________________
જન યુગ.
તાઃ ૧-૫-૧૯૪૦
. અત્યાર સુધીના ત્રણ વર્ષમાં કેન્ફરન્સ દ્વારા એ ખાતામાં લગભગ રૂા. ૧૮૦૦૦ ને વ્યય થયે છે બહારગામની સ્થાનિક સમિતિઓએ પણ લગભગ ૧૬૦૦૦] એકત્ર કરી વ્યય કરતાં આ પ્રવૃત્તિના વિકાસાર્થે લગભગ રૂા. ૩પ૦ ૦૦ ખર્ચાયા. એક વર્ષ હજુ એનુ કાર્યો ચાલે તેટલે સંભાર આપણી પાસે છે. એ ફંડમાં દરેક જૈન બંધુ શક્તિ અને ઈરછા અનુસાર ફાળે આપી શકે છે, આપવાની ખાસ જરૂર છે અને એ કાર્ય આગળ ધપાવવા ગ્ય છે. હજુ અનેક ગામ અને શહેરમાં આવી સમિતિ નીમાવાની જરૂર છે. ત્રણ વર્ષના અરસામાં આ એક વ્યવહારૂ કાર્ય પાર પડયું ગણી શકાય, ૨. બેકારી નિવારણ
બેકારી નિવારણ માટે એક સમિતિ નીમવામાં આવી હતી. એ સમિતિએ ઘણે વિચાર કરવા યોગ્ય રિપોર્ટ તૈયાર કર્યો છે. એને આર્થિક સહાય ન મળવાને કારણે
એ દિશામાં અમલ થઈ શક નથી, એ રિપોર્ટ અતિ વ્યવહારૂ છે અને વ્યવહારદક્ષ નિષ્ણાતોએ તૈયાર કર્યો છે. એને અમલ થવા યોગ્ય રકમની પ્રાપ્તિ થાય તે જન સમાજમાં પિતાના ઉદરનિર્વાહ માટે કોઈને હાથ લંબાવ નહિ પડે એવી સુંદર ભેજના તેમાં છે. અત્યારના પ્રચલિત દિશાનિર્માણના ધરણે આપણી શક્તિને વ્યય કેળવણી પ્રચાર અને બેકારી નિવારણને અંગે કરવાનું ઠરે તે પ્રથમ સમિતિના કાર્યને ખૂબ આગળ ધપાવવા અને બીજી સમિતિના કાર્યને મક્કમ રીતે શરૂ કરવા અમારી ભલામણ છે આ બને કાને અંગે બેમત પડવા સંભવ નથી અને અમારી દૃઢ માન્યતા છે કે લોકો ભણતા થઈ જાય અને કામધંધે લાગી જાય તે આપણા દરેક પ્રશ્નને નિકાલ ટુંક સમયમાં થઈ જવાને પૂરતે સંભવ છે. કેળવણી પ્રચારાર્થે નીમેલ રથાનિક કેન્દ્રસ્થ સમિતિ તથા રથાનિક સમિતિઓના કાર્યવાહકોને આભાર માનવાની આ તક અમે લઈએ છીએ.
| મુખ્યત્વે આ ઉપરથી જનતાને વિદિત થશે કે કેન્ફરન્સ આવા રચનાત્મક કાર્ય પરત્વેજ લક્ષ આપી બોલવા કરતાં જનાઓને સક્રિય કાર્યોરૂપમાં પરિણિત કરી સમાજ અને કેમને લાભદાયી નિવડવા પ્રયત્ન કરતી આવી છે અને કરી રહી છે. ૩ સાહિત્ય પ્રકાશન.
જન સાહિત્યપ્રચારના કાર્યને અંગે જૈન ગુર્જર કવિઓને ત્રીજો ભાગ શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ તૈયાર કર્યો તેનું મુદ્રણ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં તેના એક હજાર પૃટ છપાઈ ગયા છે અને હજુ તે ગ્રંથમાં ઘણે સારે વધારો થવાનું છે. આ ગ્રંથ પ્રકાશનથી જૈન કવિઓની વિશિષ્ટતા અને વિશાળતા સિદધ થશે અને ગુજ ૨ ગિરામાં એને સગ્ય સ્થાન સંપડાવશે. અત્યંત ચીવટથી આ ગ્રંથ સામગ્રી તૈયાર કરનાર સાક્ષરવર્યા શ્રી. મેહનલાલભાઈ દેસાઈને આભાર માનવાની આ તક લઈએ છીએ આ અવિરત પ્રયાસ કરનાર અને ચીવટથી સાહિત્ય સેવા કરનાર અભ્યાસીની કદર આવતે યુગ જરૂર કરશે એવી અમારી માન્યતા છે.
સાહિત્યપ્રચારનું દયેય લક્ષ્યમાં રાખી સંસ્થાએ મુદ્રણ કરેલ જેન સાહિત્યને ઇતિહાસ તથા જેન ગુજ૨ કવિઓના પ્રથમના બન્ને ભાગેનું મૂલ્ય ઘટાડવામાં આવ્યું છે. ત્યાર પછી તેને ઉઠાવ સાર થતે ચાલે છે એ હકીકત આ૫ને અત્રે જણાવવી સમુચિત ધારીએ છીએ. ૪. એજયુકેશન બોર્ડ
કોન્ફરન્સ દ્વારા વ્યવહારિક કેળવણી પ્રચારની સાથે ધાર્મિક કેળવણી માટે પણ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ દ્વારા વર્ષોથી સંગીન કાર્ય થઈ રહ્યું છે. દર વર્ષે લગભગ ૧૫૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેને હિંદના જૂદા જૂદા ભાગના ૧૦૦ જેટલા સેન્ટરમાં ધાર્મિક પરિક્ષાઓ આપે છે. પરિક્ષા કાર્ય ખૂબ વ્યવસ્થિત થાય છે. સારા નંબરે ઉત્તિર્ણ થનારને વાર્ષિક લગભગ ૧૦૦૦ રૂપી આન ઈનામ અપાય છે. એ કાર્યમાં સ્વ. શેઠ સારાભાઈ મગનલાલ મેદી અને તે પછી શ્રીમતી ચંપાબહેન સારાભાઈ તથા શેઠ મેઘજી સેજપાળ જે ઉત્સાહથી સહકાર અને સહાયતા આપતા રહ્યા છે તે બદલ તેમને અભિનંદન આપીએ છીએ. ૫. સાહિત્ય પ્રચાર.
સાહિત્યપ્રકાશનને અંગે પંડિત સુખલાલજી સાથે ચર્ચા કરી શ્રી સિધસેન દિવાકરના અમુલ્ય ગ્રંથરત્ન સમતિ તર્કની ઉપઘાતનું અંગ્રેજી અવતરણ આપણી એજ્યુકેશન બોર્ડ મારફત પ્રકાશન કરવામાં આવ્યું. એ કાર્ય અતિઉપાગી થયું છે. એ ગ્રંથ સંગ્રહવા અને અભ્યાસ કરવા એગ્ય હોઈ વિદ્યમાન્ય થયેલ છે.