SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. સંધની ખરી વ્યાખ્યા અને તેનું સ્થાન. (STATUS) જન સંધ એ વ્યાપક અને વિશાળ ધાર્મિક સંસ્થા છે. સમાજ શાસ્ત્રની દ્રષ્ટિએ કામ તરીકે પડેલે વિભાગ નથી. તે સંસ્થામાં શિક્ષગુની, કિયાદિ આચાર વિસ્તારનારી, સંધતી મિલકતને વહિવટ કરનારી, સાહિત્ય પ્રકાશન અને પ્રચારની, ધર્મ પ્રચારની સંસ્થાઓને સમાવેશ થાય છે અને તે બાહય આવા તેમાંથી બચાવનારી ગ્ય પ્રવૃતિને ઉતેજન આપી અયોગ્ય પ્રવૃતિને અંકુશમાં રાખનારી, તથા વિવાદાસ્પદ બાબતોને પદ્ધતિસર નિર્ણય કરનારી છે, તેમાં દરેક જનનું પ્રતિનિધિત્વ છે અને દરેક જનના લાભ તથા હકક છે. તે દેશ કાળ અને સંજોગો પ્રમાણે પિતાના નિયમાદિમાં ફેરફાર કરી શકે છે અને બને તે સર્વાનુમતિથી, નહિં તે બહુમતિથી કાર્ય કરી શકે છે. –પ્રમુખસ્થાનેથી ૧૨ પુસ્તક ભંડાર. (૧) નામદાર ગાયકવાડ સરકારે જેસલમીર અને પાટણના ભંડાર તપાસરાવી તેના અહેવાલ છપાવી બહાર પાડવા કોન્ફરન્સની વિનંતિને સ્વીકાર કર્યો છે તે માટે તેમને ઉપકાર માનવામાં આવે છે. (૨) દરેક ગામ અને શહેરમાં ઉપાશ્રયાદિમાં તેમજ ભંડારમાં હસ્તલિખિત પુસ્તકે છે તે સર્વની વિગતવાર દરેક ગ્રંથને દાબડાને અંક આપી ટીપ તૈયાર કરાવવાની અને તે દરેકની ટીપની એક નકલ કેન્ફરન્સ ઓફીસને પુરી પાડવાની છે તે ઉપાશ્રય, ભંડાર આદિના વહિવટદારને વિનંતિ છે. તે ભંડારના પુસ્તકને લાભ જન તેમજ જનેતર સર્વે અભ્યાસી નિયત શરતોએ લઈ શકે તેને તેમજ તેની નકલ કે ફોટો લઈ શકે તે પ્રબંધ કરવા દરેક ભંડારના વહીવટદારોને આગ્રહપુર્વક ભલામણ છે. (૪) જૈન તેમજ અન વિદ્વાનને પ્રકટ કે અપ્રકટ જૈન પુસ્તક મેળવવા માટે બહુ હાડમારી ભોગવવી પડે છે તે તે માટે જન કેન્ફરન્સ ઓફીસે તે સંબંધી જરૂરી માહિતી પુરી પાડવાની યા મેળવી આપવાની વ્યવસ્થા કરવી. (૫) કોઈપણ વ્યકિતના ખાનગી કે અંગત માલિકીના તેમજ અમુક લત્તાન ઉપાશ્રયાદિનાજ ગણુતા પુસ્તક ભંડારોની અત્યાર સુધીની પરંપરાથી સાધુ સાધ્વીને તેમજ બીજાઓને તે તે ભંડારના અંતર્ગત પુસ્તકૅને લાભ પૂર મળતો નથીતેથી સાધુ સાવીને પિતાને માટે સામાજીક દ્રવ્યથી, પુસ્તકે વસાવવા પડે છે અને તે સાચવવા સાથે રાખવા આદિને પરિગ્રહ પણ સેવા પડે છે. આ વિષમતા દૂર કરવા માટે દરેક પુસ્તક જયાં ખરીદાય તે તેને ખપ પુરો થયે ત્યાંના સંધના ભંડારમાં સુપ્રત કરવાની પદ્ધતિ પ્રચલિત થવાની જરૂર છે. જે જે જૈન મુનિઓ પિતપતાના પુસ્તક ભંડારો ઉભા કરે છે, જેને સમાજને કે અન્ય સાધુઓને બીલકુલ લાભ મળતું નથી તેથી તે પ્રથા એકદમ નાબુદ કરવાની જરૂર છે અને તેના બદલે તે ભંડારે હસ્તગત કરી મુખ્ય મુખ્ય શહેરોમાં અભ્યાસી સાધુઓ અને શ્રાવકેની જરૂરીઆતને પહોંચી વળે તેવાં જ્ઞાન મંદિર ઉઘાડવાની ખાસ આવશ્યકતા છે એમ આ કેન્ફરન્સ જાહેર કરે છે. દરેક ભંડાર સાર્વજનિક થાય, તે ઉપરાંત તેનાં પુસ્તકે ઉધઈ આદિથી તેમજ અગ્નિ વિગેરેથી સંરક્ષિત રહે તે માટે “ફાયરમુફ” પાકા મકાનમાં તેને રાખવાની અને વખતો વખત અને વર્ષમાં એક વખત અને ખાસ કરી જ્ઞાનપંચમીને દિને તેને તપાસી જોઈ જવાની વ્યવસ્થા થવી ઘટે છે.
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy