________________
જૈન યુગ
ડિસેમ્બર ૧૯૫૮
તો ઊતરી. પણ એક દેવે ઈદેવની વાત માની નહિ. તેણે સભામાં જ કહ્યું, “કસોટી કર્યા વિના કંઈ વાતને માની લેવી એ સુવિચારક સમ્યગ્દષ્ટિ સાધકોનું લક્ષણ નથી. આ બાબત હું દેવસામર્થ્યને ઉપયોગમાં લાવીને, ઇદ્રદેવે પ્રશંસેલા એવા મુનિ નદિષણની, તેમની સેવાની વૃત્તિ સંબંધે પરીક્ષા લેવા માગું છું. તે પછી જ એમ કહી શકાય કે મુનિ નદિષણનું વૈયાવૃત્યનું તપ એ દેવો દ્વારા પણ પ્રશંસનીય છે.”
એક ગામથી બીજે ગામ અપ્રમત્તપણે ધર્મારાધન કરતા કરતા વિહરવા લાગ્યા.
હવે તો મુનિ નંદિષણ વૈરાગ્યના માર્ગ પર ચાલવા લાગ્યા. અંગો અને ઉપાંગોમાં આવતું ગણિપિટકનું જ્ઞાન ધારણ કરવા લાગ્યા. શ્રુતાનુસાર ધ્યાન કરવા માટે તેઓ હંમેશા તત્પર રહેવા લાગ્યા. જરા પણ ચૂક થઈ જાય તો ગુસ્સન્મુખ પ્રાયશ્ચિત્ત લેવા લાગ્યા. ગુરુની ખૂબ વિનયપૂર્વક સેવા કરવા લાગ્યા. કષાયો હવે હાર પામવા લાગ્યા, ઈદ્રિયો હવે આ મહાત્માને વશવર્તી રહેવા લાગી; આ મહાત્માનું મન શાંતિનો સમુદ્ર બનેલું હતું. આમ તપનું પથ્ય પાલન કરતા કરતા આ મુનિ ગવ અરિહંત અને સિદ્ધની ભક્તિનું ઔષધ સેવતા હતા.
નંદિષણ વૃદ્ધ મુનિઓનો તો વિસામો ગણાવા લાગ્યા, સમુદાયમાં કોઈ બીમાર પડે તેની સેવામાં મુનિ નંદિષણ રક્ષક દેવતાની માફક હાજર રહે. અશક્ત મુનિઓને તેમનાં શ્રમયુક્ત કાર્યો ઉકેલવામાં નંદિણમુનિ તરફથી સહાયતા તો મળે જ મળે. આમ આ મુનિએ આચાર્ય ઉપાધ્યાય, સ્થવિર, તપાવી ગ્લાન (બીમાર) શેક્ષ (નવદીક્ષિત), કુલ, ગણ, સંઘ અને સાધર્મિકની સેવા દ્વારા વૈયાવૃત્યનાં દશે સ્થાનની આરાધના કરી. આમ આવા પરમ ભક્તિવાળા મુનિરાજની ધર્મનિકા એવી તીવ્ર બની કે દેવો પણ એમને ધર્મમાર્ગમાંથી ચલિત ન કરી શકે.
એક વેળાએ આશ્વિનભાસના શુકલપક્ષમાં પ્રથમ દેવલોકના દેવો નંદીશ્વર દ્વીપમાં જઈને અરિહંતભક્તિનો
અઠ્ઠાઈ મહોત્સવ ઊજવી રહ્યા હતા. અપ્સરાઓએ પૂજા રચી હતી. ભાવભક્તિથી નાનામોટા દેવો અષ્ટપ્રકારી અરિહંત ચૈત્યની પૂજા કરીને પોતાને કૃતાર્થ માનતા હતા અને વિવિધ ગાનનૃત્યથી પોતાનો આનંદ પ્રગટ કરતા હતા. તાલબંધ નૃત્યગીત ચાલતાં હતાં અને શાદેવ ઉત્તમભક્તોનાં આખ્યાન કહીને તેની નાટિકાઓ બતાવીને, પરિષદને ભક્તિના રસમાં મગ્ન કરી રહ્યા હતા. અણગારોની વાત આવી ત્યારે શાદેવે પ્રાસંગિક વર્તમાન દષ્ટાંતો દેખાડતાં કહ્યું, “હાલમાં વૈયાવૃત્યનાં સર્વ પ્રથાનોના આરાધનાર મુનિ નંદિણને દેવો પણ ધર્મમાંથી ચલિત ન કરી શકે એવી તેમની અટલ શ્રદ્ધા છે.” એમ કહીને નાટિકામાં મુનિ નંદિષણનું જીવન દર્શાવ્યું.
બસ દેવોના સમુદાયને પણ આશ્ચર્ય થઈ ગયું. છતાં ઘણાખરા દેવોને શક્ર દેવરાજની નાટિકાની બીના ગળે
ને પછી તે દેવ દિવ્ય સામર્થ્ય દ્વારા જંગલમાં એક રોગી મુનિનું શરીર મૂકીને પોતે સાધુનું રૂપ ધારણ કરીને ઉપાશ્રયના દ્વાર પાસે ઊભો રહ્યો. જેવા નંદિષેણ મુનિ આવ્યા કે નવાગંતુક સાધુવેશધારી દેવતાએ કહ્યું, “નગરની બહાર જંગલમાં એક બીમાર મુનિ પડેલા છે, તેમને ભયંકર એવો સંગ્રહણીનો રોગ થયેલો છે. મુનિ એકલા અને વૃદ્ધ હોવાથી હાલમાં તેમની સંભાળ લેનાર કોઈ છે નહિ. કેટલાય દિવસોથી એમની ચિકિત્સા પણ થઈ જણાતી નથી.” | મુનિ નંદિષેણ તો આવાં કાર્યો માટે હંમેશાં તત્પર
હતા. આહાર પાણીનો ઉપયોગ કરવાને રોકાવું તેમને કઈ રીતે પરવડે? આવેલા આહારને અન્ય સાધુઓના ઉપયોગ માટે સોંપી દઈને મુનિ નંદિષેણ જંગલમાં જઈને બીમાર સાધુની તપાસ કરવા લાગ્યા. તપાસને અંતે એક વૃક્ષની નીચે તેમણે એક બીમાર સાધુને પોતાના જ ઝાડાપેશાબમાં પડેલ જોયા તે સાધુ ખૂબ વૃદ્ધ અને અશક્ત હતા. મુનિ નંદિષણે વૃદ્ધમુનિને સાફસૂફ કરી પોતાનું એક ચીવર મુનિને પહેરાવ્યું. પછી તેની સારવાર કરવાને માટે તેમણે તે વૃદ્ધમુનિને પોતાના ખભા પર ઊંચક્યા.
વૃદ્ધમુનિનું વજન કોઈ અચિંત્ય કારણથી વધવા માંડયું છે એમ નંદિને જણાયું. મધ્યાહ્ન હોવાથી જલદી પહોંચવાને માટે નંદિષેણ પ્રયત્ન કરવા લાગ્યા. સદૈવ તપથી કૃશ થયેલો દેહ આજે શક્તિની મર્યાદા બહારનો બોજો ઉઠાવી રહ્યો હતો. પણ ચિત્તમાં પ્રસન્નતા હોવાથી નંદિણને કશીજ તકલીફ જણાતી નહોતી.
ત્યાં એકાએક ઉત્સાહથી અસહ્ય એવો વૃદ્ધ મુનિનો બોજ ઉપાડી જતા મુનિ નંદિને નવી આફત આવી. વૃદ્ધમુનિ બબડવા લાગ્યા, “અરે મૂર્ખ, તું ઊંટની જેમ દોડે છે, તેથી મારાં તો આંતરડાં વલોવાઈ જાય છે. તું