________________
જૈન યુગ.
તા. ૧૬-૧-૧૯૩૮. * * --
તાર:-“HINDSANGH...”
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ
[ સ્થાપના સને ૧૯૦૯ ]
પ્રમુખ:શ્રી મોતીચંદ ગિ. કાપડીઆ.
બી. એ. એલ એલ. બી; સેલિસિટર.
માનદ મંત્રીઓ:શ્રી સૌભાગ્યચંદ ઉ. દેશી.
બી. એ. એલ એલ. બી: સેલિસિટર. શ્રી બબલચંદ કે. મોદી.
૨૦, પાયધુની, મુંબઈ ૩. તા. ૧૬ જાન્યુઆરી ૧૯૨૮.
શ્રીયુત
સુજ્ઞ શ્રી, | વિ. વિનંતિ કે શ્રીમતી જૈન વેતાંબર કોન્ફરન્સ દ્વારા આ બોર્ડની સ્થાપના થયા પછી સમાજમાં ધાર્મિક તથા વ્યવહારિક શિક્ષણાદિ પ્રચારાર્થે 5 પ્રયાસો થતા રહ્યા છે તે આપને વિદિત હશે
અત્યારે બેઉની સ્થાપનાને ર૭ વર્ષ પૂર્ણ થયેલ હોવાથી તેના રજત મહોત્સવની ઉજવણી અને તેને અનુલક્ષી અન્ય કાર્યક્રમ રાખવા વિચારણા ચાલે છે. આ પ્રસંગે જૈન સાહિત્ય સંમેલન મેળવવા માટે પણ સૂચના થયેલી છે.
જૈન સાહિત્યના વિકાસ અને પ્રચારની દૃષ્ટિએ આવા સાહિત્ય સંમેલનની અત્યારે કેટલી અને કયાં સુધી આવશ્યકતા છે તે બાબત આપના વિચારો અને અભિપ્રાય જાણવાની તક મેળવવા બોર્ડની વ્યવસ્થાપક સમિતિએ નિર્ણય કરેલ હોવાથી આપને નિવેદન કરવાનું કે તરસંબંધે આપ તા. ૧૫ મી ફેબ્રુઆરી ૧૯૩૮ સુધીમાં અને આપના વિચારો અવશ્ય લખી મોકલાવી આભારી કરશે. આવું સંમેલન ભરાય તો તેમાં જૈન અને જેનેતર વિદ્વાનો કેટલે સહકાર મળશે, એવા સંમેલનથી સામાજિક લાભ થશે કે કેમ અને સંમેલનને સફળ બનાવવાની આપણી પાસે પૂરતી સાધન સામગ્રી છે કે નહિ એ અને એને આનુસંગિક સર્વ બાબત પરના આપના વિચારો પૂરતી છૂટથી સર્વ અંશે જરૂર વિગતવાર જણાવવા તી લેશે જેથી ભવિષ્યની કાર્ય દિશાનું સૂચન થાય.
આપ આવા સંમેલન માટે સહમત હો તે તેની યોજના અંગેની ઘટતી સૂચનાઓ પણ અવશ્ય કરવા કૃપા કરશે. પ્રત્યુતર શિધ્ર જણાવવા વિનંતિ છે.
લિવ સેવકે; સૌભાગ્યચંદ ઉમેદચંદ દોશી. બબલચંદ કેશવલાલ મોદી.
માનદ મંત્રીઓ. [ આ અંગે સાહિત્ય પ્રિય બંધુઓ બેને અવશ્ય અભિપ્રાય લખી મોકલે એજ વિનંતિ. ]
આ પત્ર મીરા માણેકલાલ ડી. મેદીએ શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેન્સન, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ખાતેથી
છાપી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, ગોડીજીની નવી બીટિંગ, પાયધૂની, મુંબઈ ૩ માંથી પ્રગટ કર્યું છે.