________________
Regd. No. 8, 1998,
તારનું સરનામું - “હિંદસંઘ.'—“HINDS.ANGH...”
I ના તિરથu tu
ક
.
જૈન યુગ. The Jain Muga.
[જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] કફજ #જ
છક ફરજ તંત્રી:–મોહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમ રૂપીઆ બે
છુટક નકલઃ-દોઢ આને.
જુનું ૧૧ મું.
કે
તારીખ ૧ લી ફેબ્રુઆરી ૧૯૩૮.
3
અંક ૧૩ મે.
બાળકોના નાચો અને નાટકો.
નાટક, નાચ, સંગીત, ચિત્રકળા આદિ લલિત કળાઓ બે રૂપે ખીલવી શકાય. એક વસંતોષાર્થ, અને બીજી ધંધાર્થે. ધંધાથે ખીલવનારાઓના પદ્ધતિ અને ઘેરણ આશ્રયદાતાઓની ચિને ખ્યાલ કરીને અને તેમને પોતાની કળા મેહક લાગે એ રીતે ગોઠવાય છે. એમાં ઉત્તેજક હાવભાવ, ગાર, શોભા વગેરેની સાથે જ કળાને મેળવેલી હોય છે. ઘણીવાર કળા ગૌણ હોય છે, અને કૃત્રિમ શોભા અને પદ ઉત્પન્ન કરનારી સામગ્રી અને ચેઓ જ વધારે હોય છે. એ સાથે જે નરસિંહ મહેતા, તુકારામ વગેરે જેવાના જીવન ચરિત્ર ગોઠવ્યા હોય તે તે સારાં માણસને લલચાવવી અને તેમને વિરોધ ઓછો કરવા પુરતો જ હોય છે. જેને પ્રેક્ષકોની ભગવૃત્તિઓને પોષવી છે તેને પોતાના જીવનમાં તેને અતિરેક થઈ જ જાય અને પરિણામે બાપડા કળાકારના જીવન ચારિત્રમાં અત્યંત ઉતરી જાય છે. ઉદર પોષણાર્થે એમને લોકોની હિનરૂચીઓને ઉત્તેજવી અને પોષવી પડે છે, અને તેના ભોગ પોતાને બનવું પડે છે.
શાળાઓમાં ઉજવવાના નાટકે અને નૃત્યનું પ્રયોજન ધંધાથે તેનું શિક્ષણ આપવાનું નથી. આથી સીનેમાં, રંગભૂમિ, નૃત્યશાળા વગેરેના કે શાળાના ગુરૂજન ન થવા જોઇએ. એટલે કે શાળાના નાટ્ય સમારંભમાં એમનું અનુકરણ કરવાનો વિચાર જ ન હૈ જોઇએ. મેહુ તો રખાય જ કયાંથી ? ઉલટું બને તે શાળાના કળાગુરૂઓનો એ આદર્શ હોવો જોઈએ કે સાદામાં સદા સાધનથી અને અત્યંત શિષ્ટ અને સંયમપૂર્ણ અભિનયથી પણ કળાને પૂર્ણપણે ખીલવી શકાય છે, અને પૂરેપૂરે આનંદ અનુભવી શકાય છે, એમ સિદ્ધ કરી બતાવવું, અને રાજસવૃત્તિના કળાકારે તથા પ્રેક્ષકોને શુદ્ધ રૂચીને સ્વાદ ચખાડ..
છેવટે નાથનાચ સંગીત વગેરે સર્વે ભગવૃત્તિ સાથે સંબંધ ધરાવનારી કળાઓની બાબતમાં આપણે આ કદી ના ભૂલવું જોઇએ કે રાટોનું ભાવી સંયમી પ્રજાઓના હાથમાં છે. આથી આપણી કળાની ખીલવણીની આ સંયમવૃત્તિને પિષક જ હોવી જોઈએ. એક બેગ બીજી ભગવૃત્તિઓને ઉશ્કેરે છે. આથી બાળકના નાટકના લેબાસમાં અને મંડમાં એને ફાંકડા બનવું પડે એવું ન જવું જોઇએ. જે એમ માનતા હોય આટલી બધી મર્યાદામાં રહી કળાની ખીલવણી કરવી એ કળાને કુબજા કરવા જેવું છે, તે મારી અપમતિ પ્રમાણે તે કળાને ભાગ્યે જ સમજે છે.
-કીરલાલ ઘ. મશરૂવાળા.