________________
જેન યુગ
માર્ચ ૧૯૫૯
એ કેમ સૂતો હશે અને કેમ રહેતો હશે? કેમ ભણતો હશે અને કેમ સાધુ જીવન જીવતો હશે ? એને કોઈ વાતની તકલીફ તો નહીં હોય? ” એમ નિરંતર અરણિકને જ સંભાર્યા કરતું.
માતૃત્વની અમર ગંગા એવી તો અવિરત વહેતી રહી કે એને કોઈ જ વરત વહેતી રહી કે એને કોઈ ત્યાગ, કોઈ તપ, કોઈ સંયમ કે કોઈ વૈરાગ્યનો ઉગ્ર તાપ પણ સૂકવી ન શક્યો !
કોઈક અવસર મળે એ અરણિકને મન ભરીને નીરખી જતાં અને એને પ્રસન્ન જોઈને અંતરમાં અનેરી ટાઢક અનુભવતાં.
આ રીતે લોહીના સગપણે બંધાયેલા ત્રણ સાધકોનો સમય પસાર થતો હતો.
એક વાર ત્રણે એક ગામમાં હતાં. ઉનાળાનો સમય હતો. દત્તમુનિ આત્મવૈરાગ્ય અને પુત્રવાત્સલ્યમાં કાયાને ઘસીને એક દિવસે સ્વર્ગ સંચરી ગયા.
યૌવનમાં ડગ માંડતા મુનિ અરણિકને માટે દુઃખના દહાડા આવી પહોંચ્યા.
છતાં કોઈ કોઈ વાર માતાનું દર્શન એને આશ્વાસન આપી જતું અને સંયમમાં સ્થિર થવાની પ્રેરણા
પણ પતિપત્નીનું મનોમંથન ભારે વેગીલું હતું. એમને ઘરમાં રહેવું હવે અસહ્ય બની ગયું. એટલે એ મનોમંથનમાંથી એમણે એક નવનીત શોધી કાઢયુંઃ જે માર્ગે માતાપિતા એ માર્ગે જ પુત્ર! પોતે મુક્તિને માર્ગે જવું, અને પુત્રને બંધનને માર્ગે વાળવો એ ન બને.
એમણે વૈરાગ્ય અને વાત્સલ્ય બેયનો સુમેળ સાધી લીધો અને એક દિવસ પતિ, પત્ની અને પુત્ર-શ્રેણી દત્ત, શેઠાણી ભદ્રા અને બાળક અહંક-ત્રણે ધર તજીને ગુરુને ચરણે જઈ બેઠા !
એમને મન હવે ધર્મના શરણ સિવાય બીજાં બધાં શરણ નકામાં બની ગયાં હતાં.
(૨) બાળ મુનિ અન્નકના અંતરમાં હજી સંસાર અને વૈરાગ્યના ભેદ નહોતા પ્રગટ્યા. એ તો પોતાનું બાળજીવન સહજ આનંદમાં વિતાવતો હતો.
અને મુનિ દત્તે પણ મુનિ વેશ ધારણ કર્યો હતો, પણ એમના અંતરમાંથી પુત્રવાત્સલ્યની મંગલ સરવાણી સુકાઈ ગઈ નહોતી. મસ્તકનું મુંડન ભલે થયું; મનનું મુંડન થવું સહેલી વાત ન હતી !
એટલે એમનું મન તો સદા સર્વદા અહંસકમાં જ લાગેલું રહેતું. મુનિજીવનના આચારો અને આચરણ તો પાળવાનાં હતાં જ, પણ એથી એમનો પુત્ર પ્રત્યેનો અનુરાગ ઓછો ન થતો.
અહંન્નક પ્રસન્ન રહે, એને કોઈ વાતે ખામી ન આવે, એની બધી સગવડ સચવાય અને એનું મન મુંઝાય નહીં, એ માટે દત્ત મુનિ સદા સાવધાન રહેતા–જાણે બાળ મુનિની સારસંભાળ એ જ એમનું જીવન એય બની ગયું! ગમે તેમ તોય પિતાનું મન ને !
બાલ મુનિ ઉંમરલાયક થવા આવ્યા તોય પિતાને મન તો એ બાળ જ રહ્યા ! ગોચરીભિક્ષા લેવા જવાનું કોઈ કહે તો દત્ત મુનિ પોતે જ એની વતી ભિક્ષા લેવા જાય ! એમને એમ કે રખે ને મારો અરણિક ભિક્ષા લેવા જતાં શરમાઈને કરમાઈ જોય! એના મનને ક્યાંક ઓછું આવી જાય ! અને ગોચરી જવાના એના દિવસો હજી ક્યાં વહી ગયા છે ?
સાધ્વી ભદ્રા પણ અરણિકને વીસરી ન શક્યાં. એનું અંતર તો જાણે “મારો અણિક ! મારો અરણિક!
આપતું.
- હવે તો પિતા-દત્તમુનિ-નહોતા એટલે વડીલ અને વૃદ્ધ શ્રમણોની શુશ્રુષા કરવાનું અને ગોચરી લાવવાનું કામ મુનિ અરણિકને માથે આવી પડ્યું,
કદી કામ નહીં કરેલું એ કામ કરવાનું માથે આવ્યું, અને એમાંય અંતરમાં નમ્રાતિનમ્ર ભાવ ધરીને–અરે, નામશેષ જેવા બનીને-ભિક્ષા લેવા જવાનું માથે આવ્યું! મુનિ અરણિકને માટે તો એ કોઈ રાજકુમારને નોકરી કરવા જવું પડે એવું વસમું થઈ પડ્યું.
પણ આ તો શ્રમણ જીવન એમાં શરમ કરી ન ચાલે! પ્રમાદ સેવ્યો ન પાલવે! કર્તવ્યનું અણીશુદ્ધ પાલન એ જ એનો એકમાત્ર માર્ગ.
યુવાન મુનિએ એ માર્ગે પોતાના મનને પલોટવા પ્રયત્ન આદર્યો.
નગરના એક માર્ગ ઉપર એક સુંદર હવેલી: ભારે મોટી તો નહીં પણ બે ઘડી જોઈ રહેવાનું મન થાય એવી નમણી–જાણે યૌવનમાં ડગ માંડતી કોઈ યુવતી જ જોઈ લ્યો.