________________
જૈન યુગ
૨૦
જાન્યુઆરી ૧૯૫૯
ચિત્ત અને સદ્ભૂતની કથા જાતક નં. ૪૯૮ તેમ જ
કથા જાતક નં ૪૯૮ તેમ જ ૩યકક્ષા ના ૧૭મા અધ્યાયમાં કહેલી છે. અને બન્ને રૂપાન્તરોનો સમ્બન્ધ અનેક વિદ્વાનોએ ચઓ જ છે. સામગ્રીની પુનઃ ચકાસણી આલ્સૉફને એ નિર્ણય પર લાવે છે કે આ બન્ને રૂપાન્તરોનું સામાન્ય ઉદ્ગમ, ઉપજાતિ છન્દમાં રચાએલ એક જૂનું કાવ્ય છે. બન્ને રૂપાન્તરોમાં મળતા બીજા છન્દના શ્લોકો ગૌણ અને નિરપેક્ષ વધારાઓ છે. પરંતુ “જાતક અને ઉત્તર સાય, ના સામાન્ય ઉપજાતિ-શ્લોકો પણ માત્ર જૂજ અપતામાં છે. અને માત્ર ખૂબ ઓછા પ્રસંગોમાં બન્ને લોકોમાં સંપૂર્ણ સંવાદ મળે છે.” તેથી બન્ને ગ્રન્થોની મદદથી એ પ્રાચીન કથાનું નિશ્ચિત પુનરુદ્ધારણ ભાગ્યે જ શક્ય છે. પરંતુ તેમ છતાં બન્ને રૂપાન્તરોના સાચા વ્યાખ્યાન માટે કાળજીભરી તુલના આવશ્યક છે.
Itthiparinnā, a chapter of Jain monastic poetry (થીજા , જૈન સાધુઓના આચાર સબધી કાવ્યનું એક પ્રકરણ (ભારતીય છંદ શાસ્ત્રના પ્રદાનરૂપે સંપાદિત; અંગ્રેજીમાં; ઈન્ડો ઇરાનીઅન જર્નલમાં પ્રસિદ્ધ થશે.):
પશ્ચાત્કાલીન અથવા “સામાન્ય આર્યા કરતાં જુદી, જૈન આગમો (દા. ત. માયા° ૧૯ સૂવાë° ૧૯૪; અને અંશતઃ ઉત્તર સાવ ૮)ના પ્રાચીન તરોમાં અને સુત્તનિવાત ૮ અને ૧૪ માં આવતી “પ્રાચીન' આર્યા તરફ યાકોબીએ જ સર્વપ્રથમ ધ્યાન દોર્યું. માર° ૧૯ ની સમીક્ષિત આવૃત્તિ શુદ્ધિગે પ્રકાશિત કરી હતી. સૂયગડ° ૧૪ (= દૃથીવરન્ના) નું યાકોબીએ અને શુદ્ધિગે ભાષાન્તર કરેલું. પરન્તુ ગ્રન્થની સમીક્ષિત આવૃત્તિ હજુ બહાર પડી નથી. આલ્સ આ લેખમાં તે કરે છે. આ લેખમાં તદુપરાઃ છન્દનું પૃથક્કરણ, નવું ભાષાન્તર અને સન્દિગ્ધ ફકરાઓ ઉપર વિસ્તૃત નોંધો પણ આપેલી છે. સ્થાન્નિા વિશિષ્ટ ધ્યાન માગે છે કારણ કે એ બ્રહ્મચર્યના પ્રશ્નને ચર્ચે છે અને આદર્શ પરિસ્થિતિને માત્ર રજૂ ન કરતાં “વાસ્તવિક અનુભવના આશ્ચર્યકારક નિખાલસતાથી સ્વીકારાએલા દૂષણોથી પ્રેરાએલી અગત્યની વિનવણી” કરે છે.
(૨) કલાઉસ બૂન (હાબુર્ગ યુનિ માં સંશોધનવૃત્તિભુફ, શુદ્ધિગ અને
આહસડોર્કના શિષ્ય) silankas Cauppannamahapurisacariya (શીલાંકનું ચઉપણુમહાપુરિસચરિય, જૈન વિશ્વ
ઇતિહાસના અભ્યાસ વિષે પ્રદાન) ANIST 8, 1954: _
અપ્રકાશિત ગ્રન્થનું આ પૃથકકરણ મુનિ શ્રીપુણ્યવિજયછની મદદથી મળેલી બે હસ્તપ્રતો ઉપર આધારિત થયું છે. શીલાંકના ગ્રન્થ અને તત્પશ્ચાત્કાલીન, અધિકાર જાણીતા અને અધિકતર વ્યાપક હેમચન્દ્રના ત્રિષષ્ટિ” વચ્ચેના તમામ વિસંવાદો બૂન એકઠા કરે છે. આ તુલના વિશ્વ ઈતિહાસના બીજા . (અને દિ.) રૂપાન્તરો સુધી પણ અંશતઃ લંબાવી છે. અને નિર્ણય કર્યો છે કે શીલાંક કવે. સમ્પ્રદાયને અનુસરે છે, છતાં બીજા કોઈ પણ પ્રાચીન કે પશ્ચાત્કાલીન વે. રૂપાન્તરો સાથે નિકટનો સમ્પર્ક ધરાવતો નથી. ગ્રન્થકર્તા સમ્બન્ધ, તે ટીકાકાર શીલાંકથી અભિન્ન નથી અને એણે પોતાનો ગ્રન્થ સં. ૯૨૫ માં રચ્યો, તે સીવાય બીજું કંઈ જાણમાં નથી. લેખનો અતિમ ભાગ જૈન કથાઓ અને બ્રાહ્મણ તથા બૌદ્ધ કથાઓ વચ્ચેના સમ્બન્ધો સાથે મુખ્યતયા સમ્બન્ધ ધરાવતા કેટલાક સામાન્ય પ્રશ્નોની ચર્ચા કરે છે. લેખના અને શીલાંકના ગ્રન્થના કેટલાક નમૂનાઓ આપવામાં આવ્યા છે.
The Figures of the Two Lower Reliefs on the Pārsoanatha Temple at Khajuraho (ખજૂરાહોના પાર્શ્વનાથ મન્દિરના નીચલા બે ઉપસેલા ભાગો પરની આકૃતિઓ) (અંગ્રેજીમાં : આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થ, મુંબઈ ૧૯૫૬, પૃ. ૭થી) –
ઉપર્યુક્ત (દિ.) શિલ્પોના મૂર્તિશાસ્ત્રીય આકારોનું ધૂન પૃથક્કરણ કરે છે અને નીચેના નિર્ણયો પર આવે છે: (૧) ઉપસેલા ભાગો એકંદરે અવ્યવસ્થિત છે. (૨) પૌરાણિક તાદામ્યવાળી (દા. ત. દિકપાલો) અને પૌરાણિક અર્થ રહિત (દા. ત. પ્રસાધન કરતી સ્ત્રી) ની આકૃતિઓ ઉપરાન્ત બન્ને પ્રકાર વચ્ચે સમાધાન સાધતી બીજી અનેક મૂર્તિઓ ત્યાં છે.
(૩) બ્રાહ્મણ મૂર્તિશાસ્ત્રમાંથી કરેલી ઉઠાંતરી સ્પષ્ટ છે, છતાં (જૈન દેવવાદીઓએ પ્રમાણેલી સરસ્વતી જેવી અંગીકૃત કરેલી કૃતિઓ બાદ કરતાં) સો ટકા બ્રાહ્મણ મૂર્તિશાસ્ત્રને અનુસરતી એક પણ મૂર્તિ ત્યાં નથી.
૬. (હેમચન્દ્રના ગ્રન્થ “વષષ્ટિના ”ના શીર્ષક કરતાં જુદી રીતે) એનું શીર્ષક ૨૩qour એ પ્રમાણે છે તેનું કારણ એ છે કે ૯ પ્રતિવાસુદેવોને “મહાપુરુષ' માં ગણ્યા નથી. ભેદ માત્ર શીર્ષક પૂરતો જ છે, પ્રતિપાદ્ય વિષય અંગે નહિ.