________________
di?: HINDSANGHA.
શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
REGD. NO. B 1996
વ્યવસ્થાપક મંડળ
વાર્ષિક લવાજમ રૂ. ૨)
મેહનલાલ દીપચંદ ચોકસી.
તંત્રી. મનસુખલાલ હી. લાલન.
ન JIL,
છુટક નકલ દેઢ આનો.
પુસ્તક ૮ અંક ૧૭
વિ. સં. ૧૯૯૬, અષાડ વદ ૧૩, ગુરૂવાર
તા. ૧ લી આગળ ૯૪૦
जनशास
J A L N.
9
Y U G A
ક
જરૂર IT પર
જ
મ=શિવાજી મહારાજનો સંદેશ==
=
=
=
===
=
કઈ ધર્મનું, કઈ ધાર્મિક સંસ્થાનું, કઈ ધાર્મિક સ્થળનું કે કઈ ધાર્મિક ગ્રંથનું અપમાન, મારા રાજ્યના અમલદારો-અધિકારીઓ કે બીજા કેઈ ન કરે એવી મારી હૃદયની ઈચ્છા છે. પારકાધર્મનું અપમાન કરવું, અન્ય ધર્મના સ્ત્રી-પુરૂષે ઉપર એ બીજા ધર્મના હોવાને કારણે અત્યાચાર ગુજારવા, પારકા ધર્મની સ્ત્રીઓને બળજબરીથી ધસડી જઈ તેમને વટલાવી, જોરજુલમથી એના ઉપર અત્યાચાર કરવા, એનું શિયળ લૂંટવું એ બધાં કર્મો મનુષ્ય જાતિને શરમાવનારા છે. આવાં કૃત્યને ધાર્મિક સેવા ગણવી એ અધમપણાની પરાકાષ્ટા છે.
| મારા રાજ્યના ખેડુતે ઉપર ત્રાસ ન થાય એ ખાસ તમે જે જે. ખેડુતોના સુખમાં જ રાજ્યની ચડતી છે. ખેડૂતની આબાદીમાં જ રાજ્યની મજબુતી છે. ખેડુતેના ઉદયમાં જ રાજ્યની ઉન્નતિ છે. ખેડુત વર્ગ રાજ્ય પ્રભુ રીઝયો માનજો. મારા રાજ્યના ગરીબ ખેડુતને કોઈ ન સતાવે, . કોઈ ન રંજાડે, એ બબસ્ત રાખજે. અમલદારે, અધિકારીઓ, જાગીરદારે, શાહુકારો વગેરે ! સ્વાર્થ બુદ્ધિથી ખેડુતોને ચૂસી ન ખાય એની તમે ખાસ ખબરદારી રાખજે.
કેઈ અમર રહ્યું નથી અને રહેવાનું પણ નથી. જગ્યું તે મરવાનું છે જ જીર્ણ થયેલા કપડા કાઢયા વગર છુટકે નથી.
તમે મારી સેવા અને શુશ્રુષા કરવામાં કચાસ નથી રાખી. મારે ગરમ મિજાજ તમે સાંખ્યો છે અને સખ્ત શિસ્ત પણ તમે પાળી છે. તમારા સહકાર, પ્રેમ અને વફાદારી વડે જ હું કંઈ કરી શકો છું. આજે હું જાઉં છું-કાળે તમારું કામ પૂરું થયે તમારે ત્યાંજ આવવાનું છે. સર્વેને રસ્તે એકજ છે. અહીં રહેવાને મેહ મિથ્યા છે. મારા મરણ પછી જ હિંદુત્વ અને દેશ પ્રત્યેની તમારી વફાદારીની ખરી કટી થવાની છે. કઠણ પ્રસંગે હિંમત હારતા નહિ. આ જગતમાં કઈ નિરાધાર નથી. સને આધાર હજાર હાથને ધણી માથે બેઠા છે. ધર્મ અને દેશની સેવામાં જે સાચા હદયથી અને સર્વસ્વના ત્યાગની સાચી ભાવનાથી મંડી પડે છે તેને પ્રભુ યારી આપ્યા વગર નથી રહેતા. એ પ્રભુમાં વિશ્વાસ રાખે-ભરત ખંડને વિજય છે.
છત્રપતિ શિવાજી ચરિત્ર'માંથી.
-