________________
તા. ૧-૫-૧૯૪૦
જૈન યુગ.
ઉપરાંત પંડિત સુખલાલજીના સહકારી અધ્યાપક તરીકે બનારસ હિંદુ યુનિવર્સિટિમાં શ્રી. દલસુખભાઈ માલવણી આને માસિક રૂા. પ0 પચાસનું વેતન આપી જૈન સાહિત્યના અધ્યાપન વિષયને પ્રાગતિક કરવા જનાનો અમલ છેલ્લા બે વર્ષથી કરવામાં આવ્યા છે. દ હવે સંસ્થા હસ્તકની નાની નાની કાર્યવાહી પર દૃષ્ટિક્ષેપ નાખી જઈએ. (ક) સકતભંડારની યોજનાને અમલ કરવા મેળાવડા અને પ્રચારકાર્ય નાના પાયા પર
ચાલુ છે. પર્યુષણ વખતે એ કાર્યો આકાર ધારણ કરે છે. એ કાર્યને દેશપરદેશને સહકાર મળે તે એમાં ઘણું વધારે શકય છે અને એમ કરવું જરૂરી છે. એ સુકૃત ભંડારને અનુરૂપ મેમ્બરશીપની ચેજના પર હાલમાં કાર્યવાહક સમિતિ વિચાર ચલાવી રહી છે અને તે આપની સમક્ષ વિગતવાર રજુ કરવામાં આવશે એને અમલ તે અધિવેશન વખતે બંધારણમાં ફેરફારને પરિણામે
શક્ય છે. અત્યાર સુધી આ દિશામાં ઘણું સામાન્ય કામ થયું છે. (ખ) શ્રી મહાવીર જયંતિ (ચૈત્ર સુદ ૧૩) ને જાહેર તહેવારમાં ફેરવી નાખવા
ત્રણે ફરકાના સહકાર સાથે મુંબઈ સરકારને રિપ્રેઝન્ટેશન અને ડેપ્યુટેશન દ્વારા અરજ કરવામાં આવી હતી તેને સહાનુભૂતિભારેલ જવાબ મળ્યા પછી સરકારી સમિતિએ આપણી માગણીને સ્વીકાર કર્યો નથી. એ દિશામાં પ્રયાસ ચાલુ છે. પણ આવા નિર્દોષ કાર્યમાં પણ સમાજકલેશના કારણે કેટલાક તરફથી વિરોધ દાખવવામાં આવેલ તે આશ્ચર્યજનક અને વિરોધી માનસની પ્રતીતિ કરાવનાર છે. દર વર્ષે ત્રણે ફીરકાના સહકારથી જયંતિ મુંબઈમાં ઉજવાય છે અને આ રીતે ત્રણે ફીરકાના સહકારને સારો લાભ મળે છે જેને સર્વે અરસ્પરસના મતભેદો ભૂલી જઈ એક સાથે જોડાઈ સર્વે સામાન્ય પ્રશ્ન હાથ ધરે, બેકારી કેળવણી આદિ સવાલે ચર્ચે અને પરસ્પરને સમજતા થાય એમાં અંતે શ્રી વીરપરમાત્માના ધર્મને વિજય છે. પ્રગતિ છે અને પ્રકાશ છે. કોન્ફરન્સના મુખપત્ર જૈનયુગના પ્રચાર માટે પેજના વિચારવામાં આવી, એ પાક્ષિકને ચાલુ રાખ્યું છે. એ પત્ર નિયમિત બહાર પડે છે. એ પત્રની સમિતિને અને ખાસ કરીને એના તંત્રી શ્રીયુત મોહનલાલ કસીને આભાર માનવાને આ તક લેવામાં આવે છે. જે સંસ્થાઓ કોન્ફરન્સ સાથે જોડાય તેની પાસેથી વાર્ષિક રૂપીએ એક લઈ માત્ર ૦-૬-૦ પિસ્ટ ખર્ચના લઈ એ પત્ર મોકલવાને ઠરાવ કરવામાં આવ્યે છે. મારવાડમાં શ્રીયુત ગુલાબચંદજી ઠંદ્રાના પ્રયાસથી પ્રાંતિક કેફરન્સનું અધિવેશન ગત વર્ષમાં ભરવામાં આવ્યું હતું. તે વખતે આપણી ઓફિસ તરફથી એમને
સર્વ પ્રકારની સહાય કરવામાં આવી હતી. (ડ) શ્રી કેશરી આજી દવજ દંડ કમીશનના ખર્ચને અંગે આપણી પાસે શ્રી શત્રુંજય
પ્રચાર કાર્ય કુંડ ખાતાની રકમ હતી તેમાંથી રૂ. ૪૦૦૦) ની રકમ શ્રીયુત
મકનજીભાઈ મહેતાને આપી છે. (ચ) બિહારની સરકારે ૧૯૩૮માં હિંદુ રિલીજીયસ એન્ડાઉમેન્ટ બીલ બહાર પાડયું.
આપણાં અગત્યના તીર્થો એ સરકારની નીચે આવેલાં હોઈ આપણું તીર્થસ્થાનોની પવિત્રતા જળવાઈ રહે અને હિસાબશુદ્ધિ રહે તે રીતની વિચારણા કરવા એક પેટા સમિતિ નીમી અને જરૂરી પ્રસંગે આપણે કેસ રજુ કરવા શ્રી હીરાલાલ હાલચંદ દલાલ બારિસ્ટરને બીહાર સરકારના ગૃહમંત્રી તરફ રાંચી મુકામે મોકલી આપ્યા. આ પણ એ કાર્યોની પ્રશંસા સાર્વત્રિક થઈ છે. શ્રીયુત હીરાલાલ દલાલે લીધેલ શ્રમ માટે તેમને આભાર માનવાની આ તક હાથ ધરવામાં આવે છે. આ ધર્મતીર્થ સંરક્ષણની ગોઠવણને અંગે ઘણી
હીલચાલે તથા જરૂરી પત્રવ્યવહાર કરવામાં આવ્યું હતું (છ, બરવાળાના દેરાસર૫ર ધાડ પડવાની હકીકત આવતાં મુંબઈ સરકારને મંદિર
સંરક્ષણ માટે જરૂરી વિજ્ઞપ્તિ કરવામાં આવી અને સરકારે આપણી વિજ્ઞતિને માન આપી તાત્કાલિક જરૂરી હુકમ બહાર પાડી રક્ષણ કાર્ય હાથ ધયુ". સને ૧૯૪૧ ના ફેબ્રુઆરી માસમાં થનાર વસ્તી ગણતરીને અંગે જૈન બંધુઓ પિતાને ધમ બરબર નોંધાવે તે માટે જરૂરી પ્રચારકાર્યનું કામ હાથ ધરવામાં આવ્યું અને અન્ય ફીરકાને સહકાર સાથે આ કાર્ય આગળ ધપાવવા ઠરાવ કરવામાં આળે. આ કાર્ય હાલ ચાલુ છે.