________________
તા ૧-૫-૧૯૪૦
જૈન સુગ
આપણી આ મહાસભા આપણા સમાજ માટે સામાન્ય વ્યાસપીઠ પુરૂં પાડે છે. તેમાં કોઇપણ શ્વેતાંબર જૈન ગમે તે વિચારને, પક્ષને, કે ગચ્છના ઢાય તે ભાગ લઇ શકે છે. વૃદ્ધો કે યુવકે, નવા યા જુના વિચારના અને એકમમબુ સ્થાન છે. બન્નેએ સમાન રાખી સપ અને ઉન્નતિના માર્ગે આગળ વધવાનું છે અને તેમાં કાઈ પ્રત્યે આક્ષેપ કે તિરસ્કાર હવા ન જોઇએ. હૃદય શુદ્ધ, વિશાળ અને અન્યોન્ય મિત્રભાવવાળાં અને પ્રમાણિક જરૂર વાં એઇએ. આપણું સર્જનુ અંગહન કરવાનું છે. અને સના સહકાર અને સહાય પર આપણે। આધાર છે. કેાઈના મતનેા મળજોરીથી ઉચ્છેદ કરવા અથવા કેાઈને બાકાત રાખવા એ સમાહિતને હાનિકર્તા છે. બધા એકજ શરીરના અંગે છે. એકના છેદ થતાં બીજા અગેને પણ નુકશાન થાય છે. તેથી બધા અંગ અને ઉપાંગોને સાચવી, રચનાત્મક કાર્યાંથી એકધારા વિકાસ સાધવા એમાં માપણી વિવેકબુદ્ધિ અને શાસનોભા છે.
૧૦
કાન્ફરન્સની છેલ્લી બેઠક ભરાયાને છ વષઁ થયાં. હુવે તેની બેઠક જલદી ભરાય એમ સૌ કોઈ ઈચ્છે છે. બેઠક ભરવામાં પડતી મુશ્કેલીઓ, જીની પ્રથાએ પ્રમાણે બેઠક ભરવામાં થતા વિશેષ નકામા ખર્ચ, વિગેરે ધ્યાનમાં લઈ તેમાં સમયાનુસાર યેાગ્ય ફેરફારો કરવા જોઇએ. જરૂરી કાર્યક્રમની પસંદગી, નવીન કાર્યકરાની ચૂંટણી, સેવાભાવી ગૃહસ્થની પ્રમુખ તરીકે નીમણુક અને કાય આગળ ધપાવી શકે એવી પ્રાંતિક સ્થાનિક સમિતિએની સ્થાપના એ ખાસ જરૂરી છે. અધિવેશનમાં ઠરાવેા પણ એવા કરવા જોઇએ કે જે રચાનાત્મક હાય, તેને અમલ થઈ શકે તેવા હોય અને સમાજ ઉપયોગી હેાય. ચાલુ પ્રથાએ બાજ્ઞ આડંબરરૂપ યા બલામ ઠરાવો કરવાની ફી છેડી દેવી જોઇશે.
સતત કાર્ય ચાલુ રાખે તેવા પ્રમુખ મળે, કાર્યકર્તાઓ અને નેતાઓ પોતાની ઓફીસનુ ક્ષેત્ર ઠંડી અન્ય શહેરોમાં પ્રચાર અર્થે જઈ કેન્ફરન્સની મહત્તા સમજાવે, અન્ય સ્થળેાના સ`ઘે સાથે સંપર્ક સાધે, જુદા જુદા વિચારો ધરાવનારા જૈનેત્તુ સંસ્થા તરફ આકર્ષણ કરવામાં પ્રયત્નશીલ થાય, કેન્દ્રન્સ સૈાની છે, સૈા કેન્ફરન્સમાં ભાગ લઈ વિચારની આપ લે કરી શકે છે, કોઈપણ પક્ષ પ્રત્યે કૅન્ફરન્સને વિરેધ નથી, સર્વને તેમાં સમાન હુક્ક છે, સમાજના હિત સાધવા માટે તે સ્થપાયલી છે, ચાલુ રહી છે અને પોતાના જીવન પર્યંત રહેશે. આવું દાખલા દલીલથી સ્પષ્ટ કરવામાં આવે અને તે માટે યોગ્ય પ્રચારકે નીમાય, પત્રકારોની સહાનુભૂતિ અને સહાય લેવામાં આવે તો બનતાં સુધી દર વર્ષે બેઠક ભરવાના ગત એડકમાં કરેલા ઠરાય આપશે અમલમાં જરૂર મૂકી શકીએ, અને તેને સક્રિય અને સજીવ બનાી શકીએ.
કેન્સ એ અંગ્રેજી નામને બદલી “મહાસભા” કે “પરિષદ્” યા એવું કાઇ આપણી ભાષાનુ અપરનામ આપવું એ વધુ ચેગ્ય છે. આપણી આ મહાસભામાં અનેક ગ્રુપ્ત શકિત છે અને તેને વિકાસ કરવાથી આખા સમાજનું હિત સાધી શકાય છે, તેને સાદાઇથી એછા ખર્ચે` માહ્ય આડંબર વગર ભરી શકાય તેમ કરવા માટે બંધારણમાં, કાર્ય દિશામાં, સચારાના કાર્ય પ્રદેશમાં અને પ્રચાર “જામાં ઘટના ફેરફારો કરવાની જરૂર છે.
જાહેર કાર્યોંમાં સત્તા કે પ્રીતિના વધુ પડતા લોભ રાખવાથી સંસ્થાને હનિ પહેાંચે છે, બસ પરસના સહકારથી, ચર્ચા અને નિમત્રણાથી સર્વ કા શાંતિપૂર્વક દખલગીરી વગર ચાલે એમ દરેક કાર્યકર્તાએ જોવાનું છે. દરેă કિત્તના શુભારાયથી જણાવેલા વિચારોને સાંભળવા અને ક્ષમાં લેવા ઘટે. દરેકને હૈડે કાન્ફરન્સનું હિત છે એ વિના સ`કેચે સ્વીકારવુ* ઘટે. પોતાની મનમાનલી એક વાત થાય યા ન થાય તો પણ સસ્થાના કાર્યમાં તેને મમત ન ાવા જોઇએ. શ્રીમત કે સામાન્ય, ભણેલા કે ખીન ભણેલા, વૃધ્ધ કે યુવક, સર્વને શાસન પ્રત્યે પ્રેમ છે, સમાજના હિત પ્રત્યે સંપૂર્ણ આદર છે. મતભેદ ભલે હેાય પરંતુ વખત આવે એ મતભેદને ડુબાડી દેવા જોઈએ અને તેમ કરવામાંજ ખરી માનવતા સમાયેલી છે. દુનિયાના જુદા જુદા દેશના ઇતિહાસનું નિરીક્ષણૂ એમ સ્પષ્ટ રખાડે છે કે દેશમાં ગમે તેટલા પા ડ્રાય વિચારભેદો હાય છતાં ત્યારે શને માર્ક આપત્તિના સમય આવે ત્યારે તે ભૂલી જઇ પક્ષનું નહિં પણ દેશનું હિત થામાં સમાયેલું છે તે વિચારી દેશના રક્ષણ માટે એકત્ર થઇ માત્તનો સામનો કરી વિજય મેળવવા સર્વે પર કટિબદ્ધ થાય છે. એ મુજબજ આપણે પણ આપણા સમાજને માટે કટિબદ્ધ થવુ જોઇએ અને એમાંજ બફ જૈનત્ય સમાયેલું છે.
છેવટમાં હું ગિરીશ કે આ મહાસભાનુ નામ સહિસલામત કિનારે લઈ જવા આપ સર્વે કુશળ નવિકા તરીકે તૈયાર થયો, તેની સામે ભાવતાં અનેક નાના સામના કરી હિંમત અને કાવશતાશ્રી સર્વે બનતા પ્રયત્ન કરવામાં અને ભેગ આપવામાં પાછી પાની ન કરશો અને આપણી મહાસભાને વિવની કમ્પાણકારી અને ગામની ચાલુ રાખી, અધિષ્ઠાયક દેવ સને સન્મતિ આપે. શાસનને જયવંતુ રાખે અને સમગ્ર ભારતવના શ્રેયમાં જૈન સમાજ પણ સારા ફાળા આપે એવી મારી છેવટની
પ્રાથના છે.
ૐ જ્ઞાન્તિ.