________________
તારનું સરનામું:- “હિંદસંઘ. –“ HINDSANGH..”
Regd. No. B. 1996.
| નમો વિઘણ ||
જૈન યુગ. The Jain Vuga.
I
Rા ! જૈિન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.]
冷空空中交产咨爸爸长表态冷杂冷空花杂交亲瓷老产业全产
તંત્રી–મોહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ રૂપીઆ બે.
*
છુટક નકલ –દોઢ આને.
વર્ષ જુનું ૧૨ મું.
સોમવાર તારીખ ૧ લી મે ૧૯૩૯,
અંક ૧૯ મે.
ઉથાન કે પુનરૂદ્ધાર કેવી રીતે શક્ય છે?
સમયના પરિવર્તન સાથે પ્રજાની ધર્મ, સમાજ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કળા આદિ દરેક વિષયને લગતી જિજ્ઞાસા અને અભિરુચિના માર્ગો અને પ્રકારે પણ બદલાયા સિવાય નથી રહી શક્તા. એક જમાને શ્રદ્ધાયુગને હતો કે જ્યારે જગતના સનાતન સત્યને, આત્મવિ૫ને કે કોઈ પણ પદાર્થને નિર્ણય કરવા માટે પ્રજાને તક કે દલીલોને આશ્રય શોધ પડતું ન હતું. તેમજ એ સનાતન સત્ય વગેરેને પોતાના જીવનમાં સાક્ષાત્કાર કરનાર આપણા પૂર્વ પુરુષોને-તેમનાં જીવન ત્યાગ અને તપદ્વારા અતિ વિશુદ્ધ અને પરિણત હાઈ-પોતે અનુભવેલા સનાતન સત્ય આદિના ઉપદેશના સમર્થન માટે તર્ક કે યુક્તિઓની આવશ્યકતા નહતી પડતી. પરંતુ કાળની ક્ષીણતાને પરિણામે આત્મધમે જ્ઞાની પુરૂનું આત્મિક જ્ઞાન અને તેમનાં ત્યાગતપ પાતળાં પડી જતાં તેમને પોતાના વક્તવ્યના સમર્થન માટે તક અને યુક્તિઓને આશ્રય લે પડશે અને એ રીતે પ્રજા પણ તેમના ઉપદેશ વગેરેને તર્ક યુક્તિ આદિ દ્વારા કરવા લાગી; જેને પરિણામે શ્રદ્ધાયુગનું સ્થાન તર્કયુગે લીધું. તર્કયુગમાં પ્રત્યક્ષ પ્રમાણનેજ મુખ્ય રસ્થાન આપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં બીજી બાબતોની જેમ ધર્મ, તત્વજ્ઞાન, આગમ આદિને પણું પ્રત્યક્ષ પ્રમાણુની શરાણ ઉપર ચડવું પડયું છે. જેમાંથી આજના ઐતિહાસિક યુગને જન્મ વેચે છે. આજના ઐતિહાસિક યુગમાં ધર્મના પ્રણેતા. તેમના અસ્તિત્વની સાબિતિ અને સત્તા સમય, તેમણે ઉપદેશેલા ધર્મત, તેમના અનુયાયી વર્ગ અને એ વર્ગનું વિજ્ઞાન કળા કૌશલ્ય, એના રીતરિવાજ વગેરે દરેક નાની મોટી વસ્તુને પ્રત્યક્ષ મળતી ઐતિહાસિક સાબીતીઓ સાથે કર્યા પછી જ તેની સત્યતા, યેગ્યતા, અને ગ્રાઘતા ઉપર ભાર મૂકી શકાય છે. આ આખી વરતુસ્થિતિને ધ્યાનમાં લેતાં અત્યારે નિતેજ બનતા જૈન ધર્મના નૈરવને નવેસર આપ ચઢાવવા માટે આપણને આપણી સમક્ષ વિદ્યમાન મહત્ત્વ ભરી પ્રાચીન ઐતિહાસિક સાબીતીઓ અને તેને લગતું વિવિધ સાહિત્ય એકત્રિત કરવા માટેના પ્રયનની આવશ્યકતા જણાયા સિવાય નથી રહેતી. કોઈ પણ રાષ્ટ્ર, પ્રજા, જાતિ, કે ધર્મને માટે પોતાની ઉન્નતિ સાધવાની ભાવનાનું મુખ્ય અંગ જે કાંઇ હોય તો તે માત્ર તેને ભૂતકાલીન ઇતિહાસ છે જેમાંથી તેને અનેક ર રણાઓ મળી રહે છે. જે પ્રજને તેને પ્રાચીન ઉતિહાસ નથી અથવા જેને એ ગેરવશાળી ઈતિહાસનું વાસ્તવિક જ્ઞાન નથી એ ક્યારે પણ પિતાનું ઉત્થાન કે પુનરૂદ્ધાર એકાએક કરી શકે નહિ. અને તેથી જ આપણને પુનરૂત્થાનની પ્રેરણા મળે એવા પ્રાચીન અને પ્રમાણિક ઇતિહાસને આપણે તૈયાર કરવો જોઈએ.'
“ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મમાંથી”