________________
જૈન યુગ
જાન્યુઆરી ૧૯૫૯
કર્મમલથી શુદ્ધ થવા માટે તપ એ અનન્ય સાધન
કર્મમલથી આત્માને શુદ્ધ કરવાના યદ્યપિ અનેક આલંબનો જ્ઞાની મહર્ષિઓએ ફરમાવ્યા છે. એમ છતાં એ બધાય આલંબનોમાં તપનું સ્થાન અતિવિશિષ્ટ છે. “ર્માણ તાપથતિ તત્તવઃ” કમને જે તપાવે અર્થાત્ આત્મપ્રદેશોમાંથી છૂટા પાડે તેનું નામ તપ છે. લુગડું વધુ મલિન બન્યા બાદ તેને સાફ કરવા માટે ગરમ પાણીના ભઠ્ઠામાં જેમ નાખવું પડે છે, સોનું ચાંદી વગેરે ધાતુઓને શુદ્ધ બનાવવા માટે તેને જેમ અગ્નિનો જોરદાર તાપ આપવો પડે છે, પેટમાં જામેલા મળને દૂર કરવા માટે દીવેલ અથવા તેવા અન્ય કોઈ જુલાબની ગરમી આપવી જરૂરી છે; એજ પ્રમાણે અનન્તકાલથી કર્મવડે મલિન આત્માને શુદ્ધ કરવા માટે તપ એ અતિ આવશ્યક સાધન છે. બાર પ્રકારનો તપ એજ સકામ નિર્જરા
જીવ અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, નિર્જરા બંધ અને મોક્ષ આ નવતત્વના વિવેચન પ્રસંગે નિર્જરાતત્વની વ્યાખ્યામાં છ પ્રકારના બાહ્ય તેમજ છ પ્રકારના અત્યંતર તપને નિર્જરાના ભેદો ગણાવ્યા છે. વાસ્તવિક રીતે એ બારેય ભેદો–પ્રકારો તો તપના છે. નિર્જરાના તો સીધેસીધા સકામનિર્જરા અને અકામનિર્જરા એવા બે ભેદો છે. છતાં તપના બારેય ભેદોને નિર્જરાના ભેદો તરીકે વર્ણવવાનું કારણ એક જ છે કે બાહ્ય તેમજ અત્યંતર બન્ને પ્રકારનો (પટાભેદોની અપેક્ષાએ બારેય પ્રકારનો) તપ-સકામ નિર્જરાનું અસાધારણ કારણ છે. અને કારણમાં કાર્યનો ઉપચાર કરીને જ તપના ભેદોને નિર્જરાના ભેદો તરીકે ગણાવ્યા છે. “ઘર્ત વૈ મયુઃ ',
નgોઢવં પારોઃ ”, [ ઘી એ આયુષ્ય છે. વૃક્ષના મૂળીયા સાથે વધુ સંબંધવાળું પાણી પગમાં થતો વાળાનો રોગ છે.] આવા વાક્યો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. ઘી એ ખરી રીતે આયુષ્ય નથી પણ આયુષ્ય ટકાવવામાં ઘી એ બાહ્ય દૃષ્ટિએ પુષ્ટ સાધન છે. વૃક્ષના મૂળીયા સાથે વધુ સંબંધવાળું પાણી એ વાળાનું દર્દ નથી. પરંતુ પગમાં વાળાનું દર્દ થવામાં એ પાણી મુખ્ય કારણ છે. એમ તપ એ નિર્જરા નથી. પરંતુ મુમુક્ષુ આત્માને સકામનિર્જરા દ્વારા કર્મબન્ધનમાંથી મુક્ત થવા તપ એ અનન્ય સાધન છે. આહાર સંજ્ઞા એ જ સંસારની જડ
મોહને પરવશ બનેલા આત્માને આહારની લોલુપતા,
વિષય ભોગની લોલુપતા; તેના સાધન રૂપે ધન-દોલત બાગ-બંગલા-બગીચાની લોલુપતા, અને એ લોલુપતાના કારણે મન, વાણી, કાયાની એકધારી ચપળતા રહેલી છે. આહારની લોલુપતાનું નામ આહાર સંજ્ઞા, વિષયભોગની લોલુપતાનું નામ મેથુન સંજ્ઞા, ધન દોલત વગેરેની લોલુપતા એજ પરિગ્રહ સંજ્ઞા, અને એ લોલુપતાના કારણે મન, વાણી, કાયાની અસ્થિરતા તેનું નામ ભય સંજ્ઞા છે. આહાર સત્તા મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞામાં સ્વતંત્ર પણ કર્મવગણના પુલોને ગ્રહણ કરી આત્માને કર્મના બંધનમાં જકડી રાખવાની શક્તિ નથી, પણ એ સામર્થ્ય મન, વાણી, કાયાની ચપળતા-અર્થાત ભય સત્તામાં છે. આહારાદિ ત્રણેય સંજ્ઞાઓનું જેટલું પ્રાબલ્ય જેટલા પ્રમાણમાં ય સંજ્ઞાનું-મન, વાણી, કાયાની ચપળતાનું પ્રમાણ વધારે અને એનું જેટલું પ્રમાણ વધારે તેટલાં પ્રમાણમાં કર્મબન્ધન પણ વધારે થાય છે. તાત્વિક દૃષ્ટિએ વિચારાય તો આ ચારેય સંજ્ઞાઓ જ સંસારની અને સર્વ પ્રકારના દુઃખોની જડ છે. તધર્મ એ આત્માની અભયદશા માટે સુંદર સાધન
એ ચારેય સંજ્ઞાઓ–અને તેની પાછળ સંસાર તેમજ સંસારમાં વર્તતા સર્વ પ્રકારનાં દુ:ખોનો અંત આણવા માટે જ, દાન, શીલ, તપ અને ભાવ એ ચારેય પ્રકારના પવિત્ર ધર્મનું ઋષિમુનિઓએ પ્રતિપાદન કરેલ છે. આહારની લોલુપતા દૂર કરવા માટે તપોધર્મ, વિષય લાલસાના નિવારણ માટે શીલ ધર્મ, ધનની મૂર્છાને ઘટાડવા માટે દાન ધર્મ અને મન, વાણી, કાયાની અસ્થિરતા (ભયસંજ્ઞા) દૂર કરી અભયદશા પ્રાપ્ત કરવા માટે જ ભાવધર્મ ભગવંતોએ ફરમાવેલ છે. ચારેય પ્રકારની સંજ્ઞા એ સંસારનું કારણ છે. જ્યારે ચારેય પ્રકારનો ધર્મ એ ચારેય સંજ્ઞાઓને દૂર કરવા સાથે મોક્ષનું કારણ છે. તપાધર્મ એ મોક્ષપ્રાપ્તિનું કારણ
તપોધર્મની આચરણ દ્વારા જે એક આહારની લોલુપતા ઘટે તો તેની પાછળ, વિષયવાસના અવશ્ય ઘટે, વિષયવાસના ઘટે એટલે પ્રાયઃ ધનની મૂર પણ ઘટે અને એ ત્રણેય લોલુપતા ઘટે એટલે બાહ્યભાવમાં દોડધામ કરી રહેલા મન-વાણી-કાયાના વ્યાપારો જરૂર ઘટે–અર્થાત મન વાણી કાયાની ચંચળતા ઘટે એટલે કર્મબંધન ઓછું થાય, તેમજ આત્મા અમુક પ્રમાણમાં સ્વરૂપસ્થ થતાં પુરાણા કમસ્કંધો પણ આત્મપ્રદેશોમાંથી છૂટા પડતા જાય.