________________
હિંદની સેવામાં જૈન કઈ રીતે ભાગ લઈ શકે ? ‘હિદની સેવામાં જૈન કઈ રીતે ભાગ લઈ શકે એ મારે બતાવવું એમ પ્રમુખે (શ્રી કસ્તુરભાઈ લાલભાઈ) સુચવ્યું છે; તે હું કહું છું કે આપણે સૌએ પિતાની દષ્ટિએ પિતાપિતાને ધર્મ સંપૂર્ણ પાળીએ તે જરૂર દિની સેવા થશે પણ તે સામાન્ય વાત નથી; પણ ધર્મ કોને કહીયે ?
ધર્મના બે ભાગ છે. ૧ લો તે બધા ધર્મોને સામાન્ય એવા નિયમો છે, અને બીજો ભાગ તે સર્વ સામાન્ય સિદ્ધાન્તોને ખીલવવા માટે આયારે મૂકવામાં આવ્યા છે તે અને તેને અંગે વિચારો ઘડવામાં આવ્યા છે તે. | મુસલમાનને માટે એક વાત ખાસ માન્ય કહેવાતી હોય તે હિન્દુને ગમતી ન હોય છતાં આપણે માટે અને તેમને માટે સર્વમાન્ય જે સિદ્ધાંત છે તેનું તે બન્નેએ પાલન કરવું જોઈએ; આથી આપણે આપણો ધર્મ શોભાવી શકીએ. તે તેમ ન કરીએ તે પ્રત્યેક ધર્મની વિશેષતા બંધનરૂપ થઈ પડે છે, અને એવી વિશેષતા સશાસ્ત્ર હોય તેય, કાં શાસ્ત્ર છે. હું હાય યાતા તે શાસ્ત્રને જે અર્થ કરતા હોઈએ તે બરાબર કર્યો ન હોય યા સમજતા ન હોઇએ.
x x x અહિંસા તમારો ધર્મ છે, તમારું કર્તવ્ય છે, તે મોક્ષનું દ્વાર છે. મુસલમાનેને દુભવીને હું સુખી થશે ઈચ્છું તે અધર્મ છે. અહિંસા પાળનાર મુસલમાનને ને હિન્દુને એક સમાન ગણે.
-મહાત્મા મેહનદાસ કરમચંદ ગાંધી.
કોન્ફરન્સ શું છે? “કેન્ફરન્સ એ સમુદાયનું એકત્ર થયેલું મંડળ છે અને તેનો મુખ્ય હેતુ છુટી છુટી શક્તિને એકત્ર કરવાનું જ છે, ચાલુ જમાનામાં આપણી કેમ પિતાની સંસારિક, શારિરીક, નૈતિક, માનસિક, રાજકીય અને ધાર્મિક ઉન્નતિના ક્રમમાં જે સ્થિતિમાં આવી ગઈ છે, તેમાંથી તેને ઉદ્ધાર કરે એ કેન્ફરન્સનો મુખ્ય હેતુ છે, અને આ પ્રમાણે થવા માટે એક હાથે જેવી રીતે તાળી પાડી શકાય નહિં તેવી રીતે ગમે તેવા પરાક્રમી, ધનાઢય અમર બુદ્ધિશાળી મનુષ્યથી સમુદાયની મદદ સિવાય કોઈ પણ કામ પાર પાડી શકે નહિં કેમકે એકત્ર બળ, સંપ અને પરસ્પર સહૃભાવ થવા માટે કેન્ફરન્સ કરવાની ખાસ આવશ્યકતા છે.”
–વીરચંદ દીપચંદ સી. આઈ, દ; જે. પી.
હાલના જમાનાની પ્રવૃત્તિ જોતાં આપણી કે મને કોન્ફરન્સ વગર ચાલે તેમ નથી. કેનિફરન્સથી જેન કામની છુટી છવાઈ નાની નાની વાતે, તેના મંડળ અને સઘન સમૂહ મજબુતાઈથી એક થયેલ જોઈ શકાય છે, અને આગળ વધીને એટલે સુધી પણ કહી શકાશે કે કેન્ફરન્સ એ જેન કેમનું જીવનબળ છે. કેમની અંદર જે અનહદ શક્તિ, ગૌરવ, સામાજિક બળ અને પ્રગતિનો જુસે આવી રહેલાં છે તે દર્શાવનારી સંસ્થા છે. તે જૈન કેમના ઉત્તમ વિચારો, ઉત્તમ કેળવણી, સામાજિક સુધારે અને અનહદ ધર્મજ્ઞાન પ્રવતવનાર મંડળ છે. જે કેમ આગળ વધ નો દાવો કરે અમર તે આગળ વધવાના પ્રયત્ન કરે તેને આવી સંસ્થાની ખાસ જરૂર છે. '
- –ૉ. બાલાભાઈ મગનલાલ નાણાવટી. એલ. એમ. એન્ડ એસ.
સંપ અને સેવાભાવ વગર એક પણ કાર્ય પાર પાડવું અશક્ય છે.
“આજે આખી દુનિયામાં જય પિપાસાની આગ સળગી ઉઠી છે આપણી જન્મભૂમિએ સેક વર્ષની પરાજીત મનોદશાને દેશવટો દઈ સ્વતંત્રતાનું શ્રેય જાહેર કર્યું છે. આપણું જૈન સમાજમાં પણ યુવક વર્ગમાં જ માત્ર નહિં પણ પુરાણપ્રેમી વર્ગમાં પણ લાંબા વખત મૂતેલી વિચાર શકિત અને ક્રિયાશકિત કૂદકા મારવા લાગી છે “થાય તે થવા દેવું” ઘર સાચવીને બેસી રહેવું' એવી જે ભાવનાના પાશમાં દેશ અને સમાજ જકડાયા હતા તે ભાવને હવે શીથીલ થવા લાગી છે. ટુંકમાં કહું તે આજે આપણી આસપાસ “જીવતું વાતાવરણ” ઉન્ન થઈ ચુક્યું છે.
કરવા જેવાં અતિ અગત્યનાં કામે તે ઘણાંએ છે, પણ સંપ અને સેવાભાવ વગર એક પણ કાર્ય પાર પાડવું અશક્ય છે. ફક્ત સાધુએજ એક સંપી કહે તે આ સમાજ પુનર્જન્મ પામે. સાધુઓ, વિદ્વાનો, શ્રીમંતો અને સ્વયંસેવક, એ સર્વને સહકાર હોય તે આખા દેશનું કલ્યાણ સાધી શકે. શ્રીમંતને અરજ કરીશ કે દાન કરે તે જોવાના કામમાં કરજે, તેડવાના નહિ.
–રાવસાહેબ રવજી સેજપાળ જે. પી.
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, રસીલવર મેનશન ધનજી સ્ત્રીટ, મુંબઈ ખાતેથી છાણું, અને મી, માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ, ગોડીઝની નવી બીલ્ડીંગ, પાયધુની, મુંબઈ ૩ માંથી પ્રગટ કર્યું છે.