SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૧૯૪૦. જૈન યુગ, ૧૧ - શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. સ્ટેન્ડિંગ કમિટી સભા, રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓનું નિવેદન પ્રમુખશ્રી અને બંધુઓ, અખિલ હિંદ સ્થાયી સમિતિના અધિવેશન પ્રસંગે આપ સૌ બંધુઓને હાર્દિક આવકાર આપતાં અને અત્યંત હર્ષ થાય છે. આપણી સમસ્ત ભારતીય સ્ટેન્ડિંગ સમિતિનું અધિવેશન મુંબઈ શહેરમાં આ સ્થાને તા. ર૭ અને ૨૮ માર્ચ ૧૯૩૭ ને રેજ થયું, ત્યાર પછી આપણી સમિતિએ આજ સુધી કયાં કાર્યો હાથ ધર્યા, તેને અમલ શી રીતે કર્યો, તેમાં અગવડે કયાં કયાં આવી અને તેના ઉદ્દેશને લક્ષ્યમાં રાખતાં ઉપયુક્ત સૂચના કરવા ગ્ય જણાય તેને સંગ્રહી આ ટુંક નિવેદન આપની પાસે રજુ કરતાં અમને આનંદ અને ગ્લાનિ થાય છે. કંઈક થઈ શકયું છે તે માટે આનંદ થાય છે, ઘણું થઈ શક્યું નથી તે માટે ગ્લાનિ થાય છે. તેની વિગતે અને તેનાં કારણે આ૫ આ નિવેદનમાં જોઈ શકશે. ૧ કેળવણું પ્રચાર. અમારી નિમણુંક થયા પછી તુરતજ કાર્યવાહક સમિતિની સ્થાનિક મીટિંગ બોલાવી કોન્ફરન્સની વિવિધ પ્રવૃત્તિઓને સજીવન કરવા તેમાં વિચારણા ચલાવવામાં આવી. દીર્ધા વિચારણાને પરિણામે કાર્યવાહક સમિતિ સુરતમાં કેળવણી અને બેકારીના પ્રશ્નને હાથ ધરવાના નિર્ણય પર આવી. એ નિર્ણયને પરિણામે એ બને વિષયે પરત્વે એજના તૈયાર કરવામાં આવી અને તે પર ખૂબ ચર્ચા કરી રસ લેનાર બંધુઓએ નીચે પ્રમાણે કાર્ય કેળવણીના વિષય પરત્વે હાથ ધર્યું. * આપણી સમાજમાં કોઈ પણ બાળક કે બાલિકા પ્રાથમિક કેળવણી લીધા વગર ન રહે અને સાથે માધ્યમિક કેળવણી માટે સાધને તેમને પ્રાપ્ત થાય અને એગ્ય સાધનો દ્વારા ગિક કેળવણીને પણ પ્રસાર મળે એ દષ્ટિએ એક વ્યાપક પેજના તૈયાર કરવામાં આવી. કોન્ફરન્સના ઉદ્દેશ ઠામ ઠામ સમજાય, દેશના બંધુઓ કેળવણી પ્રચારના કાર્યમાં રસ લે તેવી યોજના કરી. આ યોજના ઘડવા માટે એક ખાસ સમિતિ નીમી તેણે તેયાર કરેલી પેજનાના લાભ જૈન વસતીવાળા સર્વને લેવાને હાઈ ઠામ ઠામ સ્થાનિક સમિતિએ નીમવાને પ્રબંધ કર્યો અને દરેક સમિતિના સ્થાનમાં બની શકે તે અરધી રકમ ઉત્પન્ન કરવાની અને જરૂરી સ્થાને તેથી ઓછી રકમમાં કામ લેવાની યોજના કરી. આ યેજનાને અમલ માટે મુંબઈમાં કેન્દ્રસ્થ સમિતિ નીમી અને તે સમિતિ કાર્યવાહક સમિતિને નિવેદન કરે તે પ્રબંધ કરવામાં આવ્યું. આ કેળવણીની નૂતન યોજના માટે શ્રી કાંતિલાલ ઈશ્વરલાલે રૂ. ૨૫૦૦૦ પચીસ હજારની રકમ આપી. પરિણામે ૫૦ ઉપરાંત શહેરમાં સ્થાનિક સમિતિ નીમવામાં આવી. કેદ્રસ્થ સમિતિ તરફથી અત્યાર સુધીમાં રૂા. ૧૮૦૦૦) અઢાર હજારની રકમ રવાને કરવામાં આવી. લગભગ તેટલી જ રકમ તે તે સ્થાને એથી થઈ. એને લાભ લેનાર ૨૦૦૦ બે હજાર વિદ્યાર્થી વર્ગ લગભગ ગણી શકાય. તદુપરાંત સમાજમાં એગિક શિક્ષણાર્થે બારસી અને ઉંઝામાં ઉદ્યોગશાળા સ્થપાઈ તેમજ અગાશીમાં પ્રાથમિક શિક્ષણ શાળા (સ્કૂલ) ની શરૂઆત થઈ. એ રીતે વ્યવહારિક કેળવણી અને એગિક શિક્ષણના કાર્યને કોન્ફરન્સે વેગ આપવાની સક્રિય શરૂઆત કરી. આ સમિતિના કાર્યથી કેન્ફરન્સનું નામ દેશ દેશાવરમાં જાગતું થઇ* ગયું અને એની સાથે રહી સ્થાનિક કાર્ય કરનારને એક સેવાભાવી વગ તયાર થઈ ગયે. આને સીધે લાભ કેળવણીની જરૂરીઆત પૂરી પાડવામાં થયે અને આડકતરે લાભ ગામે ગામ કેન્ફરન્સના સંદેશા પહોંચ્યા.
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy