________________
જૈન યુગ
રસ્તામાં જ મારું મૃત્યુ કરી દઈશ. તને કોણે કહ્યું કે જેથી તું મને ઉપાશ્રય ભણી લઈ જાય છે ? હું જંગલમાં પડ્યો હતો તે જ મારે માટે હિતકર હતું. તારા જેવા મૂહનો પનારો પડ્યો તેથી ખરેખર મારે કમોતે મરવું પડશે. ”
મુનિ નદિષેણે એ વિચાર કર્યો કે આ મુનિ રોગાક્રાંત હોવાથી વ્યાકુળ થઈ ગયા છે. તેમણે વિસામો લીધો. થોડા સમય બાદ ઉપાશ્રય ભણી ચાલવું શરૂ કર્યું.
૧૫
હવે તો રસ્તામાં આ વૃદ્ધ મુનિ નંદિષેણ મુનિને પગ વડે મારવા લાગ્યા અને અનિષ્ટ કરનારને કહેવામાં આવે તેવા અપશબ્દો બોલવા શરૂ કર્યાં તો પણ મુનિ નંદિને આ મુનિ પર કરુણા જ ઉત્પન્ન થઈ. “ અહો! આ મહાત્માને કબ્જે કેટલા બધા સ્વપ્રકૃતિથી વિમુખ બનાવી દીધા છે ? ” આમ વિચારી તેણે તે મુનિને મધુર વચનોથી કહ્યું, હે મુનિરાજ, ઉપાશ્રય હવે દૂર નથી.
弱
ડિસેમ્બર ૧૯૫૮
આપની અલ્પ સેવાનો પણ લાભ આ કિંકરને મળે તો તેથી તેને ખૂબ આનંદ થશે. આપની ચિકિત્સા કરીશું એટલે આપનો રોગ જરૂર દૂર થશે. આપે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. '' સૂર્ય ડૂબવાની તૈયારી કરી રહ્યો હતો. દેવતાની બધી શક્તિ પણ નંદિષણના નિષ્ઠાવાન તપ પાસે પાછી પડી ગઈ. જ્યાં નંદિષણ ઉપાશ્રયથી કંઈક દૂર રહ્યા તેવામાં મુનિ અદશ્ય થઈ ગયા. નંદિષેણુ સમક્ષ તે પરીક્ષક દેવ પ્રગટ થયો અને મુનિ નંદિણુને પ્રણામ કરી પોતાના અપરાધ માટે ક્ષમા માગી.
ઉપાશ્રયે પહોંચતાં અન્ય મુનિઓએ નંદિષણને માર સાધુ સંબંધે પૂછ્યું. નંદિષણે બનેલી બધી ખીના જણાવી. આમ ઉત્કૃષ્ટ ધર્મ આરાધી, મરણ સમયે અનશન કરીને નંદિષેણ મુનિ દેવલોકમાં દેવપણે
ઉત્પન્ન થયા.
શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ
શ્રી ડાહ્યાભાઈ બાલાભાઈ કોરા સ્મારક નિબંધ
શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ તરફથી સ્વ. ડાહ્યાભાઇ બાલાભાઇ કોરાના સ્મારક ફંડની યોજનાનુસાર ‘પ્રભાવિક પુરુષો' (તીર્થંકર અને ધ્રુવળી સિવાય) ઉપર નિબંધો આવકારવામાં આવે છે. નિબંધ મોકલનારે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે :—
(૧) નિબંધ ગુજરાતી, હિંદી અથવા અંગ્રેજી ભાષામાં ફુલસ્કેપ સાઈઝના કાગળ પર ૨૫૦ થી ૩૦૦ લીટી સુધામાં સ્પષ્ટ અક્ષરે લખાયેલા હોવા જોઇએ.
'
(૨) તે માટે ‘પ્રભાવક ચરિત્ર’ (આત્માનંદ સભા), શ્રી હેમચંદ્રસૂરિષ્કૃત ‘પરિશિષ્ટ પર્વ', ‘શ્રી ભરહેસર બાહુબલા’(ભાષાંતર), શ્રી મોહનલાલ ચોકસીકૃત ‘ પ્રભાવિક પુરૂષો’ ભાગ-૪ મુખ્યત્વે આધારભૂત લેખાશે. (૩) નિબંધ તા. ૩૧ મી માર્ચ,૧૯૫૯ સુધીમાં રજીસ્ટર્ડ પોસ્ટથી નીચેના સરનામે મોકલી આપવા.
(૪) નિબંધો . બોર્ડની વ્યવસ્થાપક સમિતિએ નીમેલ સમિતિ દ્વારા તપાસવામાં આવશે અને તેનો નિર્ણય છેવટનો અને બંધનકર્તા ગણાશે.
(૫) પ્રાપ્ત થયેલા સર્વે નિબંધના માલિકી વગેરેના હક્ક શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડના રહેશે અને યોગ્ય જણાશે તો જ છપાશે.
(૬) શ્રેષ્ઠ નિબંધ લખનારને સમિતિના નિર્ણયાનુસાર અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ કુલ રૂા. ૧૫૦) દોઢસો રૂપિયા સુધીનાં ઇનામો (નિબંધ ઇનામને યોગ્ય હશે તો જ) વહેંચવામાં આવશે.
(૭) નિબંધ લખનારે પોતાનું પૂરૂં નામ, ઠેકાણું, ગામ વગેરે નિબંધ સાથે જુદા કાગળ પર લખવા. માનદ્ મંત્રી, શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ, ગોડીજી બિલ્ડીંગ, ૨૦ પાયધુની, કાલબાદેવી, મુંબઇ ૨.