SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ગુજરાતી ચિરત્રોમાં મલ્લિનાથચરિત્ર(ગદ્ય)ની સોળમા સૈકામાં લખાએલી પ્રત છે. સંસ્કૃત પ્રાકૃત કથાગ્રન્થોમાં રામચંદ્રસૂરિની રચેલી સિંહાસન દ્વાત્રિંશિકા, શુભશીલગણના ભરતેશ્વરબાહુબલિવૃત્તિ, શિવદાસની વૈતાલપંચવિંશતિકા, મણિસુંદરનો વિમલબોધ, કામાચરિત્ર, ભરટકકથા, ઉપદેશરત્નમાલા ટખા સાથે, અનન્તહંસગણિની દૃષ્ટાન્તરત્નમાલા, સમયસુંદરના બાલાવબોધ સાથેની કાલિકાચાર્ય કથા જેની નકલ સં. ૧૬૬૬માં વીરમપુરનગરમાં ‘રાહુલ નૃપ તેજસી રાજ્યે થએલાની નોંધ છે; હર્ષનન્દનગણિની મધ્યાહ્નવ્યાખ્યાનપદ્ધતિ, રવિસાગરની મૌન એકાદશી કથા, કનકકુશલની સૌભાગ્યપંચમી કથા, પર્વકથા, હરિશ્ચંદ્રકથા, રોહિણી કથા, શેખરકુમાર કથા આદિ ગ્રન્થો છે. કાવ્ય ગ્રન્થોનો મોટો સંગ્રહ છે. કૃષ્ણદાસનું કાઁનન્દકાવ્ય, જે જૈનેતર કૃતિની સં. ૧૬૫૧માં પ્રલ્હાદનપુર ( પાલણપુર )માં લખાએલી પ્રતિ છે; તે ઉપરાંત, રઘુવંશ, કુમારસંભવ, મેઘદૂત, શિશુપાલવધ આદિની પ્રતો, જયદેવના ગીતગોવિંદની શ્રીધંધાણી ગ્રામે, શ્રીમાલદેવના રાજ્યે, ઉકેશગચ્છના કકુદાચાર્યના સંતાને દેવગુપ્તસૂરિની પાર્ટ, શીલસૂરિના શિષ્ય ચારિત્રલાબે સં. ૧૫૯૫ ( ઈ.સ. ૧૫૩૯)માં લખેલી પ્રતિ, ઘટખર્પરકાવ્ય, ટખા સાથેની ભર્તૃહરિના શતકત્રયની પ્રાચીન તેમ જ આર્વાચીન જુદી જુદી પ્રતો, લોકાગચ્છના મુનિરાજ તેજસિંધના રચેલા દૃષ્ટાન્તશતક કાવ્યની ટા સાથેની પ્રતિઓ; આમાં સં. ૧૭૬૩ માં રામચંદે રચેલા ટખાની ટખાકારના હરતાક્ષરની પ્રતિ, ઝાંઝણના નેમિદૂત મહાકાવ્યની ઉદયપુરમાં લખાએલી પ્રતિ, ભવવૈરાગ્યશતક, મેરુતુલ્ગરનું, મેધદૂતકાવ્ય, કાલિદાસના મેધદૂતની પ્રાચીન ચૂર્ણિકાની સં. ૧૪૭૧ માં લખાએલી પ્રતિ, ઈ. સ. ના પંદરમા સૈકામાં લખાએલી તેમ જ ફક્ત ૮૨ શ્લોકોવાળા, ભર્તૃહરિના વૈરાગ્યશતકની અગત્યની પ્રતિ, વૈરાગ્યશતકના ટીકાકાર મુકુન્દના હસ્તાક્ષરની પોતાની ટીકાની પ્રતિ (આ ટીકા આચાર્યશ્રી કાનજીના આદેશથી શ્રીદીપજી શિષ્ય મુકુન્દે રચી છે), ગુણવિનયનું વૈરાગ્યશતકવિવરણ, જિનવલ્લભસૂરિનું સંધપįકકાવ્ય, ગોવર્ધનાચાર્યનું રચેલ સપ્તશતીકાવ્ય, લુંકાગચ્છના મુનિશ્રી તેજસિંધે રચેલું સિદ્ધાન્તશતકકાવ્ય, સિંદૂરપ્રકર, કપૂરપ્રકર આદિ સંસ્કૃત પ્રાકૃત કાવ્યો છે. ૨૭ એપ્રિલ ૧૯૫૯ ન્યાયના ગ્રન્થોમાં ચિન્તામણિની સં. ૧૬૪૭ માં લખેલી પ્રત, શિવાદિત્ય મિશ્રની સપ્તપદાર્થી, તર્કસંગ્રહ દીપિકા સાથે, તર્કભાષાવિવરણ, સ્યાદ્રાદમંજરી જેવા ગ્રન્થો છે. નયચક્રવિવરણ દેવચંદ્રનું ) ની આચાર્ય મેધરાજરચિત ગુજરાતી પદ્યાનુવાદવાળી પ્રતિ ખાસ નોંધપાત્ર છે. ન્યાયના નયચક્ર જેવા અઘરા ગ્રંથના વિવરણની ગુજરાતી પદ્યાનુવાદ રચના લુંકાગચ્છના મુનિશ્રીએ કરેલી છે અને એની આ પ્રતિ વટપદ્રપત્તનમાં (વડોદરામાં) એ જ શ્રીમેધરાજમુનિના પ્રશિષ્ય મહાનંદ મુનિએ શ્રીદામસિંહ ભૂપ (શ્રીદામાજીરાવ ગાયકવાડ)ના રાજ્યકાળમાં લખેલી છે. વ્યાકરણગ્રન્થોમાં, સારસ્વતવ્યાકરણ પંચસન્ધિ, આચાર્યશ્રી હેમચંદ્રનું શબ્દાનુશાસન, લિંગાનુશાસન, પાણિનિની અષ્ટાધ્યાયી, સિદ્ધાન્તચંદ્રિકા, વરદરાજની સારસિદ્ધાન્ત-કૌમુદી, કાતન્ત્રવિભ્રમસૂત્ર અવસૂરિ સાથે, ધર્મસિંહનો વાક્યપ્રકાશ—આદિ ગ્રંથો છે. વૈદ્યકના ગ્રન્થોમાં નયનશેખરે ગુજરાતીમાં કરેલા છન્દોબદ્ અનુવાદની યોગરત્નાકર (મૂળ સંસ્કૃત )ની પ્રતિ ખાસ નોંધપાત્ર છે. આ ઉપરાંત અષ્ટાંગહૃદય, સુશ્રુત, વૈદ્યવલ્લભ, વૈદ્યમનોત્સવ આદિ ગ્રન્થો છે. સં. ૧૭૬૦માં લખાએલી ગુજરાતી ખાલાવબોધ સાથે અશ્વચિકિત્સાની કૃતિ નોંધપાત્ર છે. સપ્તશતી ભગવદ્ગીતા, મહાભારતનો પિતાપુત્રસંવાદનો ભાગ, પુરાણુસાર આદિ ગ્રન્થોની લોંકાગચ્છના મુનિઓની લખેલી પ્રતો છે. સ્તોત્રોમાં જૈન સંસ્કૃત પ્રાકૃત સ્તોત્ર, સ્તવનો ઉપરાંત, શંકરાચાર્યનું કનકધારા સ્તોત્ર, નર્મદાષ્ટક, ભવાનીસહસ્રનામ, વિષ્ણુસહસ્રનામ, ભૈરવભુજંગસ્તોત્ર, મહિન્નસ્તોત્ર, સૌંદર્યલહરી, રામરક્ષાસ્તોત્ર, ર્યસહસ્રનામની સં. ૧૭૪૭૦ માં પૂજ્ય ઋષિશ્રી ગાંગાજીના શિષ્ય સેવક નારાઈ ણે લખેલી પ્રતિ આદિ પ્રતિઓ નોંધપાત્ર છે. લોંકાગચ્છના પૂ. ઋષિશ્રી ગાંગાજીની પ્રેરણાથી નારાઈ ણે લખેલી ધણી પ્રતિઓ આ સંગ્રહમાં છે. આ સંગ્રહની પ્રતિઓની પુષ્પિકાઓ ઉપરથી લોકાગચ્છનો છેલ્લા બસો અઢીસો વર્ષનો ધણો ઇતિહાસ મળી આવે છે. આ પુષ્પિકાઓમાં મળતા અને શ્રીપૂજ્ય આચાર્યોના, ઋષિઓનાં નામો વગેરે ગચ્છના ઇતિહાસની દૃષ્ટિએ ખાસ નોંધપાત્ર છે.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy