિની અહીં પ્રતિષ્ઠા થઈ છે. પણ બ્રાહ્મણધર્મવાદીઓએ તે મૂર્તિ પર શિવલિંગ સ્થાપેલું હતું. પરિણામે એ શિવલિંગ વડે મારી સ્તુતિ સહન ન થઈ અને અવંતિપાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ.” સૌ વિસ્મય પામ્યા અને જૈન શાસનની ઉન્નતિ થવા લાગી !'
– બંસી