________________
જેન યુગ
ડિસેમ્બર ૧૯૫૮
શ્રી સાહિત્ય પ્રચાર સમિતિ
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સની કાર્યવાહી સમિતિની તા. ૧૯-૧૦-૧૯૫૮ ની સભામાં કૉન્ફરન્સના વીસમાં અધિવેશનમાં સાહિત્ય પ્રચારને અનુલક્ષી પસાર થયેલ ઠરાવને ધ્યાનમાં લઈ યોજના રજૂ કરવા માટે એક સમિતિ નીમવામાં આવી હતી. આ સમિતિની સભા તા. ૨૫-૧૦-૧૯૫૮ ના રોજ શ્રી સોહનલાલજી મ. કોઠારીના પ્રમુખસ્થાને મળી હતી, જેમાં સમિતિએ સંપૂર્ણ વિચારણું કરી એક નિવેદન તૈયાર કરેલ છે કૉન્ફરન્સની તા. ૩૦-૧૦-૧૯૫૮ ની કાર્યવાહી સમિતિમાં રજૂ થતાં “છાત્રાલયો અને છાત્રવૃત્તિઓ” નામક પુસ્તક કોન્ફરન્સ તરફથી પ્રકટ કરવા તેજ સમિતિની નિયુક્તિ કરવામાં આવેલી છે. (ઠરાવ અન્યત્ર આ અંકમાં આપવામાં આવેલ છે.) આ નિર્ણયાનુસાર સાહિત્ય પ્રચાર સમિતિની નિયુક્તિ થતાં તા. ૪-૧૧-૧૯૫૮ અને તા. ૮-૧૧-૧૯૫૮ના રોજ આ સમિતિની સભાઓમાં કેટલીક વિચારણા કરી ઉપરોક્ત પુસ્તક છપાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તે અંગે સાહિત્ય પ્રચાર સમિતિના મંત્રી શ્રી ધીરજલાલ ટોકરશી શાહ તરફથી નીચે પ્રમાણેનું નિવેદન લાગતી વળગતી સંસ્થાઓ અને કાર્યકરોને મોકલવામાં આવેલ છે –
આપીશું. વધારે કંઈ લખવું હોય તો જુદા પત્ર પર લખી જણાવશો. આ માહિતી સમગ્ર વિદ્યાર્થી આલમને ઉપયોગી અને માર્ગદર્શક હોઈ આપ તે અમોને જરૂર પૂરી પાડશો એવી નમ્ર વિનંતિ છે. આશા છે કે આપના તરફથી પૂર્ણ સહકાર મળશે.”
છાત્રાલય અંગે ભરવાનાં “અ” ફોર્મમાં નીચેની વિગતો માંગવામાં આવેલી છે?—
૧ છાત્રાલયનું નામ ૨ પુરું ઠેકાણું ૩ મુખ્ય કાર્યાલયનું પૂરું સરનામું ૪ શાખા હોય તો તેનું ઠેકાણું ૫ પ્રવેશ કોને અપાય છે? (અ) જ્ઞાતિનેજ અપાતો હોય તો તેનું નામ લખવું. (આ) અમુક પ્રાંત કે જિલ્લાને અપાતો હોય તો તેનું નામ લખવું. (ઈ) સમસ્ત મૂર્તિપૂજક સમાજના વિદ્યાર્થીઓને અપાતો હોય તો તેમ જણાવવું. (ઉ)જૈનોના તમામ ફિરકાને લાભ અપાતો હોય તો તેમ જણાવવું () જૈનેતરને લાભ અપાતો હોય તો તેનું પ્રમાણ જણાવવું. ૬ દાખલ થવા માટે અરજી કોના પર કરાય છે? ૭ ફીનું ધોરણ–પૂરું લવાજમ, અર્ધ લવાજમ, ઓછું લવાજમ. વાર્ષિક, સત્રાત માસિક.
૮ શ્રી વિદ્યાર્થીઓ કેટલા લેવાય છે ? ૯ હાફ ફી વિદ્યાર્થીઓ કેટલા લેવાય છે? ૧૦ પ્રવેશ ફી લેવાય છે કે કેમ ? લેવાતી હોય તો કેટલી ? ૧૧ ડિપોઝીટ લેવાય છે કે કેમ? લેવાતી હોય તો કેટલી ? ૧૨ સંસ્થા તરફથી ક્યા લાભો મળે છે ? (કપડાં ધોલાઈ હજામત, પુસ્તકો, નોટબુક ઇત્યાદિ) ૧૩ છાત્રાલયમાં વિદ્યાર્થીને ક્યારે અથવા ક્યા સંજોગોમાં છૂટો કરવામાં આવે છે? ૧૪ સંસ્થા હસ્તક અપાતી છાત્રવૃત્તિઓની સંખ્યા રકમ અને શરતોની વિગતવાર યાદી, (જુદા કાગળ પર લખવી) ૧૫ સંસ્થા તરફથી અપાતાં ખાસ ઇનામો કે પારિતોષિકોની યાદી ૧૬ વિશેષ જરૂરી માહિતી..
ફૉર્મ “આ” માં પ્રાંતમાં ચાલતા (૧) છાત્રાલયોના નામ અને (૨) સરનામાંની વિગત મંગાવવામાં આવી છે. તદુપરાંત (૧) છાત્રવૃત્તિ આપનાર સંસ્થાનું નામ અને સરનામું જણાવવા સુચવવામાં આવ્યું છે.
છાત્રવૃત્તિઓ આપનારી સંસ્થાએ ભરવાનું ફોર્મ ‘ઈ
૧ સંસ્થાનું નામ ૨ ઠેકાણું ૩ મુખ્ય કાર્યાલય ૪ શાખા હોયતો તેનું ઠેકાણું ૫ છાત્રવૃત્તિ કોને અપાય છે ? જ્ઞાતીવાળાને જ અપાતી હોય તો તે જ્ઞાતિનું નામ લખવું. અમુક પ્રાન્ત વાલાને જ અપાતી હોય તો તે પ્રાન્તનું નામ લખવું. સમસ્ત મૂર્તિપૂજક સમાજના
આથી શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજના વિદ્યાર્થીઓને લાભ આપતાં તમામ છાત્રાલયો તથા છાત્રવૃત્તિના સંચાલકો, વ્યવસ્થાપકો અને વહીવટકર્તાઓ જોગ લખવાનું કે આપણા વિદ્યાર્થીઓને છાત્રાલય તથા છાત્રવૃત્તિઓ અંગે યોગ્ય માર્ગદર્શન મળી શકે તે માટે શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ તરફથી “છાત્રાલય અને છાત્રવૃત્તિઓ” નામનું એક પુસ્તક તૈયાર કરી સને ૧૯૫૯ ના ફેબ્રુઆરીની આખર સુધીમાં બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પુસ્તક અંગે આપની સંસ્થાની માહિતી તા. ૧૫-૧૨-૧૯૫૮ પહેલાં મોકલી આપવા કૃપા કરશો. આ માહિતી મળ્યા પછી તેને લખવાનું, ગોઠવવાનું તથા છપાવવાનું કાર્ય કરવાનું હોવાથી આ સમયમર્યાદા પહેલાં જે આપના તરફથી માહિતી મળશે તો વધારે સરળતા રહેશે. આ સાથે છાત્રાલયને લગતું ફોર્મ “અ” મોકલ્યું છે તથા આપના આસપાસના પ્રદેશની છાત્રાલયો તથા છાત્રવૃત્તિઓની માહિતી માટે ‘આ’ ફોર્મ મોકલ્યું છે, તે વિગતવાર ભરી મોકલશો. માત્ર છાત્રવૃત્તિઓ આપતી સંસ્થા માટે “ઇ” ફોર્મ છે. તે મંગાવ્યેથી મોકલી