________________
Regd. No. 5. 1008.
તારનું સરનામું:- હિંદસંઘ.) “ HINDSANGH..”
| નમો ચિટ્સ II ૪૪૪૪૪૪૪૪૪૪
રોજેન યુગ.
The Jain Yuga.
કે
જૈિન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.]
તંત્રી:–મોહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમ –રૂપીઆ બે.
છુટક નકલ-દઢ આને.
કત જુનું ૧૨ મું.
નવું ૭ મું. '
તારીખ ૨૧ મી ફેબ્રુવારી ૧૯૩૯,
અંક ૧૪ મો.
| રાષ્ટ્રભાવનાને લાંછનરૂપ શું?
આજના જમાનામાં ઊઠીને હિંદુ રાજ્ય અને મુસલમાની રાજ્ય એવી ભાષામાં બોલવું એ તે સાચે જ જરીપુરાણી વાત થઈ. એવા ભેદ કરવાને સારું કટી કઈ ? કાશ્મીરમાં ઘણી મોટી વતી મુસલમાન પ્રજા છે ને રાજા હિંદુ છે, એટલે શું એ હિંદુ રાજ્ય થઈ ગયું ? અથવા તે નિઝામ મુલકની મોટી વસ્તી હિંદની છે ને મુસલમાન રાજયકર્તા તેને ભાગ્યવિધાતા છે, એટલા સારુ હૈદ્રાબાદ શું મુસલમાની રાજય થઈ ગયું? હું તો આ બધા પ્રયાપિને આપણી રાષ્ટ્રભાવનાને લાંછન રૂપ ગણું છું. હિંદ ઉપર આજે ખ્રિસ્તી રાજાની હકુમત વર્તે છે એટલે શું હિંદુરતાન એક ખ્રિસ્તી રાજ્ય થઈ ગયું ?
પણ ગમે તે રાજ્ય કરી રહ્યું હોય છતાં હિંદ એ જે હિંદી રાજય જ છે, તે દેશી રાજે પણ કેવળ હિદી જ રાજ છે, પછી તેના રાજયકર્તા ભલે ગમે તે કોમના હોય. અને આજના એ રાજ્યકર્તાઓ અને તેમના વારસ જાગેલી પ્રજાને સદ્ભાવ કેળવીને જ રાજય કરી શકશે. પ્રજામાં જે જાગૃતિ આવી છે તે કાયમની છે. દિનપ્રતિદિન એની ગતિ વચ્ચે જવાની છે. રાજ્યકર્તાઓ અને તેમના સલાહકારો લેકોનું જોશ દબાવી દેવામાં કદાચ ક્યાંક ધડી વાર સફળ થાય તો પણ તેને કદાપિ મારી શકશે નહિ. આજે આ દેશમાં કાણું એવો ટૂંદી નજરને છે, એ ઉચકને છે, જે સ્વતંત્રતાને પગરવ ન સાંભળી રહ્યા હોય ? અને આઝાદ હિંદ એના ઝીણા કે મોટા કઈ પણ ખુણામાંયે એક ક્ષણને સારુ પણ દમનીતિ સાંખશે એવી કલ્પના પણ શું શક્ય છે ? આટલું મારી કલ્પનામાં આવી શકે છે કે આઝાદ હિંદમાં ઔધ જેવા ધોરણે બંધારણીય દ્રસ્ટીઓના જેવું સ્થાન દેશી રાજાઓને સારૂ હશે ખરૂં. અંગ્રેજોને સારું પણ પ્રજાના ચાકર તરીકેનું સ્થાન હશે, માલીક તરીકેનું કદાપિ નહિ.
તેથી દેશી રાજાઓને સારૂં આઝાદ હિંદમાં નભી રહેવાને એકમાત્ર રસ્તે એટલે જ છે કે અત્યારથી તેઓ યુગબળને જાણે- કાળને ઓળખે- તેને નમે અને તે મુજબ વર્તે. ત્રાવણકોરના હિંદુ રાજા, હિંદુ રાજમાતા તેમજ હિંદુ દીવાનને એ વાતની મગરૂબી હોવી જોઈએ કે પોતાના ખ્રિરતી પ્રજાજનોની તેમને છાંટાભાર બીક નથી લાગતી. ધારો કે ત્રાવણકોરમાં જવાબદાર રાજ્યતંત્ર હોય તે ખ્રિસ્તીઓ, હિંદુઓ કે મુસલમાને શું કરે ? જે ધારાસભમાં હશે તેમણે મતદારોને દરેક વાતને જવાબ દેવો પડશે. આમાં ભયને અવકાશ જ કયાં છે? અંતરાય ક્યાં છે? અત્યારની દમનીતિમાં જ બધે ભય છે, બધા અંતરાય છે. ( હરિજન 'માંથી) -મહાત્મા ગાંધીજી.
આ પત્રનું પ્રકાશન બંધ કરવા માટે કાર્યવાહી સમિતિની તા. ૧૦-૨-૩૯ ની અમે ગયા વિચારણા થવાની હતા તે કારણે આ અંકની તૈયારી મેડી થઇ પરંતુ તે વિચારણા બીજી બેઠક ઉપર મુલતવી રહેતા આ અંક પદિન મે પ્રસિદ્ધ થયે છે.
–જૈન યુગ સમિતિ.