________________
તારનું સરનામું:
Regd. No B. 1906.
હિંદ સંઘ.”—“ HINDSINGH...”
નમ તિરથદર છે. જ
ક
રે
છે.
FRE
ના
જૈન યુગ. The Jain Vuga. Is
આ
છે
જૈિન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.]
.
તંત્રી–મોહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે.
છુક નકલ – દોઢ આનો.
વધુ જુનું ૧૧ મું.
તારીખ ૧૬ મી જાન્યુઆરી ૧૯૩૮.
અંક ૧૨ મ.
ગુજરાત એક જીવંત વ્યકિત.
પણ ગુજરાતને સીમાડા નથી. “ગુજરાત” એક જીવંત અને જાગ્રત વ્યક્તિ છે જે પિતાને એક કપવામાં, પિતાનું અસ્તિત્વ એક દ્રઢ સંક૯૫દ્વારા સરજવામાં જીવનસાફલ્ય સમજે છે. એ ગુજરાતીઓનું બન્યું છે ખર: પણ એ માત્ર માનવીઓને સમૂહ નથી. જ્યાં ગુજરાતી ગુજરાત છે ને રહેશે એવી નિર્ણયાત્મક કપના સેવી એકઠા મળે છે ત્યાં ગુજરાતની હસ્તિ છે જ. ગુજરાત વિસ્તરે છે, જ્યાં ગુજરાતીઓ પોતાની ઉછા શક્તિ અને સંકલ્પ બળથી એને સરજે છે ત્યાં ગુજરાત” તે એક ભાવનાઘડી પણ જીવંત સાંસ્કારિક વ્યકિત છે. ગુજરાતના વ્યક્તિત્વના ભાવથી પ્રેરાય એનું વ્યક્તિત્વ સિદ્ધ કરવાનો જેણે સક્રિય સંકલ્પ કર્યો હોય તેનામાં ગુજરાતની અસ્મિતા હોય.
આ વ્યક્તિત્વના ઘડતરમાં પર્વત ને નદીઓનું સ્થાન ગૌણ છે મુખ્ય સ્થાન તો જે મહાપુરુએ ગુજરાતની આ ભાવના સરજાવી છે તેમનું છે. તેમના પરાક્રમ અથવા સાહિત્યકૃતિઓની કલ્પના અને ઇરછાને કંઠસ્થ કરે છે. તે ઈતિહાસ કે સિદ્ધાંત રચી જાય છે અને ઉત્સાહ અને આનંદ પ્રેરે છે ગૌરવકથાઓનાં મંડાણ માંડે છે અને ગુજરાતનું સૂક્ષ્મશરીર બાંધી જાય છે.
ઇતિહાસના પ્રવાસના આવા મહાપુરમાં પ્રથમ જોઇએ તે સિદ્ધરાજ જયસિંહ એણે સામ્રાજ્ય સ્થાપ્યું, પાટણને વિઘાનું કેન્દ્ર બનાવ્યું. પિતાની કી ગાથાથી લેકસહિત્યને સમૃદ્ધ કર્યું. ગુજરાત એક છે, મહાન છે, વંદનીય છે. એ ભાવના ઉપજાવવાની સામગ્રીઓ એણે સરછ પણ જો કેઇએ ગુજરાતને સસંક૯પ જીવંત વ્યદિન તરીકે ક૯પવાને પહેલો પ્રયત્ન કર્યો હોય તો તે ધંધુકાના મોઢ વાણી એ ગુજરાતના સાહિત્ય સ્વામીના શિરેમણિએ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ. એનું “કુમારપાલ ચરિત્ર” પાટણની મહત્તાની ભાવનામાંથી ગુજરાતની અસ્મિતા પ્રગટાવવાનો પહેલો પ્રયત્ન. આ જ નિર્ધરના તેજે વસ્તુપાલ તેજપાળના કાળમાં અનેક કવિઓએ પોતાની કૃતિઓને ઉજજવળ કરી.
(-માનનીય શ્રી. નિયાલાલ મુનશીના સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનેથી અપાયેલા ભાણુમાંથી.