________________
Regd. No. B. 1996.
તારનું સરનામું:- “હિંદસંઘ.”—“ HINDSANGH...”
|| નમો તિરસ છે
જે
ન
જૈન યુગ.
હજ
કે
૧૫
The Jain Duga.
જો
જૈિન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] ૪૪૪૪૪ - 8
Byજ 3 છે.
તંત્રી –મોહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ –રૂપીઆ બે.
છુટક નકલ-દઢ આને.
તારીખ ૧૬ મી જુલાઈ ૧૯૩૮,
અંક ૨૪ મે.
* નવું ૬ . .
એક વર્ષને અંતે.
જૈન યુગને આ અંક આ વર્ષને ૨૪ મો એટલે કે છેલ્લે અંક છે. અમારી સમિતિને જૈન યુગ પ્રસિદ્ધ કરવાનું કાર્ય શ્રી કૅન્ફરન્સની કાર્યવાહી સમિતિએ સુપ્રત કરેલ અને તે મુજબ અમારી સમિતિએ ૨૪ અંક બહાર પાડ્યા છે. વર્ષને અંતે અમારે જણાવવું જોઇએ કે આ , કાર્ય શરૂ કરતાં અને અનેક પ્રકારની આશંકાઓ થયા કરતી હતી, અને પેલા કાર્યમાં અમો ઉત્તીર્ણ થશે કે કેમ? અમારી નૌકા પાર થશે કે કેમ ? એના વિચારો થયા કરતા હતા, પરંતુ સનેહી લેખની લેખ દ્વારા મળેલી સહાયથી, તેમજ ખબરપત્રીઓની અને ખાસ કરી કૅન્ફરન્સ ઓફિસમાંથી મળતી રહેતી સામગ્રીથી અમારું કાર્ય સરળતાથી ચાલવા લાગ્યું. સાથે સાથે પ્રેસની (જો કે તેના માલીક જા સમિતિના સન્મ-હોવાથી વિશેષ લખવું ઠીક નથી) જે સુંદર સગવડ પ્રાપ્ત થઈ, તેથી અમારું કાર્ય નિવિદને ચાલ્યું, અને પત્રને એકેએક અંક નિયમિત બહાર પાડી શકયા છીએ. '
આ આખા વર્ષની લેખ સામગ્રીનું લીસ્ટ આ અંકના પૃષ્ટ ૮ થી ૧૦ ઉપર આપ્યું છે, તે ઉપરથી આપ જોઈ શકશે કે કૅન્ફરન્સની પ્રગતિને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત સામાજિક, કેળવણી વિષયક અને ધાર્મિક વિષને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ વિષાથી દૂર રહેવા ખાસ કાળજી રાખી છે. અમે બન્ને સભ્ય સાક્ષરો કે મહાન લેખક હોવાને દાવો કરતા નથી, જેથી અમોએ યથાશક્તિ સામગ્રી પીરસી છે, તેની સાથે લેખક શ્રી. મોતીચંદ ગિ, કાપડીઆ, સોલીસીટર; શ્રી. રમણિક ઘીઆ, શ્રી, નાથાલાલ છયનલાલ શાહ, શ્રી. ચીમનલાલ સંઘવી, શ્રી. સુંદરલાલ એ. કાપડીઆ, બી. એ. શ્રી. રાજપાલ મગનલાલ હોરા તથા શ્રી. વાડીલાલ જેઠાલાલ તથા મુલચંદ આશારામ વૈરાટીએ લેખો અને ખબર દ્વારા અને અવારનવાર સહાય આપી છે, અને અમને સહકાર આપે છે. તે બદલ તેમના આભારી છીએ. આપણા સમાજના વિદ્વાન લેખકો અન્ય સ્થળે લેખો આપે છે તેવી જ રીતે જે આ પત્રને પણ પોતાનું ગણી લેખ દ્વારા સહકાર આપે તો કોન્ફરન્સનું પત્ર આથી પણ વધારે સમૃદ્ધ બને. રસમાજના જે લેખકોએ આ દિશામાં ઉદાસીનતા દાખવી છે, તેઓ જો મન પર લે તે કફરન્સની પ્રગતિમાં તેમને ફાળે અમૂલ્ય થઈ પડે. અંતમાં લેખક ભાઈઓને પુનઃ એકવાર આભાર માની વિરમીએ છીએ.
લી. સેવકે, મોહનલાલ દીપચંદ ચોકસી: ** * મનસુખલાલ હીરાલાલ લાલને.
સભ્યો જૈન યુગ સમિતિ