________________
जैन युग
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र
વર્ષ : જનું ૨૦, નવું ૨ વીરાત સં. ૨૪૮૬, વિકમાર્ક ૨૦૧૫ ૬ તા. ૧ જૂન ૧૯૫૯ ૬ અંક ૮
धम्मो मंगलमुक्टुिं अहिंसा संजमो तवो।
તેવા વિ તં નમતિ ના પને તથા મો , – દશવૈકાન્નિક સૂત્ર અહિંસા, તપ અને સંયમરૂપ ધર્મ એ ઉત્તમમાં ઉત્તમ મંગલ છે. જેનું મને હંમેશાં (આ) ધર્મમાં રહે છે તેને દેવો પણ નમે છે.
વ્યવસ્થિત યો જ ના ન હીં કરી એ તો –
દેશ અને દુનિયાની પલટાતી પરિસ્થિતિ અને
બદલાતી સમાજવ્યવસ્થાની પાછળ રાજકીય, આર્થિક તેમ જ બીજાં જબરાં પરિબળો કામ કરી રહ્યાં છે; કદાચ વધુ સારી રીતે કહેવું હોય તો એમ જ કહી શકાય કે એ પરિબળો જ પરિસ્થિતિ અને સમાજવ્યવસ્થાના ફેરફારનાં જનક છે.
શીત કાળે સૌને ટાઢનો અનુભવ થાય અને ઉનાળે જેમ ગરમીનો અનુભવ થાય, એ જ રીતે આ ફેરફારોની અસર દેશના કે દુનિયાના બધાય માનવસમૂહો અને સમાજને થયા વગર ન રહે. કેટલાકને એ ફેરફાર પોતાના પ્રગતિના માર્ગમાં પ્રેરણારૂપ અને સહાયતારૂપ બની જાય તો બીજા કેટલાકને, પોતાના જૂના વિચારોના ભારણને કારણે, એ અકળાવનારા અને આફતરૂપ લાગી જાય છે, એટલું જ. પણ એમાં એ ફેરફારનો શો વાંક?
પણ કોઈને ગમે કે ન ગમે, કોઈને આશીર્વાદરૂપ લાગે કે આપત્તિરૂપ લાગે, છતાં જે નવા ફેરફારો હવે થયા વગર રહેવાના જ નથી, એની સામે લાચાર થઈને બેસી રહેવું છે એની સામે નિરર્થક બડબડાટ કર્યા કરવો એમાં શાણપણ નથી, સલામતી પણ નથી. ખરું
શાણપણું તો પલટાતી પરિસ્થિતિને અનુરૂપ પલટો લઈને એ પરિસ્થિતિનો વધારેમાં વધારે લાભ ઉઠાવી લેવામાં છે, અને કદાચ આવું ચકોરપણું કે આવી હોંશિયારી દાખવવાની શક્તિ ન હોય તો પણ છેવટે આવતી મુશ્કેલીનો ચોકકસ તાગ મેળવીને પાણી પહેલાં પાળ બાંધવા જેટલી સમયસૂચકતા અને દૂરંદેશી તેમ જ આવડત તો દેખાડવી જ જોઈએ. એટલું જ ન થઈ શકે તો સમજવું કે આપણે ઘેટાંના ટોળાંની જેમ અવ્યવસ્થિત રીતે જ રહેવા અને જીવવા માગીએ છીએ અને સુવ્યવસ્થિત સમાજરચનાની આપણી વાતો કેવળ પોપટના રામનામ જેવી અર્થ વગરની જ છે.
દુનિયામાં રાજકારણ ઉપર પણ જામતું જતું અર્થકારણનું વર્ચસ્વ અને દેશના અર્થતંત્રનું ઝડપથી બદલાઈ રહેલું માળખું આજે માનવીની જીવનનિર્વાહની રોજિંદી વ્યવસ્થા ઉપર ભારે અસર કરવા લાગ્યું છે. ગઈ કાલે જે આવક જીવનનિર્વાહ માટે પૂરતી જ નહીં પણ કંઈક બચત કરનારી લેખાતી હતી, એ આવક આજે એટલા ને એટલા જ જીવનનિર્વાહ માટે સાવ ઓછી લાગે છે. અને જીવનનિર્વાહ માટે પ્રાથમિક જરૂરિયાતરૂપ